________________
૩૪૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૯૮ આત્માર્થી આત્માઓએ આવા પ્રકારના કુતર્કોથી અતિશય દૂર રહેવું. તેના પનારે પડવું નહીં. || ૯૭ |
ત મિત્યદ–આવા પ્રકારના કુતર્કથી આવી દુર્બુદ્ધિ થાય છે, એટલે તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. તેથી પંડિત પુરુષોએ શું કરવું જોઇએ? તે સમજાવે છે.
अतीन्द्रियार्थसिद्ध्यर्थं, यथाऽऽलोचितकारिणाम् ।
प्रयासः शुष्कतर्कस्य, न चासौ गोचरः क्वचित् ॥ ९८॥ ગાથાર્થ = યથાયોગ્ય રીતે વિચાર કરીને જ કાર્ય કરનારાઓનો પ્રયાસ હંમેશાં અતીન્દ્રિય અર્થો (ના જ્ઞાન)ની સિદ્ધિ માટે જ હોય છે. અને આ (અતીન્દ્રિય અર્થ) કદાપિ શુષ્ક તર્કનો વિષય બનતો નથી. || ૯૮
ટીકા -“મતક્રિયાસિદ્ધયર્થ'થિિસદ્ધયર્થનિત્ય ‘અથાત્રવિતરિક્ષાવતાં, “પ્રયા:પ્રવૃન્ફર્ષક, “શ્નતાધિતી,” ર રાસવિતક્રિોડ ” “જોવ” વિષય: “સ્વતિ '' | ૨૮
વિવેચન :- જે જ્ઞાની પુરુષો છે. પૂર્વાપર વિચાર કરીને કાર્ય કરનારા છે. પોતાના અને પરના આત્માનું કલ્યાણ કેમ થાય? અને અકલ્યાણ કેમ ટળે? તે માટે તત્ત્વજ્ઞાનના પૂર્ણ અર્થી છે. તેવા પ્રેક્ષવાનું પુરુષો ધર્માસ્તિકાયાદિ (ધર્મ-અધર્મ-આકાશકાલ અને જીવ આદિ) અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે, તથા તેના પારમાર્થિક સાચા સ્વરૂપને જાણવા માટે સદા પ્રયત્નશીલ હોય છે. દિન-પ્રતિદિન જ્યાં જ્યાં જે જે સાધન સામગ્રી મળે તેનાથી તેવા અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ અને તેના સ્વરૂપની જાણકારી માટે અતિશયપણે પ્રવૃત્તિનો ઉત્કર્ષ કરનારા જ હોય છે. પરંતુ આ અતીન્દ્રિય પદાર્થો અતીન્દ્રિય હોવાથી જ પૂર્વે સમજાવ્યા મુજબના શુષ્ક તર્કનો વિષય કદાપિ બનતા નથી. અતીન્દ્રિય પદાર્થો તે ઈન્દ્રિયગોચર થવાને યોગ્ય ન હોવાથી શુષ્ક તર્કોથી જાણી શકાતા નથી, પરંતુ “આગમ” શાસ્ત્રોથી જ જાણી શકાય છે.
દેવ-નારકી-મહાવિદેહક્ષેત્ર અને મેરુપર્વત આદિ પદાર્થો દૂર ક્ષેત્રવર્તી હોવાથી આપણી ઇન્દ્રિયોથી અગોચર છે તો પણ “આગમવચનોથી” જાણી શકાય છે. તેવી જ રીતે ધર્મ-અધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થો અને તે પદાર્થોનું ગતિસહાયક આદિ લક્ષણ સ્વરૂપ અને સમસ્ત લોકવ્યાપિત્વ તથા વર્ણ-ગંધાદિથી રહિતપણું ઇત્યાદિ સાચું વાસ્તવિક સ્વરૂપ પણ શુષ્ક તર્કોથી જાણી શકાતું નથી પરંતુ સર્વદોષ રહિત, ત્રિકાલજ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા કથિત એવા “આગમવચનોથી” જ જાણી શકાય છે. માટે ઉત્તમ આત્માઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org