________________
૩૫૪ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦૨-૧૦૩ જ સર્વજ્ઞમાં ભેદની કલ્પના કરે છે. પોતાના મનમાન્યા દેવને સર્વજ્ઞ માનવા પ્રેરાય છે. તેમાં જ અંજાઈ જઈ તેમના પ્રત્યેના માત્ર દૃષ્ટિરાગથી અંધ બની સર્વજ્ઞમાં પણ ભેદ સ્થાપન કરે છે. તેવા જીવોનો આ મોહમાત્ર જ (અજ્ઞાનતા જ) છે. કેવળ ભ્રાન્તિ જ માત્ર છે. ઉપાસ્ય વ્યક્તિમાં દોષ કે ભેદ હોતો નથી, પરંતુ તેના ઉપાસકો જ કોઈ એક વ્યક્તિ રૂપ દેવ પ્રત્યે અતિશય ભક્તિ અને અતિશય શ્રદ્ધાના મદમાં અહંકારી બની મિથ્યા શ્રદ્ધાના અતિરેકમાં અંધ બની પક્ષપાતી થઈને આવી ભેદની કલ્પના કરી બેસે છે. અને તેનાથી ધર્મઝનુની બની પરસ્પર ઝઘડે છે.
પ્રશ્નઃ- જો સર્વ સર્વજ્ઞ સમાન જ હોય, અને તેમની ધર્મદેશના પણ અભિન્ન અભિપ્રાયવાળી જ હોય તો અજિતનાથથી પાર્શ્વનાથ સુધીના તીર્થકરોની ધર્મદેશના ચાર મહાવ્રતવાળી અને અમુક જ સામાચારીવાળી તથા ઋષભદેવ અને મહાવીર પ્રભુની ધર્મદેશના પાંચ મહાવ્રતવાળી અને દશવિધ સામાચારીવાળી. આ પ્રમાણે ભેદ કેમ?
ઉત્તર :- આ ધર્મદેશના ભિન્ન અભિપ્રાયવાળી નથી. પરંતુ શ્રોતાવર્ગની યોગ્યતાના ભેદને લીધે ભિન્ન લાગે છે. બાવીસ તીર્થંકર પ્રભુના કાળે જીવો ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી થોડામાં ઘણું સમજે તેવા છે. તેથી ચોથા-પાંચમા મહાવ્રતને એક કરીને ચાર કરવામાં આવ્યાં છે. તથા તે કાળે વધારે સામાચારીની આવશ્યકતા નથી. જ્યારે
ઋષભદેવ અને મહાવીર પ્રભુના કાળે ઋજુ-પ્રાજ્ઞને બદલે ઋજુ-જડ અથવા વક્ર- જડ શિષ્યો છે. ત્યારે તે જીવોની યોગ્યતા ન્યૂન હોવાથી તેના કલ્યાણ માટે જ તેની યોગ્યતા પ્રમાણે ભેદ કર્યો છે. પરંતુ તે પારમાર્થિક ભેદ નથી. તાત્ત્વિક ભેદ નથી. તેથી સર્વજ્ઞમાં પરસ્પર ભેદ કદાપિ સંભવતો નથી. તેમના પ્રત્યેના પક્ષપાત યુક્ત વલણથી જ તેમની “અતિશય ભક્તિ” અને અતિશય શ્રદ્ધા યુક્ત જીવોનો જ તેમનામાં ભેદ માનવાનો આ મોહ માત્ર જ છે. ઘોર અજ્ઞાન માત્ર જ છે. ભેદની કલ્પના જ સર્વ અનિષ્ટ પરંપરાનું મૂલ છે. I/૧૦૨ા
થઈત્યાદિ સર્વજ્ઞ સર્વજ્ઞ વચ્ચેનો ભેદ અતિશય ભક્તિવાળા લોકો જ માને છે - તેને મોહ છે એમ કેવી રીતે કહેવાય? તેનો ખુલાસો કરે છે
सर्वज्ञो नाम यः कश्चित्पारमार्थिक एव हि ।
स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥ १०३॥ ગાથાર્થ = જે કોઈ પારમાર્થિક (સાચે સાચ) સર્વજ્ઞ છે તે વ્યક્તિભેદ હોવા છતાં પણ તત્ત્વથી સર્વ ઠેકાણે એક જ છે. ૧૦૩ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org