________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
विशेषस्तु पुनस्तस्य, कात्स्र्त्स्न्येनासर्वदर्शिभिः ।
=
सर्वैर्न ज्ञायते तेन, तमापन्नो न कश्चन ॥ १०५ ॥ ગાથાર્થ વળી તે સર્વજ્ઞનું વિશેષસ્વરૂપ (ભેદાત્મક સ્વરૂપ) સંપૂર્ણપણે અસર્વદર્શી એવા સર્વે વડે જાણી શકાતું નથી. તેથી કોઇ (અસર્વદર્શી) તે સર્વજ્ઞને (વિશેષપણે-ભેદસ્વરૂપે જાણવા રૂપે) આશ્રિત થઇ શકતો નથી. ॥ ૧૦૫॥
4.
ટીકા -‘‘વિશેષસ્તુ’-મેવવ, ‘“પુનસ્તસ્ય’’ સર્વજ્ઞસ્ય, ‘‘જાન’’ ‘ઞસર્વિિમિ: ’’- પ્રમાતૃમિ: સર્વે મૈં વિજ્ઞાયતે, '' તદ્દવર્ણનાત, વર્શનેऽपि तज्ज्ञानागतेः, "तेन" कारणेन "तं" सर्वज्ञं आपन्नः ** પ્રતિપત્રો ‘‘7
44
જીના સર્વવર્શી'' | ૨૦ ્॥
ગાથા : ૧૦૫
::
વિવેચન :-તે સર્વજ્ઞનું વિશેષ સ્વરૂપ અર્થાત્ પરસ્પર જે ભેદ છે તે સ્વરૂપ અસર્વદર્શી (છદ્મસ્થ) એવા સર્વે પ્રમાતાઓ વડે સંપૂર્ણપણે જાણી શકાતું નથી. કારણ કે જાણનાર પ્રમાતા અસર્વદર્શી (છદ્મસ્થ) હોવાથી પૂર્ણપણે વિશેષ સ્વરૂપ તેને દેખાતું નથી કારણ કે આ અનેક સર્વજ્ઞોમાં કોણ વાસ્તવિક સર્વજ્ઞ છે? અને કોણ વાસ્તવિક સર્વજ્ઞ નથી? કોણ અનાદિકાળથી સર્વજ્ઞ છે? અને કોણ સાદિકાળથી સર્વજ્ઞ છે? કોણ સર્વવ્યાપી છે? અને કોણ શ૨ી૨વ્યાપી છે? કોણ પુનર્જન્મ પામનાર છે? અને કોણ પુનર્જન્મ પામનાર નથી ? ઇત્યાદિ વિશેષસ્વરૂપ”વાર્થેનાસર્વપ્રમાતૃમિ: સર્વેન વિજ્ઞાયતે-અસર્વદર્શી એવા સર્વે પ્રમાતાઓ વડે સંપૂર્ણપણે જાણી શકાતું નથી. કારણ કે આ જાણનાર સર્વે પ્રમાતા પોતે “અસર્વદર્શી હોવાથી'' સર્વજ્ઞોનું આ સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે ઇત્યાદિ વિશેષ સ્વરૂપ જાણી શકતા નથી. કદાચ જાણે તો પણ ઇન્દ્રિયગોચર ભાવો જ જાણે છે. એટલે કોનું શરીર કેવું? કેટલી ઉંચાઇવાળું? કેવા રૂપવાળું? ઇત્યાદિ ઇન્દ્રિયગોચર ભાવમાત્ર જાણે, પરંતુ કયા આત્માનું જ્ઞાન કેટલું? શું પૂર્ણ જ્ઞાન છે ? કે અપૂર્ણ જ્ઞાન છે? ઇત્યાદિ તો ન જ જાણે. તદ્દનપિતાના તેઃ- કદાચ કોઇ બાહ્ય લિંગોથી (અષ્ટ મહાપ્રતિહાર્યાદિ અથવા દેવો વડે કરાતી સેવા પૂજા આદિ હિંગોથી) તેઓની વિશેષતાનું દર્શન થાય છે. પણ તા=તેઓના જાણપણાનો (તેઓના જ્ઞાનનો) બોધ તો અનાતેઃ-આવતો જ નથી. આ મહાત્માઓનું જ્ઞાન કેટલું છે? શું પૂર્ણ છે? કે શું અપૂર્ણ છે? એમ તેઓના જ્ઞાનનું જ્ઞાન થતું નથી. (અહીં ‘તત્ત્ત+ઞના તેઃ '' એમ જાણવું.)
આ પ્રમાણે સર્વજ્ઞ મહાત્માની “સર્વજ્ઞતાનું” વિશેષ સ્વરૂપ જાણવાની ઇચ્છા હોવા
Jain Education International
૩૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org