________________
ગાથા : ૧૧૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૭૭ પરોપકારનાં કાર્યો કરવા રૂપ ભક્તિ ચિત્રા=અનેકવિધ છે. અને મુક્તદેવો એક પ્રકારના છે. તેથી તેઓની શમસારવાળી ભક્તિ એક જ પ્રકારની છે. એમ સમજાવ્યું. હવે સાંસારિક દેવોની ભક્તિરૂપે કરાતાં આ ઈચ્છાપૂર્નાદિ કાર્યોમાં સમાન કાર્ય કરનારાઓ પણ આન્તરિક (હૃદયગત) આશયભેદથી ભિન્ન-ભિન્ન ફલ પામે છે. તે પણ જણાવે છે. आन्तरं हेतुमधिकृत्याह
હૃદયમાં રહેલા આન્તરિક કારણને લઈને પણ આ ઇષ્ટાપૂર્યાદિ કાર્યો ભિન્ન-ભિન્ન ફળવાળાં બને છે. તે જણાવે છે.
अभिसन्धेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि ।
परमोऽतः स एवेह, वारीव कृषिकर्मणि ॥ ११८ ॥ ગાથાર્થ = સમાન પણ અનુષ્ઠાનમાં તેવા પ્રકારના આશયથી ફળ ભિન્નભિન્ન થાય છે. આ કારણથી ખેતીની ક્રિયામાં પાણીની જેમ ફળસિદ્ધિમાં તે આશય જ પ્રધાન કારણ છે. || ૧૧૮ |
ટીકા-“મfમજેતથવિથાશયનક્ષત્” | વિદિત્ય- fમન્ન'' સંસારિવસ્થાનાદ્ધિ, “મનુષાનેવિ દિ" રૂછાતી, “પરમ:' પ્રથાન:, મતિઃ IRUI[ “સ વિમન્જિરેવ,” “” પત્નસિદ્ધી, લિંવહિત્ય€િ=વારીવ ઋષિમm” કૃતિ દાતા, પરમો નોવેરૂઢથી ૫ ૨૨૮
વિવેચન - બાહ્ય આચરણ રૂપે કરાતાં ઈષ્ટાપૂર્યાદિ કોઈપણ ધાર્મિક અનુષ્ઠાનો જુદા-જુદા જીવો વડે એક સરખી રીતે સમાનપણે જ કરાતાં હોય તો પણ તે અનુષ્ઠાનો આચરતી વખતે સૌ સૌના હૃદયમાં તેવા તેવા પ્રકારના જુદા જુદા આશયો સ્વરૂપ અભિસન્ધિથી સંસારી દેવોના સ્થાનાદિની પ્રાપ્તિરૂપ ફળ ભિન્ન-ભિન્ન પ્રાપ્ત થાય છે.
જેમ ખેતી કરનારા સર્વે ખેડૂતો ખેતી કરવાની ક્રિયા (ખેતર ચોકખું કરવું. બીજ વાવવું. ખાતર નાખવું. પાણી પાવું) ઈત્યાદિ સરખી (સમાન) રીતે કરે તો પણ જે ખેડૂતો મીઠું પાણી ખેતીમાં પાય તો તેને વિશેષ ફળસિદ્ધિ થાય, મોળું પાણી પાય તો સામાન્ય ફળસિદ્ધિ થાય. અને ખારું પાણી પાય તો તદન અલ્પફળસિદ્ધિ થાય અથવા કદાચ ફળસિદ્ધિ ન પણ થાય. તેવી રીતે ઈષ્ટાપૂર્નાદિ અનુષ્ઠાન સમાન આચરવા છતાં પણ કોઈ મરણના ભયથી, કોઈ યશકીર્તિની ઇચ્છાથી, કોઈ સ્વર્ગના સુખની ઇચ્છાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org