________________
૩૫૮
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦૪
લક્ષણ તેને માન્ય છે. તે મુખ્ય સર્વજ્ઞ માન્યા વિના આ દેવોમાં પણ સર્વજ્ઞપણાની બુદ્ધિ ન કરત. માટે આ રીતે તે અન્ય દેવના ઉપાસકો પણ પારમાર્થિકપણે તો મુખ્ય (સાચા) સર્વજ્ઞના જ ઉપાસક છે. તેની જ સેવા કરે છે. તે પદને જ ઈચ્છે છે. તેના જ શરણે ગયેલા છે. માત્ર તફાવત એટલો જ છે કે જે સમ્યગ્દષ્ટિ છે. તેમણે વીતરાગ-સર્વજ્ઞમાં સર્વજ્ઞબુદ્ધિ કરેલી છે. સાચા સર્વજ્ઞ પરમાત્માના તે નિકટવર્તી સેવક છે અને જે મિથ્યાદૃષ્ટિ છે તે તન્ત્રાન્તરીયો પણ “સર્વજ્ઞત્વના” જ અને “વીતરાગતાના” જ ઉપાસક છે પરંતુ મિથ્યાત્વનો ઉદય હોવાથી અસર્વજ્ઞમાં સર્વજ્ઞતા અને અવીતરાગમાં વીતરાગતા સ્થાપીને સર્વજ્ઞતા અને વીતરાગતાના ઉપાસક બન્યા છે તેથી સાચા વીતરાગ-પરમાત્માના તે દૂર-દૂરતરવર્તી પણ અવશ્ય ઉપાસક છે. એક નિકટવર્તી ઉપાસક છે. બીજા દૂર-દૂરતરવર્તી ઉપાસક છે. આટલો જ આ બન્નેમાં તફાવત છે. બન્ને મુખ્ય “સર્વજ્ઞતા” ગુણના જ ઉપાસક છે. આ જ સાચી ન્યાયની નીતિ-રીતિ છે. કારણ કે તન્ત્રાન્તરીયોને પણ સર્વજ્ઞની સેવા-પૂજા કરીને સર્વજ્ઞ થવાનો ભાવ છે. ભગવાનની સેવા-પૂજા કરીને પણ પોતાને ભગવાન્ થવાનો જ ભાવ છે. માટે તેઓ પણ અન્ય દેવોના આશ્રયે મુખ્ય “સર્વજ્ઞતાના” જ બધા ઉપાસક છે. “મુખ્ય સર્વજ્ઞતા” સર્વત્ર એક જ છે.
સર્વજ્ઞતા રૂપ આ સામાન્ય લક્ષણ જેણે સ્વીકાર્યું છે તે ભલે મંદમિથ્યાત્વના ઉદયથી તન્ત્રાન્તરીય હોય, અનુચિત સ્થાને સર્વજ્ઞતા કલ્પી લીધી હોય તો પણ સર્વજ્ઞતા સ્વીકારેલી હોવાથી કાળ પાકતાં અને મિથ્યાત્વ દૂર થતાં સર્વજ્ઞતાની માન્યતા યથાસ્થાને આવતાં વાર લાગશે નહીં. માટે આવા જીવો પણ અન્ય-અન્ય દેવના નામે પણ સર્વજ્ઞની જ ભક્તિ-સેવા-પૂજા કરનારા છે. માત્ર સર્વજ્ઞતાની કલ્પના અન્યત્ર હોવાથી મુખ્ય સર્વજ્ઞથી તે કંઈક દૂર-દૂરતરવર્તી સર્વજ્ઞના સેવક છે. છતાં તેઓ પણ મુખ્ય સર્વજ્ઞના સેવક તો અવશ્ય છે જ. આવા અર્થો સમજાવવામાં ગ્રંથકારશ્રીની કેટલી ઉદારતા છે અને કેટલી વિશાળ ગંભીરતા છે. તે તરી આવે છે અને યથાર્થ નિષ્પક્ષપાતી જીવોને જ આ વાત સમજાય છે. || ૧૦૪ |
પ્રશ્ન :- આ પ્રમાણે “સર્વજ્ઞ”નું સામાન્ય લક્ષણ જેઓએ જાણ્યું છે પરંતુ તેઓએ સર્વજ્ઞ સર્વજ્ઞ વચ્ચેના ભેદને જણાવનારું એવું વિશેષ લક્ષણ ન જાણ્યું હોવાથી સર્વજ્ઞની વિશેષપણે પ્રતીતિ કેવી રીતે થાય? અને વિશેષપણે પ્રતીતિ અને પ્રતિપત્તિ (ભિન્ન-ભિન્નપણે ઓળખાણ અને સ્વીકાર) થયા વિના સાચી સેવા અને સાચી ફળપ્રાપ્તિ પણ કેવી રીતે થાય? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org