________________
૩૬૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦૫
છતાં પણ અસર્વદર્શી (છદ્મસ્થ-અકેવલી) એવા સર્વ પ્રમાતાઓ વડે તેમના સર્વજ્ઞાણાના વિશેષ સ્વરૂપનું જ્ઞાન કરી શકાતું નથી. જેમ મહાવિદ્વાન્ પુરુષની જ્ઞાનની માત્રાને તેના સરખા મહાવિદ્વાન્ જ સમજી શકે. અલ્પજ્ઞ-અબુધ જીવો કંઈ પણ ન સમજી શકે. તેમ સર્વજ્ઞ મહાત્માઓની અતીન્દ્રિય એવી સર્વજ્ઞતા વિશેષે વિશેષે તો તેઓની સમાન એવા પારમાર્થિક સર્વજ્ઞ જ જાણી શકે. અસર્વદર્શી ન જાણી શકે. તેથી જે અપૂર્ણજ્ઞાની છે. તે પૂર્ણ જ્ઞાનીના વિશેષ સ્વરૂપને પ્રત્યક્ષ જોઈ-જાણી શકતો નથી. કલ્પનાઓ દ્વારા, પ્રાપ્ત થયેલાં આગમો દ્વારા અને પ્રાપ્ત થયેલા ગુરુ ગમ દ્વારા જ સર્વજ્ઞતાનું વિશેષ સ્વરૂપ કહ્યું છે. જાણે છે. તેથી અપૂર્ણ જ્ઞાનીના જ્ઞાનમાં સર્વજ્ઞોના સ્વરૂપને જાણવાનો ભેદ અવશ્ય રહેવાનો જ છે. જાણનારા આ જીવો પોતે અસર્વદર્શી હોવાથી વસ્તુના સ્વરૂપના કોઈ એક અંશને પકડે, તો કોઈ તે જ વસ્તુના બીજા અંશને પકડે. કોઈ ત્રીજા અંશને પકડે, એટલે છ અંધ પુરુષો હાથીને એક એક અંશ ગ્રાહીપણે ભિન્ન-ભિન્ન રીતે વર્ણવે છે. એ જ રીતે અસર્વદર્શી સર્વે તન્ત્રાન્તરીયો સર્વજ્ઞના વિશેષવર્ણનમાં અપૂર્ણ હોઈ ભિન્નભિન્ન અભિપ્રાય ધરાવે છે. જેમ કે
(૧) શૈવદર્શનકારો તે સર્વજ્ઞને અનાદિ શુદ્ધ અને સર્વગત કહે છે. (૨) બૌદ્ધ તે સર્વજ્ઞને સાદિ-પ્રતિક્ષણ વિનાશી અને અસર્વવ્યાપી માને છે. (૩) જૈનો તે સર્વજ્ઞને સાદિ-અનંત અને અસર્વવ્યાપી માને છે. (૪) નૈયાયિક-વૈશેષિકો-ગુણરહિત, નિત્ય અને સર્વવ્યાપી માને છે.
આ પ્રમાણે સર્વજ્ઞના વિશેષવર્ણનને આશ્રયી અસર્વદર્શી જ્ઞાતાઓમાં પરસ્પર ભેદ છે. આ પ્રમાણે સર્વજ્ઞનું વિશેષ સ્વરૂપ અસર્વદર્શી આત્માઓ વડે જાણી શકાતું ન હોવાથી “આ ભગવાન્ સર્વજ્ઞ છે” એટલી જ માત્ર સર્વજ્ઞતા સ્વીકારવા રૂપ “સામાન્ય લક્ષણ વડે” જ સર્વે પ્રમાતાઓ સર્વજ્ઞને માનનારા છે. એટલે કે સર્વજ્ઞને આશ્રયે આશ્રિત થયેલા છે. સર્વજ્ઞને આશ્રિત થયેલા તે કહેવાય કે જેઓ “સર્વજ્ઞની આજ્ઞાને નિષ્કપટભાવે ઔચિત્યયોગે પાલન કરતા હોય. આ પ્રમાણે સર્વજ્ઞપણા રૂપ સામાન્ય માત્રથી સર્વે પ્રમાતાઓ સર્વજ્ઞને સ્વીકારવામાં એક છે. પરસ્પર કોઈ ભેદ નથી. માત્ર કોઈક પ્રમાતાઓએ સર્વજ્ઞતાની સ્થાપના યોગ્યમાં જ કરેલી છે અને કોઇએ અન્યત્ર કરેલી છે. તેથી જૈન, બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક આદિએ માનેલા સર્વજ્ઞ એક છે. સમાન છે. સર્વજ્ઞની માન્યતા યોગ્યમાં અને અન્યત્ર હોવાથી તત્કથિત આચારોની આચરણા ભિન્નભિન્ન હોવા છતાં પણ, ક્રિયા વ્યવહાર જુદો હોવા છતાં પણ “જે સર્વજ્ઞ હોય તે જ ભગવાન છે” એવી સર્વજ્ઞપણા માત્રની માન્યતા સમાન હોવાથી સર્વે પ્રમાતાઓ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org