________________
૩૪૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૯૯
આવેલો પુરુષ કહે છે કે “તે દેશોમાં પચ્ચીસ માઈલ લાંબી એવી દરિયાના પાણીની નીચે મોટર અને ટ્રેન ચાલે તેવી સળંગ કેનાલ બનાવી છે.” સામાન્યથી આ વાત બુદ્ધિમાં ઉતરે તેવી નથી. કારણ કે ઉપર દરિયાનું અપાર પાણી ઉછળ્યા જ કરતું હોય, અગાધ ઊંડાણ હોય, તેની નીચે આટલી લાંબી અને ટ્રેન-મોટર આવન-જાવન કરી શકે તેવી ચાર-ચાર લાઈનવાળી કેનાલ નદી અને સમુદ્ર નીચે બનાવવી એ મનુષ્યમાત્રથી શકય જ નથી એમ બુદ્ધિમાં થયા જ કરે, પરંતુ પ્રત્યક્ષ જેણે નિહાળી છે, તેમાંથી પસાર થઈને જેણે આ કેનાલ માણી છે. તેની વાત કેમ હુકરાવી શકાય? અલ્પ પણ તર્ક કર્યા વિના માની જ લેવામાં આવે છે. એવી જ રીતે ત્રણે જગતના ત્રણે કાલના સર્વદ્રવ્યોના સર્વે પર્યાયો જેણે સાક્ષાત્કાર કર્યા છે. અને અસત્યભાષણનાં કારણો ભય-રાગ-દ્વેષ-અજ્ઞાન આદિ જેમનાં સર્વથા નષ્ટ થયાં છે તેથી જે નિયમો યથાર્થવાદી જ છે. તેવા વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના વચનથી જ અતીન્દ્રિય પદાર્થો જણાય છે. કારણ કે તેમણે તે પદાર્થો સાક્ષાત્ દેખ્યા છે.
તથા જે યથાર્થ જાણે છે. અને યથાર્થ જ કહે છે તે જ આમ કહેવાય છે. તેવા આપ્તપુરુષનું વચન અને તેવા આતવચનોથી થયેલો જે અર્થબોધ તેને આગમ પ્રમાણ કહેવાય છે. પૂ. વાદિદેવસૂરિજી મહારાજે “પ્રમાણનયતત્તાલોક”માં કહ્યું છે કે
आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागमः ॥४-१॥ उपचारादाप्तवचनं च
| ૪-૨ अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते ॥
यथाज्ञातं चाभिधत्ते स आप्तः ॥४-४॥
જે જે પદાર્થો ઇન્દ્રિયોથી અગોચર હોય છે તે તે પદાર્થોના જ્ઞાનમાં “આતાવાણી જ ઉપકારી” છે. તે વિષય ઉપર સુપ્રસિદ્ધ એવું એક લૌકિક ઉદાહરણ ગ્રંથકારશ્રી સમજાવે છે કે
ભાવિમાં આવનારું ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણ કોઈપણ વર્તમાન પુરુષને ઇન્દ્રિયગોચર નથી. છતાં જ્યોતિષના વિષયને કહેનારા લૌકિક આત પુરુષોના વચનરૂપ આગમથી આ કાળે પણ આ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ કઈ તિથિએ થશે? કયા સમયે ૧. બે પ્રકારના રાહુ હોય છે. નિત્યરાહુ અને પર્વરાહુ. તેમાંથી પર્વરાહુ ચંદ્રની નીચે આવે તે ચંદ્રગ્રહણ અને તે જ પર્વરાહુ સૂર્યની નીચે આવે તે સૂર્યગ્રહણ. શાસ્ત્રમાં તે બન્નેને અનુક્રમે ચંદ્રોપરાગ અને સૂર્યોપરાગ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org