________________
૩૮૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૨૩ (૫) જિજ્ઞાસા= અનુષ્ઠાન કરવા માટેની વિધિની તથા તેના દ્વારા પ્રાપ્ત થતા ફળોને જાણવાની જે તમન્ના તે જિજ્ઞાસા કહેવાય છે જ્યારે કોઇપણ વિવલિત ઇષ્ટાપૂર્વાદિ અનુષ્ઠાન આદરવા માટે પ્રયત્ન વિશેષ જીવ કરે છે. પ્રીતિવિશેષ ધરાવે છે. ત્યારે અનુષ્ઠાન બહુ જ સારી રીતે કેમ થાય ? કંઈ પણ અવિધિ ન થઇ જાય અને પાપ ન લાગી જાય તેની સાવચેતી રૂપે તે અનુષ્ઠાનની વિધિ જાણવાની અને તેના દ્વારા મળતાં બાહ્ય-અત્યંતર ફળો જાણવાની જિજ્ઞાસા થાય છે. જેને વેઠ ઉતારવી નથી. પરંતુ યથાર્થ ફળ મેળવવું જ છે તેને તેની વિધિની જિજ્ઞાસા થાય જ છે. તેથી જ તે અનુષ્ઠાન સદનુષ્ઠાન બને છે. જિજ્ઞાસા વિના લાભોનું જ્ઞાન ન થાય, ફળપ્રાપ્તિના જ્ઞાન વિના તે તે અનુષ્ઠાનોમાં ઉપાદેયતા બુદ્ધિ ન આવે. ઉપાદેયતા બુદ્ધિ વિના સાચો આદરભાવ ન પ્રગટે અને સાચા આદરભાવ વિના અનુષ્ઠાનમાં રાગ ન થાય તેથી આ બધા ભાવોની પ્રાપ્તિનું મૂળકારણ જિજ્ઞાસા છે. જે જિજ્ઞાસા થતાં વિધિ અને ફળપ્રાપ્તિ જાણવા દ્વારા ઉપાદેયતા, આદર અને રાગ આવે જ છે. અને તેથી તે અનુષ્ઠાન વેઠરૂપ ન બનતાં સદનુષ્ઠાન બની જાય છે.
(૬) તજ્ઞસેવા = ઇષ્ટાપૂર્યાદિ જે જે ધર્મ અનુષ્ઠાન કરવાં છે તેની વિધિ જાણવી છે, તો તેની વિધિના જાણકાર પુરુષોનો સમાગમ તથા તેઓની સેવા આ કાર્યમાં અતિશય આવશ્યક છે. કારણ કે જાણકારોની સેવાથી (ભક્તિ-બહુમાનથી) જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ થતાં બોધ પ્રગટે છે. બોધ થાય તો જ વિધિનું જ્ઞાન તથા અનુષ્ઠાન પ્રત્યે આદરબુદ્ધિ, ઉપાદેયબુદ્ધિ અને રાગ પ્રગટે છે. તેથી તે તે ધર્મકાર્યને જાણનારા મહાત્માઓની સેવા જો અંદર હોય તો જ તે સદનુષ્ઠાન બને છે.
તે તે ધર્મ અનુષ્ઠાનોની વિધિના જાણનારા (ગુરુઓ-વડીલો આદિ)ની ઉપેક્ષા કરીને અહીં-તહીનાં શાસ્ત્રો વાંચીને ઘણા જીવો જ્ઞાન મેળવે છે. અને કદાચ જ્ઞાન મળી પણ જાય છે. પરંતુ તે જ્ઞાન આત્મવિકાસનું કારણ બનતું નથી. કારણ કે સ્વયં મેળવેલા જ્ઞાનથી ગુરુઓ પ્રત્યે અને તે તે અનુષ્ઠાનો પ્રત્યે હાર્દિક પૂજ્ય-ભાવ અને બહુમાનનો ભાવ પ્રગટ થતો નથી. બલ્ક તેવા પ્રકારનું જ્ઞાન બહારથી જ મળી જવાથી મોટાઈ બતાવવાનો અને અહંકાર પોષવાનો ભાવ જાગે છે. તથા સ્વચ્છંદતા વધતાં આત્માના અકલ્યાણનું પણ કારણ બને છે. માટે જ્ઞાનીઓની સેવા જો હોય તો જ તે સદનુષ્ઠાન કહેવાય છે.
() શબ્દથી તેના જ્ઞાનીઓનો અનુગ્રહ= આવા પ્રકારનાં અનુષ્ઠાનોનું જ્ઞાન જેઓને છે તેઓની કૃપાદૃષ્ટિ પણ જરૂરી છે. કારણ કે જ્ઞાની મહાપુરુષોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org