________________
ગાથા : ૧૦૯-૧૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૬૭ છે. એક છે. તત્ત્વથી કોઈપણ જાતના ભેદ નથી. કારણ કે જો “સર્વજ્ઞપણામાં” ભેદ હોય તો તે વાસ્તવિક સર્વજ્ઞ જ ન હોઈ શકે.
મહાત્મા પુરુષોને આ પ્રમાણે સર્વજ્ઞામાં તત્ત્વથી ભેદ જણાતો નથી. બાહ્યસ્વરૂપ ભિન્ન હોવા છતાં આન્તરિક સ્વરૂપમાં ભેદ નથી જ એમ મહાત્મા પુરુષોએ આ તત્ત્વ જાણવું. / ૧૦૯ || शास्त्रगर्भमेवोपपत्त्यन्तरमाह
નામભેદ હોવા છતાં અર્થભેદ ન હોવાથી સર્વજ્ઞ એક જ છે. એ વિષયની સિદ્ધિ માટે શાસ્ત્રથી ગર્ભિત (શાસ્ત્રોક્ત) એવી બીજી યુક્તિ જણાવે છે
चित्राचित्रविभागेन, यच्च देवेषु वर्णिता ।
भक्तिः सद्योगशास्त्रेषु, ततोऽप्येवमिदं स्थितम् ॥ ११०॥ ગાથાર્થ = અતિશય શ્રેષ્ઠ એવા યોગના શાસ્ત્રોમાં દેવોને ઉદેશીને ચિત્ર (ભિન્ન-ભિન્ન) અને અચિત્ર (સમાન) એમ બે પ્રકારના વિભાગ દ્વારા ભક્તિ જે કારણથી વર્ણવેલી છે તે કારણથી પણ આ તત્ત્વ આમ જ છે. ૧૧૦ |
ટીકા -“વિત્રવિત્રવમન” વયનાન્નિક્ષોન, “વેષ વર્જાિતા'' लोकपालमुक्तादिषु, “भक्तिः: सद्योगशास्त्रेषु" सौवाध्यात्मचिन्ताशास्त्रेषु । તપ” વારંપતિ, “વમ સ્થિત'' પ્રસ્તુતિ ૨૦ |
વિવેચન - ઉત્તમ એવાં જે જે યોગધર્મને સમજવાનારાં શાસ્ત્રો છે. એટલે કે “અધ્યાત્મ માર્ગનું વિશેષ વિશેષ ચિંતન-મનન પોતપોતાના દર્શનોની અંદર જે જે શાસ્ત્રોમાં છે. તે તે શાસ્ત્રોમાં દેવોને ઉદેશીને કરાતી ભક્તિ બે પ્રકારની સમજાવી છે કારણ કે દેવો બે પ્રકારના છે. તેથી તેઓની આરાધના માટે ભક્તિ પણ બે પ્રકારની છે. ભક્તિના બે ભેદ- (૧) ચિત્ર (ભિન્ન-ભિન્ન) (૨) અચિત્ર (સમાન.) દેવોના બે ભેદ- (૧) લોકપાલાદિ (સંસારી દેવો) (૨) મુક્ત (સંસારાતીત દેવ)
લોકપાલ આદિ (ઈન્દ્ર-સામાનિક-ત્રાયન્ટિંશ ઇત્યાદિ અથવા ભવનપતિ- વ્યંતરજ્યોતિષ્ક-વૈમાનિક ઇત્યાદિ) દેવોને ઉદ્ઘી કરાતી ભક્તિ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારની છે. કારણ કે આ દેવો સંસારી હોવાથી રાગ-દ્વેષ અને અજ્ઞાનતાના દોષથી યુક્ત છે. કોઈ દેવ કોઈ વસ્તુનો અર્થી હોય અને કોઈ દેવ બીજી જ વસ્તુનો અર્થી હોય. તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org