________________
ગાથા : ૮૩ યોગદષ્ટિ સમુચ્ચય
૨૯૫ તથાદિ તે કારણથી આ જીવો પ્રાપ્ત થયેલી દુર્લભ વસ્તુ હારી જાય છે. તે સમજાવે છે.
धर्मबीजं परं प्राप्य, मानुष्यं कर्मभूमिषु ।
न सत्कर्मकृषावस्य, प्रयतन्तेऽल्पमेधसः ॥ ८३॥
ગાથાર્થ = ધર્મપ્રાપ્તિના પરમબીજભૂત એવો કર્મભૂમિસંબંધી માનવ ભવ પામીને પણ અલ્પબુદ્ધિવાળા આ જીવો સત્કાર્ય કરવા રૂપી ખેતીમાં આ (ધર્મબીજ)નું વાવેતર કરવા રૂપ પ્રયત્ન કરતા નથી. I૮૩
ટીકા-“ધર્મનીન થર્મલાRU, “ઘ' પ્રથાને “પ્રણાgિ'' વિ તરિત્યાદિમનુષ્ય'-મનુષત્વ, વક્વેત્યE-“ ભૂમિપુ' ભરતદાસ | નિત્ય-“ર સર્ન' થવી નાથાનાથિયાં “મ' થવાની “પ્રતિજોર-જેથ:”. માન્યતઃ કૃત્યર્થ. | ૮રૂ I
વિવેચન :- ધર્મની પ્રાપ્તિમાં “મનુષ્યપણું” એ પરમ “બીજભૂત” (અર્થાત્ પ્રધાનકારણો છે. જેમ બીજ હોય તો તેને વાવવાથી અંકુરા ફૂટે-શાખા-પ્રશાખા-ફૂલ અને ફળ થવા દ્વારા અનેક બીજો પુનઃ થાય છે. અને તે અનેક બીજ ફરીથી વાવવાથી અગણિત-અપાર દાણા થાય છે. તેમ આ મનુષ્યભવ મળવાથી અનેક પ્રકારનાં ધર્મકાર્યો કરી શકાય છે. કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરી શકાય છે. અનેક કલ્યાણ સુખ મેળવવું સુલભ થાય છે. કારણ કે આ મનુષ્યભવ વિના બીજા કોઈ પણ ભવમાં “સાચો વિવેક” પ્રગટ થતો નથી, હેય-ઉપાદેયપણાની સબુદ્ધિ જ આવતી નથી તો તેવા સારા આચરણની વાત તો કરવાની જ કયાં રહી ? તેથી “માનવભવ”ની પ્રાપ્તિ થવી એ ધર્મપ્રાપ્તિ માટે પરમબીજ સમાન છે. પશુ-પક્ષી-વિકલેન્દ્રિય-એકેન્દ્રિય અને નારકોના ભવો પરવશતાના અને ચૈતન્યની હાનિના દુઃખથી ભરેલા છે. દેવનો ભવ ભોગની પરવશતાથી ભરપૂર છે. માનવનો ભવ જ મુક્તિની પ્રાપ્તિ માટે મુખ્ય રાજમાર્ગ તુલ્ય અસાધારણ અપેક્ષા કારણરૂપ છે માટે ધર્મના બીજ તુલ્ય છે.
મનુષ્યભવ મળ્યો, પરંતુ જો અનાર્ય ભૂમિમાં જન્મ થયો હોય, અકર્મ ભૂમિમાં જન્મ થયો હોય તો પણ શું કામ આવે? જે ધર્મકાર્ય કરવા-કરાવવામાં અને મુક્તિ આપવામાં અસમર્થ છે. અનાર્ય એટલે અસંસ્કારી, ભક્ષ્યાભઢ્ય, પેયાપેય, હેયઉપાદેયના જ્યાં સંસ્કાર નથી, પૂર્વભવ-પરભવ-આત્મદ્રવ્યાદિની જ્યાં ઓળખાણ નથી કે જેથી તેના કલ્યાણ-અકલ્યાણની વિચારણા પણ આવે, આવો જે દેશ, આવું જે ક્ષેત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org