________________
૩૫૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦૧ ટકા -“મામૈનાતવરને’ નક્ષત્ર, “અનુમાન” ત્રિન્જિલિજ્ઞાનરૂપે, “જાણ્યાન ” વિદિતાનુષ્ઠાનાત્મન, “રિયા પ્રમ્પયન પ્રજ્ઞાमुक्तक्रमेणैव," अन्यथा हि प्रवृत्त्यसिद्धेः, किमित्याह-“लभते तत्त्वमुत्तमं" पापसम्मोहनिवृत्त्या श्रुतादिभेदेन ॥ १०१॥
વિવેચન - શ્રી પતંજલિ ઋષિ તેમના શાસ્ત્રમાં આ પ્રમાણે કહે છે કે-“આગમ દ્વારા, અનુમાનદ્વારા અને યોગાભ્યાસના રસ દ્વારા પોતાની બુદ્ધિનું મુંજન કરનારા આત્માઓને પરમતત્ત્વની પ્રાપ્તિ થાય છે. પરમતત્ત્વની પ્રાપ્તિના આ જ ત્રણ ઉપાયો છે.”
(૧) આગમ એટલે આપ્તવચન, જેઓએ ઉત્તમ તત્ત્વ સાક્ષાત્ જોયું છે. જે વસ્તુ જેમ છે તેમ સંપૂર્ણપણે યથાતથ્યપણે જેણે તે વસ્તુ જાણી છે, માણી છે, અનુભવી છે, એવા સાક્ષાદ્રષ્ટા સર્વથા નિર્દોષ અને સર્વજ્ઞ, એવા વીતરાગ પરમાત્માના મુખારવિંદમાંથી ઉદ્ભવેલી જે વાણી તે “આગમવચન” છે. છદ્મસ્થ આત્માઓ સાવરણ હોવાથી આવા અતીન્દ્રિય પદાર્થોને જોઈ-જાણી શકતા નથી. તેથી તેઓએ આવા પ્રકારના ઉત્તમોત્તમ રસાયણ સમાન ભગવંતના વચનામૃતમાં જ પોતાની બુદ્ધિને જોડવી જોઇએ, બુદ્ધિનું નિયોજન આપવચનમાં જ કરવું જોઇએ. જ્યાં જ્યાં આપણી દૃષ્ટિ ન પહોંચે ત્યાં ત્યાં જેની દૃષ્ટિ પહોંચી છે તેની આંગળીએ ચાલવું એ જ હિતકારી પરમ શ્રેષ્ઠ માર્ગ છે. માટે પોતાની બુદ્ધિને કુતર્કમાં-કદાગ્રહમાં કે કુત્સિતપુરુષોના સંગમાં, ન જોડતાં સર્વજ્ઞ પરમાત્માના આગમવચનની સાથે જ સંસ્કારિત કરવી. ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિનો આ સૌથી “પ્રથમ ઉપાય” છે.
(૨) ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિનો બીજો ઉપાય “અનુમાન” છે. લિંગ અને લિંગી રૂપે થતું જે જ્ઞાન તે અનુમાન કહેવાય છે. લિંગ એટલે કેતુ-સાધન અને લિંગી એટલે સાધ્ય, એમ અવ્યભિચારી સાધ્ય-સાધનદાવથી પણ ઉત્તમ તત્ત્વ જણાય છે. કોઈ પણ જાતના પક્ષપાત વિના અને કદાગ્રહ વિના ઈષ્ટ સાધ્યને સાધક એવા અવ્યભિચારી નિર્દોષ હેતુની સાથે બુદ્ધિ જોડવી. તેને અનુમાન કહેવાય છે. આગમશાસ્ત્રને શ્રદ્ધાપૂર્વક બુદ્ધિમાં સ્થાપીને તત્કથિત ભાવોને યથાતથ્યપણે જાણવા. સુયુક્તિઓમાં બુદ્ધિનો પ્રયોગ કરવો. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અંતરંગ હૈયાનો દ્વેષ-દુર્ભાવ કે અપ્રીતિ રાખ્યા વિના તથા ખોટો પક્ષ કે આગ્રહ રાખ્યા વિના શુદ્ધ હૃદયથી નિષ્કપટભાવે સાધ્યને સમજવા અને સમજાવવા સારી સારી નિર્દોષ યુક્તિઓ જોડવી. અને ઉત્તમ તત્સાધક ઉદાહરણો પ્રાપ્ત કરવાં. તેમાં સમ્યક્ પ્રકારે મતિને પ્રયુંજવી (સંસ્કારિત કરવી) તે અતીન્દ્રિય પદાર્થોને જાણવાનો અને ઉત્તમ રસાયણતુલ્ય તત્ત્વપ્રાપ્તિનો “બીજો ઉપાય” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org