________________
ગાથા : ૮૩-૮૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૯૭
પ્રાપ્તિ થાય છે. અન્યથા બીજ નાશ પામી જાય છે. અને સડી જાય છે. તેમ સત્કાર્યો કરવાથી અનંતકલ્યાણની પ્રાપ્તિ થાય છે. અલ્પકાળમાં જ મુક્તિપદ સાંપડે છે, અન્યથા આ માનવભવ હારી જવાય છે. આ મળેલો માનવભવ કાગડાને ઉડાડવામાં ફેંકાતા ચિંતામણિરત્નની તુલ્ય એળે જાય છે. નિષ્ફળ જાય છે. રત્નાકરપચ્ચીશીમાં કહ્યું છે કે
મેં દાન તો દીધું નહીં ને શીયળ પણ પાળ્યું નહીં, તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ ભાવ્યો નહીં. એ ચાર ભેદ ધર્મમાંથી કંઈ પણ પ્રભુ નવ કર્યું, મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪ મેં પરભવે કે આ ભવે પણ હિત કંઈ કર્યું નહીં, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહીં, જન્મો અમારા જિનજી! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. ૬
તેથી આવા પ્રકારનો કર્મભૂમિ સંબંધી ધર્મના પરમબીજ ભૂત મનુષ્યભવ પામીને જે જીવો સત્કર્મ કરવા રૂપી વાવણી કરતા નથી અને પ્રાપ્ત થયેલ આ ભવમાં ધર્મનાં બીજ વાવતા નથી તે ખરેખર અલ્પ મતિવાળા છે, મૂર્ખ છે. જડ છે. આ સર્વ મોહના ઉદયનો પ્રતાપ છે. I૮all વિન્તર્દિ-આ ભવાભિનંદી જીવો ધર્મબીજની વાવણી કરતા નથી તો શું કરે છે?
बडिशामिषवत्तुच्छे, कुसुखे दारुणोदये ।
सक्तास्त्यजन्ति सच्चेष्टां, धिगहो दारुणं तमः ॥ ८४॥ ગાથાર્થ = જેમ કાંટાળી જાળમાં ભરાયેલા માંસને ખાવા જતાં માછલું તેમાં ફસાય છે. તેમ તુચ્છ અને રૌદ્રવિપાકવાળા એવા આ કુત્સિત ભોગસુખોમાં આસક્ત એવા આ ભવાભિનંદી જીવો સચ્ચેષ્ટા-સત્કર્મ-સત્કાર્યો (કરવા રૂપી ધર્મ બીજની વાવણી)ને ત્યજી દે છે. ખરેખર આ અજ્ઞાન અને મોહ રૂપી દારુણ અંધકારને ધિક્કાર હો. ૮૪
ટીકા “વહfમપરિતિ” નિદર્શન માત્રમાંસવ, “તુચ્છ' અરે, “સુલે સુકમોને, “તાળો રવિપા, સપિરિમાણે, “વિક્તા:”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org