________________
ગાથા : ૯૭ યોગદષ્ટિ સમુચ્ચય
૩૪૩ (મૂછના ત્યાગને નિષ્પરિગ્રહતા કહેવાય છે. વસ્તુના ત્યાગને નિષ્પરિગ્રહતા કહેવાતી નથી. જો વસ્તુના ત્યાગને જ નિષ્પરિગ્રહતા કહીએ તો સાધુને આહાર અને પુસ્તકનો પણ સંપૂર્ણ ત્યાગ કરવો જ રહ્યો, શરીરશુદ્ધિ માટે રખાતું કમંડળ અને જયણા માટે રખાતી મોરપિંછીનો પણ ત્યાગ કરવો જ રહ્યો. જો ત્યાં અનિવાર્યતા હોવાથી રાખી શકાય એમ કહો તો વાસનાને રોકવા અને આહારાદિમાં જીવહિંસાને રોકવા વસ્ત્રપાત્ર પણ તેટલાં જ અનિવાર્ય છે.) (આ ઉત્તર છે.)
(૩) તરસ્યા માણસને પાણી પાવાથી એક જીવ બચે, પરંતુ અસંખ્યની હિંસા થાય. તેથી જલદાન કરવું તે ધર્મનું કાર્ય નથી, પરંતુ પાપનું કાર્ય છે. પાણી પીને જીવેલો મનુષ્ય ભાવિમાં જે જે પાપ કરે તેમાં પણ આપણને અનુમતિનો દોષ લાગે, માટે આહાર અને જલદાન ન કરવું તે જ ઉચિત છે. (આ કુતર્ક છે.)
(માણસ પંચેન્દ્રિય છે, અપ્લાય એકેન્દ્રિય છે. અસંખ્ય અપ્લાયની ચેતના કરતાં એક માણસની ચેતના અસંખ્યગણી અધિક છે. તથા જલદાન કરતાં હૃદયમાં કરુણા અને જલદાન ન કરતાં કઠોરતા હોય છે, જે અનુક્રમે ભાવાહિંસા અને ભાવહિંસા રૂપ છે. જલદાનથી જીવેલા મનુષ્યો જે પાપ કરે છે. તેમાં જો અનુમતિ લાગે તો સાધુને આહારદાન કરતાં, તેમના વડે પળાયેલી સાધુતાથી તેઓ ભાવિમાં દેવલોકમાં જાય, દેવાંગનાઓ સાથે વિષયસુખ ભોગવે તેથી સાધુને કરાયેલા આહારદાનમાં પણ પાપની અનુમતિનો દોષ લાગશે. માટે જલદાન ન કરવું એવો જે તર્ક છે તે કુતર્ક માત્ર જ છે) (આ ઉત્તર છે.)
(૪) મરીચિના ભવમાં ઋષભદેવ પ્રભુએ કહેલું કે આ જીવ મહાવીર થશે. માટે જે કાળે જે થવાનું હોય છે તે બધું નક્કી જ છે. ધર્મ માટે પણ પુરુષાર્થ કરવાની કંઈ જરૂર જ નથી. ક્રમબદ્ધ પર્યાયો નિયત જ છે. ક્રમસર આવવાના જ છે. (આ કુતર્ક છે.)
(કુતર્કવાદીનાં પત્ની કે પુત્રને એક્સીડટ થાય તો તેનો જીવવાનો કે મરવાનો જે પર્યાય નિયત હશે તે જ થશે, તેને દવાખાને લઈ જવાની કે સારવાર કરવાકરાવવાની શું જરૂર ? તેથી કેવલિની દૃષ્ટિએ પર્યાય જેમ નિયત છે તેમ પર્યાયનો ઉત્પાદક પુરુષાર્થ પણ અંદર છે જ, અને તે તે પુરુષાર્થ વડે જ તે તે પર્યાયની નિયતિ છે. વિના પુરુષાર્થ પર્યાયની નિયતિ પણ નથી.) (આ ઉત્તર છે.)
આ પ્રમાણે કુતર્કવાદી પોતાના મનફાવતા અર્થને સાધવા ઉપરછલ્લી સમાનતાથી દૃષ્ટાન્ત લઈ આવે છે. અને તે તે દૃષ્ટાન્તના આધારે અનેક જાતના કુતર્કો કરે છે. તેનાથી વાસ્તવિક તત્ત્વ પ્રાપ્તિ થતી નથી. માત્ર વાદવિવાદમાં જ સમય જાય છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org