________________
ગાથા : ૧૦૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૬૧ સર્વજ્ઞને આશ્રિત છે સર્વજ્ઞતા માત્ર ગુણવડે એક સરખા સમાન સર્વજ્ઞને અનુસરનારા છે. આ જ વાત ગ્રંથકાર હજુ ૧૦૬ થી ૧૦૯માં વધુ સ્પષ્ટ સમજાવે છે.
तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । निर्व्याजं तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ॥ १०६॥
ગાથાર્થ = તે કારણથી જે મનુષ્ય આ સર્વજ્ઞને નિષ્કપટભાવે “સર્વશપણારૂપ સામાન્ય માત્રથી પણ સ્વીકારે છે. એ મનુષ્ય તેટલા અંશમાત્રની અપેક્ષાએ બુદ્ધિમંત પુરુષોને (અન્યની સાથે) તે તુલ્ય જ જણાય છે. તે ૧૦૬ ||
ટીકા - “તમસ્જિમીચતોડગ્રેન'' સર્વજ્ઞ, “૩ામ્યુતિ pવ હિ”
સર્વજ્ઞ, “નિર્ચાનવિયોગેન' તકુવતિપાલનપુર: | “તુત્ય तेनांशेन" सर्वज्ञप्रतिपत्तिलक्षणेन “धीमतामनुपहतबुद्धीनामित्यर्थः" ॥ १०६॥
વિવેચન - ઉપર સમજાવ્યા મુજબ જે જે આત્માઓ સામાન્યથી સર્વજ્ઞતાના ગુણ દ્વારા પણ નિષ્કપટભાવે આ સર્વજ્ઞને સ્વીકારે છે તે તે આત્માઓ તેટલા તેટલા અંશે “સર્વજ્ઞત્વરૂપ અંશને સ્વીકારવા વડે” સમાન છે. એકરૂપ છે. અર્થાત્ એક છે. એમ બુદ્ધિમત્ત પુરુષોને લાગે છે. અહીં “નિર્ચાનમ્'' શબ્દ લખીને ગ્રંથકારશ્રી જણાવે છે કે સર્વજ્ઞત્વના સ્વીકારમાં હૃદય સ્વચ્છ હોવું આવશ્યક છે. દંભ-માયા કે બનાવટ ઉચિત નથી. તથા માત્ર નિષ્કપટતા જ હોવી જોઈએ એટલું જ નહીં પરંતુ શવિત્યોન-મન-વચન અને કાયાથી જેટલું ઉચિત- શકય હોય તેટલું “આજ્ઞાપાલન” કરવામાં આચરણા દ્વારા તત્પર હોય તો જ સર્વજ્ઞને સ્વીકાર્યા કહેવાય છે.
“જગતમાં કોઈક સર્વજ્ઞ છે” આટલું જ માત્ર માનવું કે શબ્દથી બોલવું તે સર્વજ્ઞને માન્યા કહેવાય નહીં. પરંતુ શક્તિને અનુસાર તેમની આજ્ઞાનું કપટ વિનાના હાર્દિકભાવથી પાલન કરવું એટલે કે હેય ભાવોમાં નિવૃત્તિરૂપે અને ઉપાદેય ભાવોમાં પ્રવૃત્તિ કરવી તે અર્થાત્ આજ્ઞાપાલનની તત્પરતા તે જ “સર્વજ્ઞની પ્રતિપત્તિ” કહેવાય છે.
સારાંશ કે કોઇપણ દર્શનાનુયાયી “સર્વજ્ઞતત્ત્વમાત્રને” સ્વીકારીને નિર્દભપણે તેમની આજ્ઞાની આરાધનામાં ઔચિત્યપણે તત્પર રહે છે તે સર્વે આત્માઓ તેટલા અંશની અપેક્ષાએ બુદ્ધિશાળી મહાત્માઓને સમાન લાગે છે. એક સરખા સમાન જણાય છે. ભલે તે જૈન હોય, બૌદ્ધ હોય, સાંખ્ય હોય, નૈયાયિક હોય, વૈશેષિક હોય કે વૈદાન્તિક હોય. પરંતુ “સર્વજ્ઞતા”રૂપ સામાન્ય અંશ સ્વીકારવા વડે અને તત્કથિત માર્ગ એ જ આરાધવા યોગ્ય છે. એમ માનવા વડે સર્વે સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org