________________
૩૬૯
ગાથા : ૧૧૧-૧૧૨
યોગદષ્ટિ સમુચ્ચય ટીકા-“સંરિપુ દિ પુ” નોાિનાવિન્યુ “મવિક્તઃ” સેવા, “તારમિન” સંપારિવામિનાં, “તવતતે પુનઃ” સંતરાતીને તુ “તત્તે તત્તરतार्थयायिनां" संसारातीतमार्गयायिनां योगिनां भक्तिः ॥ १११॥
વિવેચન :- ઉપર ૧૧૦મી ગાથામાં જે કહેવામાં આવ્યું છે, તે જ વાત વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે. દેવો બે પ્રકારના છે. સંસારમાં રહેલા જન્મ-મરણ પર્યાયવાળા (કર્મવાળા) સાંસારિક ભોગ વિલાસ યુક્ત એવા જે દેવો તે, લોકપાલાદિ તથા સંસારથી મુક્ત=જન્મમરણ વિનાના (કર્મ વિનાના), ભોગ વિલાસથી રહિત, પોતાના ગુણોમાં જ રમણતા કરનારા એવા જે દેવો (એટલે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માઓ) તે મુક્તદેવો. આ બન્ને પ્રકારના દેવોમાં જવાની રુચિવાળા સંસારીજીવો પણ બે પ્રકારના છે. કોઈ જીવો સંસારી (ભોગ વિલાસવાળા) દેવોમાં ઉત્પન્ન થવાની રુચિવાળા હોય છે. અને કોઈ જીવો (સંસારથી વૈરાગી બનેલા યોગી મહાત્માઓ) મુક્તગત દેવોમાં જવાની રુચિવાળા હોય છે.
આ પ્રમાણે જે જીવો લોકપાલાદિ સંસારી દેવોમાં ઉત્પન્ન થવાની રુચિવાળા છે, તે જીવો તે દેવોની ભક્તિ કરે છે. અને તે દેવો લોકપાલ-ઈન્દ્ર-સામાનિક આદિ ભેદે તથા ભવનપતિ- વ્યંતર-જ્યોતિષ્ક આદિ ભેદે ચિત્ર-વિચિત્ર હોવાથી અને તે તે દેવોની ઇચ્છા પણ ભિન્ન-ભિન્ન હોવાથી તેઓની ભક્તિ કરનારા જીવોની ભક્તિ પણ ચિત્રવિચિત્ર હોય છે. (આજે સંસારમાં આ વાત અનુભવસિદ્ધ છે કે લોકો કોઈ દેવની સામે શ્રીફળ મૂકે છે. કોઈ દેવની સામે સુખડી મૂકે છે. કોઈ દેવની સામે તેલ-સિંદુર ચઢાવે છે. કોઈ દેવોને ભિન્ન-ભિન્ન રંગોની ધ્વજા મૂકે છે ઇત્યાદિ.)
પરંતુ સંસારાતીત (એવા મુક્તિસ્થાન)માં જવાના અર્થી જીવોની ભક્તિ સંસારાતીત (સર્વકર્મોથી રહિત થઈ શુદ્ધ-બુદ્ધ થયેલા) એવા સિદ્ધ પરમાત્મા રૂપ તત્ત્વને વિષે જ હોય છે. અને તે સિદ્ધ પરમાત્મા રૂપ “સંસારાતીત તત્ત્વ” એક જ પ્રકારનું હોવાથી તેઓને ઉદેશીને કરાતી ભક્તિ સર્વકાલે અચિત્ર (એક પ્રકારની) જ હોય છે. સિદ્ધ પરમાત્માને ઉદેશીને કરાતી અચિત્ર એવી એક ભક્તિ શું હોય છે? તે હવે પછીની ગાથામાં કહેવાય જ છે. આ પ્રમાણે ભક્તિ એક પ્રકારની હોવાથી “સર્વે સર્વજ્ઞા આત્માઓ સર્વજ્ઞતાથી એક છે.” I૧૧૧|| अनयोर्विशेषमाह
આ બન્ને પ્રકારની ભક્તિમાં વિશેષતા જણાવે છેचित्रा चाद्येषु तद्राग-तदन्यद्वेषसङ्गता । अचित्रा चरमे त्वेषा, शमसाराखिलैव हि ॥ ११२॥
ચો. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org