________________
૩૫ર યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦૧-૧૦૨ આત્માની સમ્યમ્ બુદ્ધિને તે વિપરીત કરવાના વિશિષ્ઠ બળવાળો હોવાથી પાપિષ્ટ છે. દુર્જય છે. આત્માના અકલ્યાણ કરનાર છે. તેવા પ્રકારના પાપિષ્ઠ એવા સમ્મોહની (તીવ્રમોહની) નિવૃત્તિ થવા વડે આત્મામાં પ્રગટ થયેલા શ્રુતજ્ઞાનાદિ ત્રિવિધ જ્ઞાન વડે આ ઉત્તમતત્ત્વની પ્રાપ્તિ થાય છે. મોહ મંદ થવાથી વીતરાગ પરમાત્માની વાણીમય દ્વાદશાંગીનું તથા તેના ઉપર રચાયેલા અનેક સૂત્રો-ચૂર્ણિ-ભાષ્યો અને ટીકાગ્રંથોનું સૂક્ષ્માતિસૂક્ષ્મ આગમજ્ઞાન આ જીવને પ્રાપ્ત થાય છે. તથા આવા પ્રકારની શ્રુતજ્ઞાનની પરમ આરાધના કરતાં યથાતથ્યપણે સમ્યક્ પ્રકારે તત્ત્વબોધ થાય છે. આ જ અતિશય ઉત્તમ તત્ત્વ છે. માટે કુતર્ક-અભિમાન અને કદાગ્રહનો ત્યાગ કરીને સર્વજ્ઞ પરમાત્મા વડે ભાષિત એવા આગમવચન ઉપર અત્યન્ત શ્રદ્ધા કરવી. માનવ જીવનની તેમાં જ સાચી સાર્થક્તા છે. સર્વજ્ઞ પરમાત્માનું વચન કદાપિ દ્વિધા (પરસ્પર વિરોધી) કે અસંગત હોતું જ નથી. નામ માત્રથી ઋષભદેવ-અજિતનાથ સંભવનાથ આદિ ભલે ભિન્ન-ભિન્ન વ્યક્તિ હોય. તથાપિ સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાલ, અને સર્વ ભાવના સંપૂર્ણ સ્વરૂપને યથાર્થપણે જાણવામાં સદા સર્વજ્ઞપરમાત્મા એક જ (એક રૂપ જ) હોય છે. એટલે કે વ્યક્તિ ભેદ હોવા છતાં પણ સર્વજ્ઞમાં અર્થ ભેદ કદાપિ હોતો નથી માટે સર્વજ્ઞ ઉપર પૂર્ણ શ્રદ્ધા કરવી જોઇએ. + ૧૦૧
કમુખેવાઈમાદક પતંજલિ ઋષિએ પોતાના શાસ્ત્રમાં જે અર્થ ઉપર મુજબ કહ્યો. તે જ આ અર્થને (ભાવાર્થને) ગ્રંથકારશ્રી હવે જણાવે છે
न तत्त्वतो भिन्नमताः, सर्वज्ञा बहवो यतः ।
मोहस्तदधिमुक्तीनां, तभेदाश्रयणं ततः ॥ १०२ ॥ ગાથાર્થ = આ જગતમાં સર્વજ્ઞ પુરુષો ઘણા છે. પરંતુ તે સર્વે તાત્વિક રીતે ભિન્ન-ભિન્ન અભિપ્રાયવાળા નથી. તેથી તે સર્વજ્ઞમાં ભેદનો આશ્રય કરવો (એટલે કે સર્વશમાં પરસ્પર ભિન્નમત છે એમ માનવું) એ તેઓના ભક્તોનો મોહમાત્ર (અજ્ઞાનમાત્ર) જ છે. || ૧૦૨ |
ટીકા “ર તા:” પરમાર્થન, “fમમતા” મિમિકા | ‘સર્વજ્ઞા વજો અતઃ' યમરિ ! “નોદ તથ57''-સર્વાતિયશ્રદ્ધાનાં, તમેાશ્રય” સર્વમેતાવાર “તતસ્તસ્માવિતિ” in૨૦૨
વિવેચન - અતીન્દ્રિય પદાર્થોનો પારમાર્થિક બોધ કુતર્ક કે કદાગ્રહથી થતો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org