________________
ગાથા : ૧૨૩ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૮૫ ઘણા પ્રયત્નથી લભ્ય હોય, તેના ઉપર અતિશય પ્રીતિ હોય છે. જેમ કે, મનુષ્યોને વસ્ત્રોની પ્રાપ્તિ ઓછા પ્રયત્ન થાય છે. પરંતુ હીરા, માણેક, મોતી અને સોનાના અલંકારોની પ્રાપ્તિ ઘણા પ્રયત્ન થાય છે. તેથી વસ્ત્રભૂષા ઉપર જેટલી પ્રીતિ હોય છે. તેના કરતાં અલંકારાદિ ઉપર વિશેષ પ્રીતિ હોય છે. તેમ જે તીર્થયાત્રા અથવા ઈષ્ટાપૂર્યાદિ અનુષ્ઠાન આચરવામાં પ્રયત્નાતિશય કર્યો હોય છે. ત્યાં પ્રીતિ પણ સવિશેષ જ હોય છે.
ધાર્મિક જે અનુષ્ઠાન કરવા માટે બહુમાનપૂર્વક પ્રયત્નાતિશય કર્યો હોય તે અનુષ્ઠાનની દુર્લભતા અને દુષ્કરતા મનમાં સમજાઈ હોય છે. તેના કારણે તે આચરતી વખતે તેના પ્રત્યે સવિશેષ રાગ થવાથી ઉત્તમ-ઉત્તમ ભાવો જીવને આવે છે. ઉત્તમભાવ આવવા એ જ શુભ અનુષ્ઠાનનું અનંતર ફળ છે. કે જેનાથી પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય થતાં વિપ્નાભાવ અને પુણ્યનો ઉદય થતાં સંપત્તિનું આગમન આદિ ફળ પ્રાપ્તિ થાય છે. રાગ અને આદર વિના કરાયેલું અનુષ્ઠાન વેઠ ઉતારવાની જેમ કરાતાં ઉપરોક્ત ફળ આપનાર બનતું નથી. માટે આદર સાથે રાગપૂર્વક કરાયેલું જ ધર્માનુષ્ઠાન સદનુષ્ઠાન કહેવાય છે. આ સદનુષ્ઠાનનું બીજું લક્ષણ છે. સારાંશ કે હાર્દિક બહુમાન તે પ્રથમ લક્ષણ અને પ્રેમપૂર્વક આચરણ કરવું તે બીજું લક્ષણ જાણવું.
(૩) વિનાભાવઃ જે અનુષ્ઠાન અતિશય પ્રયત્નપૂર્વક અને ઘણી જ પ્રીતિપૂર્વક કરાય છે. તેવા વિવેકપૂર્વક કરતા તે તે અનુષ્ઠાનથી આ જીવમાં આપોઆપ શુભભાવો પ્રગટે છે. અને તેવા ઉત્તમ શુભ ભાવોથી પૂર્વબદ્ધ પાપકર્મોનો નાશ થાય છે. અને પાપકર્મોનો નાશ થવાથી જે વિઘ્નો આવવાનાં હતાં તે અથવા વિપ્નો આવવાનો જે સંભવ હતો તે તદન દૂર થઈ જાય છે. અનુષ્ઠાનોમાં આવેલા શુભભાવોના પ્રતાપે જ વિપ્નાભાવ થાય છે. આ પણ સદનુષ્ઠાનનું ત્રીજું લક્ષણ છે.
(૪) સમ્પ્રદાગમ=ધાર્મિક અનુષ્ઠાનો પ્રત્યે અતિશય રાગયુક્તભાવપૂર્વક કરાયેલા અનુષ્ઠાનથી જે જે શુભભાવો પ્રગટે છે તેનાથી જેમ પૂર્વબદ્ધ પાપકર્મોનો નાશ થાય છે અને તેનાથી તે તે પાપકર્મજન્ય વિઘ્નો આવતાં નથી. તેવી જ રીતે આ જ શુભભાવોથી અદ્ભુત પુણ્યબંધ થાય છે. અને તે પુણ્યાઈના બળે સંપત્તિની આ જીવને પ્રાપ્તિ થાય છે. સંપત્તિ બે પ્રકારની હોય છે બાહ્ય અને અભ્યત્તર, અનુષ્ઠાનોના આચરણ કાલે સેવાયેલા શુભયોગ અને પ્રશસ્ત રાગાદિથી બંધાયેલા દ્રવ્ય પુણ્યથી બાહ્યલક્ષ્મી રૂપ સંપત્તિ મળે છે. અને સાંસારિક ભાવોનો રાગ ઘટવા રૂપ મોહનીયકર્મના ક્ષયોપશમ સ્વરૂપ ભાવપુણ્યથી ભવભય, પાપભય, કરૂણા, વિનય, દાક્ષિણ્યતા અને ઉદારતા આદિ ગુણોની પ્રાપ્તિરૂપ અભ્યત્તર સંપત્તિ મળે છે. આ પણ સદનુષ્ઠાનનું ચોથું લક્ષણ છે. યો. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org