________________
ગાથા : ૯૬ યોગદષ્ટિ સમુચ્ચય
૩૩૯ પ્રતિવાદીની તર્ક અને ઉદાહરણથી સિદ્ધ થતી વાતનો વિરોધ કરે તો તે જ રીતે પોતાના સાથને સાધતી વખતે ઉપયોગ કરાતા તર્ક અને ઉદાહરણવાળી નીતિનો પણ વિરોધ થવાનો પ્રસંગ આવે. માટે કેવળ તર્ક અને દષ્ટાન્તથી સાધ્ય સિદ્ધ થતું નથી પરંતુ લોકના અનુભવની અને આગમની પ્રમાણતા પણ માનવી જોઇએ. તેથી આવા કુતર્કોના પનારે કોઈ દિવસ પડવું નહીં. કુતર્ક એ મગજને ડોળનાર મલીનતા માત્ર જ છે. કુતર્કવાળા પ્રતિવાદીને કેવા કેવા કુત્સિત તર્કો મગજમાં સૂઝે છે? અને તેને સાધવા પ્રત્યક્ષથી સર્વથા વિરુદ્ધ કેવાં કેવાં દૃષ્ટાન્તો તે શોધી લાવે છે. તેના એક-બે નમુના ગ્રંથકારશ્રી આગળની ગાથામાં જણાવે છે. | ૯૫ll દૈવ દષ્ટાન્તમાદઃ અહીં કુતર્કનાં જ બીજાં દષ્ટાન્ત કહે છે.
द्विचन्द्रस्वप्नविज्ञान-निदर्शनबलोत्थितः ।।
निरालम्बनतां सर्वज्ञानानां साधयन् यथा ॥९६॥
ગાથાર્થ = બે ચંદ્રનું જ્ઞાન, અને સ્વપ્ન સંબંધી જ્ઞાન, ઇત્યાદિ દૃષ્ટાન્તના બળથી ઉત્પન્ન થયેલો આ કુતર્ક સર્વ જ્ઞાન માત્રની નિરાલંબનતાને જે સાધે છે તે (કોના વડે) રોકાય? અર્થાત્ કોઇવડે રોકી શકાતો નથી. / ૯૬
ટીકા - ‘રિઝર્વનવિજ્ઞાનનિવસ્થિત” રૂત્તિ નિતનવાહર ખેતસામેથ્યપાત: “નિરાનિષ્ણતામાનqનશ્ચત” સર્વજ્ઞાનના''-મૃષિાનलादिगोचराणाम् अविशेषेण-सामान्येन "साधयन् यथा" केनापोद्यते ? ॥ ९६॥
વિવેચન -શુષ્ક તર્કવાદી બૌદ્ધનું કુતર્કના વિષયમાં અર્થક્રિયાકારિત્વની બાબતમાં એક દષ્ટાન્ત પહેલાં જણાવ્યું છે. હવે તેનું જ બીજું દૃષ્ટાન્ત ગ્રંથકારશ્રી સમજાવે છે. બૌદ્ધદર્શનના ચાર ભેદ છે. (૧) સૌત્રાન્તિક, (૨) વૈભાષિક, (૩) યોગાચાર અને (૪) માધ્યમિક. આ ચાર ભેદમાંથી ત્રીજા યોગાચારવાદીને જ્ઞાનવાદી પણ કહેવાય છે. તે ત્રીજા યોગાચારવાદી અર્થાત્ જ્ઞાનવાદીનું જ આ દષ્ટાન્ત છે. જ્ઞાનવાદીનું બીજું નામ જ્ઞાનાદ્વૈતવાદી પણ છે. તેમનો મત એવો છે કે આ સંસારમાં જ્ઞાન એ જ એક વાસ્તવિક વસ્તુ છે. પારમાર્થિક છે. સત્ય છે. જ્ઞાન વિના બીજા પ્રત્યક્ષ દેખાતા બધા જ પદાર્થો-ઘટ-પટ-પુરુષ-સ્ત્રી-ઘર-સુવર્ણ-રૂપું વગેરે પદાર્થો મિથ્યા છે. માત્ર આભાસ રૂપ છે. નજર સમક્ષ દેખાતી સર્વ વસ્તુઓ એ વસ્તુઓ જ નથી. અવાસ્તવિક છે. ભ્રમ માત્ર છે. તેમાં વસ્તુની કલ્પનામાત્ર છે. પરંતુ ઘટ-પટ જેવો પદાર્થ તે ભૂમિ ઉપર કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org