________________
૩૪૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૯૭ વનિ, “Iનતિ યWાવતર” “મHTT'પ્રિવેન, ““pdaસાયિત નો” તથાવિદિષ્ટમારસાર, “તન જ ફ્રિઝન' વતર્કંપ ૨૭
વિવેચન - આવા પ્રકારના આ કુતર્કથી સાચી પારમાર્થિક કોઇપણ જાતની તત્ત્વની સિદ્ધિ થતી નથી. અહીં સર્વ શબ્દથી સઘળું સાધ્ય એમ પ્રસંગ ઉપરથી અર્થ કરવો. તથા સર્વત્ર શબ્દનો “સર્વ પ્રકારની વસ્તુમાં” એવો અર્થ કરવો. જેથી આવા આવા કુતર્કોથી સર્વ પ્રકારની વસ્તુઓમાં સર્વ સાધ્ય સિદ્ધ થવાની આપત્તિ આવે તેવા પ્રકારના દૃષ્ટાન્ત માત્રનો આધાર છે જેને એવું અને સમસ્ત લોકમાં પ્રતીતિથી બાધિત (અર્થાત્ અનુભવથી સર્વથા વિરુદ્ધ) એવું અસમંજસ (અસ્તવ્યસ્ત) અતિવ્યાપ્તિ દોષવાળું ગમે તે સાધ્ય ગમે તે વસ્તુમાં સિદ્ધ થઈ જાય, જે લોકવિરુદ્ધ અને અનુભવવિરુદ્ધ હોવાથી આદરણીય નથી. જેમાં જે સ્વભાવ ન હોય તેમાં તે સ્વભાવ દૃષ્ટાન્તમાત્રના આધારે જો સિદ્ધ-કરાય તો ગમે ત્યાં ગમે તે સિદ્ધ થવાથી અતિવ્યાપ્તિ કહેવાય છે. આવું જે સિદ્ધ કરવું તે અનુચિત (અયોગ્ય) સિદ્ધ કર્યું કહેવાય છે. કુતર્ક અને દૃષ્ટાન્ત માત્રના બળથી લોકમાં જેનો પ્રત્યક્ષ બાધ હોય તેવું પણ સિદ્ધ કરી શકાય છે. તેથી આવા પ્રકારના અસમંજસકારી પ્રતીતિ વિરુદ્ધ એવા કુતર્ક વડે સર્યું. આવા કુતર્કો એ જ ન્યાયશાસ્ત્રમાં ૨૪ જાતિ રર નિગ્રહસ્થાન અને પાંચ હેત્વાભાસ આદિ કહેવાય છે. કુતર્કથી ખોટી રીતે સાધ્ય સિદ્ધ કરાય છે તેનાં કેટલાંક દષ્ટાન્તો.
(૧) આત્મા તો શુદ્ધ-બુદ્ધ-કંચન અને સ્ફટિક જેવો નિર્મળ છે. તે તો કંઈ કરતો જ નથી. માત્ર જ્ઞાતા-દષ્ટા જ છે. શરીર જ કર્મ કરે છે. તેથી આત્માને શુદ્ધ કરવા ધર્મ કરવાની જરૂર શું છે? આત્મા મલીન જ નથી. (આ કુતર્ક છે)
સિદ્ધ પરમાત્માનો જ આત્મા શુદ્ધ-બુદ્ધ-કંચન અને સ્ફટિક જેવો નિર્મળ છે. પણ સંસારી જીવ શુદ્ધ-બુદ્ધ નથી. સંસારી જીવ કર્મોની સાથે લોહાગ્નિની જેમ વ્યાપ્ત હોવાથી કષાયાદિનો કર્તા-ભોક્તા છે. તેથી કષાયાદિના કારણે કર્મોનો પણ કર્તા-ભોક્તા છે. શરીર એ કંઈ કર્મનું કર્તા નથી. જો શરીર કર્મનું કર્તા હોય તો મૃતકશરીરને પણ કર્મ લાગે, તેથી શરીર સાધન માત્ર છે. જીવ જ કર્મનો કર્તા-ભોક્તા છે. તેથી રાગાદિવાળો હોવાથી મલીન છે. પણ શુદ્ધ-બુદ્ધ નથી. (આ ઉત્તર છે.)
(૨) સંયમ એટલે સર્વત્યાગ, તેનું જ નામ સર્વવિરતિ, તેથી સાધુને વસ્ત્ર-પાત્રઆદિ ઉપધિ કેમ રાખી શકાય? અને જો રાખે તો પરિગ્રહ કહેવાય અને સાધુતા નિષ્પરિગ્રહીને જ હોય. (આ કુતર્ક છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org