________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦૩
ટીકા ‘સર્વજ્ઞો નામ ય: ચિર્દવાવિઃ, निरुपचरितः स एक एव सर्वत्र सर्वज्ञत्वेन " ऋषभादिलक्षणे सति ॥ १०३ ॥
વિવેચન :- સર્વશ સર્વજ્ઞ વચ્ચે ભેદ માનવો, એકથી બીજાને ચડતાઉતરતા માનવા તે મોહમાત્ર જ છે કારણ કે અર્ધવા=િજે કોઇ અરિહંત આદિ (અરિહંત-બુદ્ધ-શિવ-શંકર-કણાદ-અક્ષપાદ ઇત્યાદિ) ભિન્ન ભિન્ન નામધારી સર્વજ્ઞ છે. તેમાં જે કોઇ “પારમાર્થિક”=(સાચે સાચ-વાસ્તવિક= ઉપચાર વિનાના) નિરુપચરિતપણે સર્વજ્ઞ છે. ત્રિકાલજ્ઞાની છે. સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના યથાર્થ જ્ઞાતા છે. તે ઋષભદેવઅજિતનાથ-સંભવનાથ ઇત્યાદિ રૂપે વ્યક્તિભેદ ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ “સર્વજ્ઞતા’ રૂપ સામાન્ય લક્ષણ વડે સર્વ સ્થાને એક જ છે. એક રૂપ છે. સમાન જ છે. પરસ્પર અલ્પ પણ તફાવત કે ચડતા-ઉતરતાપણું નથી. સાચા સર્વજ્ઞમાં પરસ્પર ભેદ માનવાનો જરા પણ અવકાશ નથી. સાચા સર્વજ્ઞ વ્યક્તિને અરિહંત-શિવ-બુદ્ધ-શંકરમહાદેવ ઇત્યાદિ જુદા જુદા નામોથી કહેવામાં કંઇ જ દોષ નથી. સાચી સર્વજ્ઞ વ્યક્તિ નીચે મુજબ અર્થયુક્ત હોવાથી બધા જ શુભનામોને યોગ્ય છે.
૩૫૫
" पारमार्थिक एव हि
""
"व्यक्तिभेदेऽपि तत्त्वतः
(૧) બાહ્ય અને અત્યંતર શત્રુને જિતનાર હોવાથી અરિહંત છે.
(૨) તે જ વ્યક્તિ સદા કલ્યાણમય હોવાથી શિવ છે.
मुक्तो बुद्धोऽर्हन्वापि यदैश्वर्येण समन्वितः । तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ॥ बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् ॥ धाताऽसि धीर शिवमार्गविधेर्विधानात् । व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥
11
(૩) તે જ વ્યક્તિ સંપૂર્ણ બોધ (જ્ઞાન)વાળી હોવાથી બુદ્ધ છે.
(૪) તે જ વ્યક્તિ સર્વજીવોને આત્મિક શાન્તિ = સુખ કરનાર હોવાથી શંકર છે. (૫) તે જ વ્યક્તિ સૌથી મોટા દેવ (સર્વને પૂજ્ય) હોવાથી મહાદેવ છે.
આ રીતે સાચેસાચ પારમાર્થિક જે સર્વજ્ઞ છે તે નામ માત્રથી ભિન્ન હોવા છતાં તથા વ્યક્તિભેદ હોવા છતાં પણ સર્વે “સર્વજ્ઞતા' રૂપ સામાન્યલક્ષણ વડે અવશ્ય સમાન છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
॥ શ્રી યોગબિન્દુ-૩૦૨॥
|| ભક્તામરસ્તોત્ર ગાથા-૨૫ ॥
www.jainelibrary.org