________________
૩૫૧
ગાથા : ૧૦૧
યોગદૃષ્ટિ સમુચ્ચય (૩) અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનનો અને ઉત્તમતત્ત્વની પ્રાપ્તિનો ત્રીજો ઉપાય “યોગાભ્યાસરસ” છે. મોહનીયકર્મની મંદતા કેમ થાય? અને તેનો ક્ષયોપશમ કેમ વધે? તે માટે શાસ્ત્રોમાં કહેલ જે યોગ-ધાર્મિક અનુષ્ઠાનો (દશવિધ યતિધર્માદિ), તેનો
ગ્યા =વારંવાર સેવન, તે અનુષ્ઠાનોનું વારંવાર સેવન કરવાથી જીવનમાં તેને સાક્ષાત્કાર કરવાનો જે રસ આનંદ, તેના વડે પણ આ ઉત્તમ તત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. સતત યોગનાં અનુષ્ઠાનોના સેવનથી દિન-પ્રતિદિન જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મ અધિક અધિક ક્ષયોપશમભાવને પામે છે. પ્રાપ્ત થયેલી વીર્યશક્તિનો આ ધર્માચરણમાં જ વધુ પ્રયોગ કરવાથી વીર્યાન્તરાય પણ ક્ષણપ્રાય: થતું જાય છે. એમ થતાં જ્ઞાનપ્રાપ્તિમાં ઇન્દ્રિયો અધિક શક્તિમાન્ બને છે. દિવ્ય એવી ૨૮ લબ્ધિઓ આદિ પણ પ્રાપ્ત થાય છે. યોગના પ્રભાવથી જીવનમાં અનેક ચમત્કારો સર્જાય છે. તેનાથી જ્ઞાનધ્યાન-સંયમ અને તપનું બળ વધતાં અતીન્દ્રિયભાવો પણ દેખાય છે. અને પારમાર્થિક તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
આગમ, અનુમાન, અને યોગાભ્યાસ આ ત્રણેમાં ઉપરોક્ત ક્રમ પ્રમાણે બુદ્ધિને સંસ્કારિત કરતો જીવ જ આ તત્ત્વ પામી શકે છે. સૌથી પ્રથમ “આપવચન” પૂર્ણતયા માન્ય અને શ્રદ્ધેય જોઇએ. તેને અનુસારે જ અનુમાનની પ્રવૃત્તિ થવી જોઇએ, કપોલકલ્પિત કલ્પનાના અનુસારે બુદ્ધિના ઘોડા દોડાવાય નહીં. આગમાનુસારી સુયોગ્ય તર્ક યુક્ત અનુમાન સમ્યગૂ જ્ઞાનપ્રાપ્તિનું કારણ બને છે. આગમ અને અનુમાનથી જાણેલું અને માનેલું અને તેથી જ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક હૈયામાં સ્થાપિત કરેલું આ તત્ત્વ જ્યારે અનુષ્ઠાનો દ્વારા આચરણારૂપ બને છે. અનુભવાત્મક બને છે. આ આત્મા તે અનુષ્ઠાનને આચરતો છતો તદ્દરૂપ જ્યારે બની જાય છે ત્યારે તો તે તત્ત્વ આત્મ-અનુભવથી જ સાક્ષાત્કાર થાય છે. એમ ક્રમ પ્રમાણે આ ત્રણ ઉપાયો તત્ત્વપ્રાપ્તિના છે. અન્યથા તત્ત્વની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિ સંભવી શક્તી નથી. લોકોને પ્રવૃત્તિ મનમાની કરવી હોય તો થઈ શકે છે પરંતુ તેવી પ્રવૃત્તિથી “આત્મહિત” થવા રૂપ ફળપ્રાપ્તિ થતી નથી. જો આગમ-અનુમાન અને યોગાભ્યાસ પૂર્વક બુદ્ધિને સંસ્કારિત કરવામાં આવે તો પાપિષ્ઠ (મહાપાપી-ભયંકર) એવો જે સમ્મોહ (મૂઢતા-અજ્ઞાનતા) છે તેની નિવૃત્તિ થવા દ્વારા અપૂર્વ એવા શ્રુતજ્ઞાન અને આદિ શબ્દથી ચિંતાજ્ઞાન તથા ભાવનાજ્ઞાન રૂપ ત્રણ ભેદો વડે આ જીવ પરમ તત્ત્વને પામે છે.
અહીં મોદ શબ્દ ન લખતાં સમ્પોદ શબ્દ લખીને ગ્રંથકારશ્રી જણાવે છે કે તીવ્રમોહ-ગાઢમોહ સમજવો કે જે મુંઝવવા તરીકેનું કામ કરવામાં સભ્ય શ્રેષ્ઠ જરા પણ પાછો ન પડે તેવો જે મોહ તે તીવ્રમોહને સમ્મોહ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org