________________
ગાથા : ૯૪-૯૫ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૩૭. આ બાબતમાં કોઈક પ્રશ્ન કરે છે કે સ્વભાવ જ કાર્ય કરનાર છે. આવા કુતર્કના વિષયને સમજાવનારું બીજુ કોઈ દૃષ્ટાન્ત શું છે કે નહીં? તો તે વિષયમાં બીજું દૃષ્ટાન્ત પણ ગ્રંથકારશ્રી આપે છે કે દૂર રહેલો એવો પણ લોહચુંબક (અયસ્કાન્ત એટલે લોઢાને ખેંચનાર પત્થર વિશેષ) પોતાના કાર્યને કરનારો (લોઢાને ખેંચવા આદિ રૂપ પોતાના કાર્યને કરવાના સ્વભાવવાળો) જે દેખાય છે. તે પણ સ્વભાવની સિદ્ધિનું અન્ય ઉદાહરણ જ છે. કારણ કે –
સતે લોહચુંબક વિપ્રણ પર્વ દૂર હોય તો જ લોહને ખેંચે છે. નજીકમાં હોય તો નહીં એમાં પણ સ્વભાવ જ કારણ છે. તથા નોમેવ ર તા પ્રાદિ લોહને જ ખેંચે છે પરંતુ તાંબુ આદિ અન્ય ધાતુઓને તે ખેંચતું નથી તેમાં પણ સ્વભાવ જ કારણ છે. તથા સર્પિત્યેવ ન વર્તથતિ =લોહને ખેંચે છે પરંતુ લોહને કાપી શકતું નથી. તેમાં પણ સ્વભાવ જ કારણ છે. તહિત્યમય રૂવ =તેથી જેમ આ લોહચુંબકનો આવી રીતે સર્વત્ર સ્વભાવ જ કારણ જણાય છે. તેની જેમ મચાવી નાં તથા સ્વમાવાને વેન વાધ્યતે ? અગ્નિ અને આદિ શબ્દથી પાણી આદિ દ્રવ્યોમાં પણ તેવા તેવા પ્રકારનો મૂલ રીતે અનુક્રમે દાહક અને કલેદક, પરંતુ જલ અને અગ્નિની સમીપતામાં તેનાથી વિપરીત અર્થાત્ અનુક્રમે કુલેદક તથા દાહક સ્વભાવોની કલ્પના કોઈ વાદી તથા પ્રતિવાદી દ્વારા કરાય તો તે કલ્પનાઓ કોના વડે રોકી શકાય છે? અર્થાત્ કોઈ વડે રોકી શકાતી નથી. એમ અહીં સમજવું. જ્યારે હૈયામાં મિથ્યાત્વના ઉદયની તીવ્રતા હોય અને તેના કારણે દૃષ્ટિ અવળી હોય ત્યારે પોતાની માનેલી વાતને યેન કેન પ્રકારેણ સિદ્ધ કરવા મનમાં આવા-આવા અનેક શાબ્દિક અને આર્થિક વિકલ્પો ઉઠે છે. આમ માનીએ તો શું વાંધો? આમ માનીએ તેમાં શું ફરક થઈ જાય છે? ઈત્યાદિ રીતે મનફાવતા વિકલ્પો થાય છે અને તેને સિદ્ધ કરવા આવા આવા કુતર્કોનો સહયોગ પણ મળી જાય છે. પૃથ્વી ઉપર દૃષ્ટાન્તોની કંઈ ઉણપ છે જ નહીં. મનની કલ્પના પ્રમાણે દૃષ્ટાન્ત જોડાવામાં આવે છે. તેથી પૃથ્વી ઉપર દૃષ્ટાન્ત પણ સુલભ થઈ જાય છે. દૃષ્ટાન્ત મળતાં કુતર્ક પોતાનો વિજય માની ઉન્માદમાં આવે છે. આ રીતે આ કુતર્ક આ જીવનું અનંત સંસારમાં પરિભ્રમણ કરાવે છે. આ જ વાત ગ્રંથકારશ્રી ૯૫મી ગાથામાં જણાવે છે. / ૯૩-૯૪ છે ૩૫સંદરન્નાદ-હવે આ વાતનો ઉપસંહાર કરતાં કહે છે કે
दृष्टान्तमात्रं सर्वत्र, यदेवं सुलभं क्षितौ । एतत्प्रधानस्तत्केन, स्वनीत्यापोद्यते ह्ययम् ॥१५॥
ચો. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org