________________
૨૯૨ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૧ પામ્યા છે. જેમનું માન-પાન પ્રતિષ્ઠા-ઐશ્ચર્ય અતિશય ઘણું જ છે. તેવા ધર્મગુરુરૂપી વૈદ્યપથિકનો આ ભવરોગી જીવને આકસ્મિક ભેટો થઈ જાય છે. તેમની આબાદી અને નામના સાંભળી આ ભવરોગી જીવ તે ધર્મગુરુ પાસે જાય છે. અને વિષયસુખનાં સાધનો મળી જાય એવા કોઈ મંત્ર-તંત્ર કે જડીબુષ્ટિની યાચના કરે છે. કારણ કે ભોગાભિલાષી જીવ સાધુ પાસે પણ ભોગસાધનની પ્રાપ્તિના ઉપાય જ માંગતા જોવાય છે. આ ધર્મગુરુ જ્ઞાની હોવાથી તેની ઇચ્છા પ્રમાણે એકાદ ભોગસાધન તેને અમારા દ્વારા જો મળી જાય તો અમારા પ્રત્યે વધુ વિશ્વાસ પેદા થવાથી કાળાન્તરે ઉપદેશ આપીને ભોગોની ઇચ્છાથી નિવૃત્ત કરી સાચા આત્મતત્ત્વના ઉત્તમ ધર્મમાર્ગે તેને ચડાવી શકાશે અને સદાને માટે તેને આ રોગથી મુક્ત કરી શકાશે. એમ સમજીને સાધુના રાગી બનાવવાના આશયમાત્રથી એકાદ ભોગના ઉપાય રૂપ એક કંપ્નયન આપે છે. તેઓના કહ્યા મુજબ તે ઉપાય અપનાવતાં પ્રાપ્ત થયેલા ભોગથી તે ધર્મગુરુ તરફ આ જીવ અતિશય વિશ્વાસુ બને છે. અને તે ભવરોગી જીવ સાધુનો પરમરાગી શિષ્ય જેવો બની જાય છે. ત્યારબાદ જેમ ખસના રોગી પુરુષે વૈદ્યપથિકને પૂછેલું કે આવાં કંડૂયનો (gણ સમૂહ) કયા દેશમાં મળે છે? તેવી જ રીતે આ ભવાભિનંદી ભવરોગી જીવ આ ધર્મગુરુને પૂછે છે કે ભોગસુખના ઉપાયો કેવી રીતે મળે? કઈ ગતિમાં જવાથી મળે? ત્યારે ધર્મગુરુ કહે છે કે ભવસુખોને ભોગવવાની ભાવના રૂપી ખસની ખંજવાળ તું કેમ ઇચ્છે છે? તેને મેળવીને પણ તું શું કરીશ? ભોગનાં સાધનો મેળવવાથી અને તેના દ્વારા વિષયસેવનથી તારો વિરોગ રૂપી ખસનો રોગ જશે નહી પણ વૃદ્ધિ પામશે, તેને બદલે તારો આ ભવરોગ રૂપી ખસનો રોગ જ મૂળથી નાબૂદ થઈ જાય એવી દવા તને આપું. ચાલ મારી સાથે, અને સાંભળ.
જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણ આત્માના મૂળભૂત ગુણો છે. તેની આરાધના કરવા રૂપ “નત્રયી સ્વરૂપ ત્રિફળાનો ઉપયોગ” તું કર. જેનાથી તારી ભોગ-સુખ ભોગવવાની ઇચ્છા રૂપી ખંજવાળવાળો આ તારો ભવરોગ રૂપી ખસનો રોગ પ્રાયઃ સાત ભવમાં જ મૂળમાંથી નાબૂદ થઈ જશે અને તું સર્વથા નિરોગી બની જઇશ. કોઈપણ જાતની વ્યાબાધ (પીડા) જ ન થાય તેવું પીડા વિનાનું તને અવ્યાબાધ સુખ આ રત્નત્રયી રૂપી ત્રિફળાના ઉપયોગથી મળશે.
ત્યારે ભવરોગી ભવાભિનંદી તે જીવ વળતું તેના ઉત્તરમાં ધર્મગુરુને કહે છે કે રત્નત્રયી રૂપ ત્રિફળાના સેવનથી ભવરોગ રૂપી ખસનો મારો રોગ મટી જાય અને હું અવ્યાબાધ સુખ પામું એ તમારી વાત સાચી છે. પરંતુ ત્યાં ખણવાના વિનોદરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org