________________
૩૭૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૧૭ વિવેચન :- વાવડી, કૂવા અને તળાવ બંધાવવાં, દેવમંદિરો બનાવવાં તથા અન્નદાન કરવું. તથા ઉપલક્ષણથી વસ્ત્રદાન કરવું, યાચકોને અથવા દીન-અનાથોને વસતિ (વસવાટ) આદિનું દાન કરવું આ સર્વ લૌકિક પરોપકારનાં કાર્યોને “પૂર્ત” કહેવાય છે. એમ તત્ત્વવિદ્ પુરુષો જાણે છે.
વાવડી, કૂવો અને તળાવ કોને કહેવાય? તે સમજાવવું પડે તેમ નથી. કારણ કે લોકમાં પ્રસિદ્ધ જ છે. જે ઉંડી અને વધુ પહોળી ખોદેલી હોય. જેમાં ઉતરવા માટે પગથીયાંની વ્યવસ્થા હોય. તથા જેનું પાણી અંદર ઉતરીને લોકો લઈ શકતા હેય તે “વાવડી” કહેવાય છે. જે ગોળ ગોળ હોય, વધારે ઉંડો હોય. જેમાં ઉતરવા માટે પગથીયાંની વ્યવસ્થા ન હોય. અંદર ઉતરીને પાણી ન ભરી શકાય, પરંતુ ઘટના રેંટ દ્વારા અથવા કોશ દ્વારા પાણી કાઢી શકાય તે “કૂવો” કહેવાય છે. જે વધારે લાંબુ-પહોળું અને ખુલ્લું હોય, જેનું પાણી ઘણું ઊંડું ન હોય. જેમાં બેસીને લોકો સ્નાન-વસ્ત્રધાવણ આદિ કાર્ય કરી શકે તે “તળાવ” કહેવાય છે. આવા પ્રકારનાં જળાશયો બંધાવવાં કે જે લૌકિક પરોપકાર કરનારાં છે.
દેવમંદિરો બનાવવા તથા યતિઓને, યાચકોને અને દીન-અનાથ આદિને ઉતરવા યોગ્ય વસવાટ (આશ્રમ) આદિ બંધાવવા તથા અન્નદાનાદિ કાર્ય કરવું. અહીં અન્નદાન વાચકોને, દીનને અને અનાથોને અનુકંપા બુદ્ધિથી જે અપાય તે “લૌકિક જ” અન્નદાન જાણવું. આ સર્વે “પૂર્ત” કહેવાય છે. સાધુસંતો જેવા સુપાત્ર આત્માઓને પૂજ્યભાવ અને ભક્તિ-બહુમાનના ભાવથી જે અન્નદાન કરાય છે. તે “લોકોત્તર અન્નદાન” કહેવાય છે તે અહીં ન સમજવું.
તત્ તુ=આવા પ્રકારનાં લોકોને સંસારની સાનુકૂળતા આપનારાં, લૌકિક પરોપકાર કરનારાં આવા આવા પ્રકારનાં જે જે કોઈ કાર્યો કરાય (જેમ કે સ્કુલો બાંધવી, દવાખાના કરાવવાં, ધર્મશાળા કરાવવી, ભોજનાલય કરાવવું) તે સર્વે લૌકિક પરોપકારવાળાં કાર્યોને તત્ત્વજ્ઞ પુરુષો “પૂર્ત” કહે છે.
પ્રશ્નઃ- આ કાર્યોને “પૂર્ત” કહેવાનું કારણ શું? ત્યાં “પૂર્ત”નો અર્થ શું?
ઉત્તરઃ- આવા કાર્યોને જે “પૂર્ત” કહેવાય છે. તે પૂર્વપુરુષોએ કરેલી પરિભાષાથી કહેવાય છે. પરિભાષા એટલે તેવા પ્રકારનો સંકેત, તેથી આ સાંકેતિક શબ્દ છે. એમ જાણવું.
આ પ્રમાણે સાંસારિક દેવો અને મુક્તદેવો એમ બે પ્રકારના દેવો હોય છે. તે બન્નેમાં જે સાંસારિક દેવો છે તેના અનેક ભેદો છે. તેથી તેઓની ઇચ્છાપૂર્યાદિ લૌકિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org