________________
ગાથા : ૧૧૬-૧૧૭ યોગદષ્ટિ સમુચ્ચય
૩૭૫ જે કંઈ આપે તે “દાન” કહેવાય. પરંતુ તે જ રાજા આદિ ધનવાન પુરુષોએ યજ્ઞ પ્રારંભ્યો હોય અને યજ્ઞમાં ઉપરોક્ત વિધિએ મૂકાયેલું એવું જે હિરણ્યાદિ યાચકોને અપાય તે ઇષ્ટ કહેવાય છે. કારણ કે તેમાં વિશેષ લક્ષણનો યોગ છે.
(૧) પદાધિકારી એવા પુરોહિતો વડે મત્રના સંસ્કારો વડે સંસ્કારિત થયેલું આ હિરણ્યાદિ છે. (૨) બ્રાહ્મણોની સમક્ષ અપાય છે. એટલે અન્ય બ્રાહ્મણોના પણ તેમાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. (૩) વેદિકામાં મૂકાયેલું છે. એટલે યજ્ઞના અધિષ્ઠિત તે તે દેવને ભેટ ધરાયેલું છે. આવા પ્રકારના ત્રણ વિશેષ લક્ષણોવાળું આ હિરણ્યાદિ છે. તેથી તેને માત્ર “દાન” ન કહેતાં “ઇષ્ટ” કહેવાય છે. તથા યાચક લોકો પણ આવા પ્રકારનું વિધિયુક્ત સંસ્કારિત થયેલ હિરણ્યાદિ પોતાને મળે એમ વિશેષ “ઇચ્છે છે” તેથી તેને “ઇષ્ટ” કહેવાય છે.
ઉદાહરણ તરીકે જૈનદર્શનમાં સિદ્ધચક્ર પૂજન આદિમાં અપાતી રાખડી તે મન્નોથી મંત્રિત હોવાથી, પૂજનમાં મૂકાયેલી હોવાથી સામાન્ય રાખડી કરતાં વિશેષ લક્ષણોવાળી બનવાથી અને તેના અર્થી જીવો તેવી રાખડીને વિશેષ ઇચ્છતા હોવાથી અપેક્ષાએ
ઈષ્ટ” કહેવાય છે. તથા ઇતર દર્શનોમાં પ્રભુના મંદિરોમાં અપાતો “પ્રસાદ” પ્રભુને ધરાયેલો હોવાથી અને તેવા પ્રકારના મંત્રાક્ષરો વડે મંત્રિત હોવાથી સામાન્ય સર્વે પ્રજા તેને ઇચ્છે છે એટલે “ઈષ્ટ” કહેવાય છે. તેમ અહીં પણ જાણવું.
સારાંશ કે યજ્ઞમાં મન્ચાક્ષરો વડે મત્રિત અને વેદીમાં મૂકાયેલું એવું જે હિરણ્યાદિ અપાય તે “ઈષ્ટ” કહેવાય છે. તે ૧૧દ તથા-હવે પૂર્તનો અર્થ જણાવે છે.
वापीकूपतडागानि देवतायतनानि च ।
अन्नप्रदानमेतत्तु, पूर्तं तत्त्वविदो विदुः ॥ ११७॥ ગાથાર્થ = વાવડી, કૂવા, તળાવ આદિ બંધાવવાં, દેવમંદિરો કરાવવા અને વાચકોને અન્નનું દાન કરવું આ સર્વે “પૂર્તિ” કહેવાય છે. એમ વિદ્વાન પુરુષો કહે છે. તે ૧૧૭ |
ટીકા -“વાવ તાનિ'' નો સિદ્ધાચેવ, “તેવતાવતના ત્ર” વતિવિનિ = તથા “અન્નકલાન'' વિશ્વમેવ, “તત્ત્વવધૂત,શિમિયાદ“પૂર્વ વિો વિ” રૂતિ પૂર્તપરિભાષા તત્ત્વવિદો વિન્તિ ૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org