________________
ગાથા : ૯૧ યોગદષ્ટિ સમુચ્ચય
૩૨૭ આવે છે તે પ્રત્યક્ષ થતા અનુભવથી પણ બાધિત છે. એટલે કે અનુભવથી વિરુદ્ધ છે. તથા તેવા કુતર્કોનું કંઈ જ ફળ નથી, માટે તેવા કુતર્કો ફળથી પણ બાધિત છે. નાહક માથાકુટ માત્ર જ છે. મનને અપવિત્ર કરવા રૂપ છે. અને દુઃખદાયી છે. જે તર્ક અનુભવથી અને હિતકારી ફળથી બાધિત હોય તે તર્ક શું કામનો? દુઃખ આપનાર જ બને, માટે સત્યાર્થીએ કુતર્ક કરવા કરતાં અનુભવને જ વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. આ જ વાત સમજાવવા ગ્રંથકારશ્રી એક સુંદર ઉદાહરણ કહે છે.
કોઈ એક નગરના મુખ્ય રાજમાર્ગ ઉપર એક હાથી ગાંડો થયેલો આમ તેમ દોડી રહ્યો છે. હાથી ગાંડો થયેલ હોવાથી નિરંકુશ છે. તેથી તેના ઉપર બેઠેલા (મેe=) મહાવત વડે “આ હાથી ગાંડો હોવાથી મારે છે માટે તમે ખસી જાઓ, ખસી જાઓ,” એમ કહેતે છતે કોઈ શિષ્ય એવો તર્ક કરે કે ગાંડો એવો આ હાથી શું પ્રાપ્તને મારે છે કે અપ્રાપને મારે છે? ઇત્યાદિ વિકલ્પોની જેમ આ તર્ક અનુભવબાધિત છે. તથા હિતકારી ફળથી પણ બાધિત છે. માટે દૂષણાભાસ છે. જાતિસ્થાન છે.
આ દૃષ્ટાન્ત વિસ્તારથી આ પ્રમાણે છે- ન્યાયશાસ્ત્રને ભણેલો કોઈ એક વિદ્યાર્થી કયાંકથી રાજમાર્ગ ઉપર આવતો હતો, તેની સામે તે જ રાજમાર્ગ ઉપર ગાંડો હાથી આમ તેમ દોડતો દોડતો આવતો હતો. ત્યારે અવશીભૂત = વશમાં નહી રહેલા-નિરંકુશ અને મત્તા = તોફાને ચડેલા એવા હાથી ઉપર બેઠેલા કોઈ પુરુષવડે (મહાવતવડે) તે વિદ્યાર્થીને કહેવાયું કે અરે! અરે! તું જલ્દી-જલ્દી આ રાજમાર્ગ ઉપરથી ખસી જા, ખસી જા, નહી તો ગાંડો થયેલો અને નિરંકુશ એવો આ હાથી તને મારી નાખશે. તે વખતે તેવા પ્રકારનું પરિણામ નથી પામ્યું ન્યાયશાસ્ત્ર જેને એવા અર્થાત્ ભણ્યા પણ ગણ્યા નહી એવા તે વિદ્યાર્થીએ હાથી ઉપર બેઠેલા તે મહાવતને મૂર્ખ સમજીને સામેથી પ્રશ્ન કર્યો-તર્ક કર્યો કે અરે અરે ! વર= મૂર્ણ મહાવત! તું આવા પ્રકારનું યુક્તિ વિનાનું હાથી ઉપર બેઠો બેઠો કેમ બોલે છે ? “આ હાથી મારી નાખે છે” આવું તારું બોલવું સર્વથા યુક્તિ રહિત છે. તે આ પ્રમાણે-હે મૂર્ખ મહાવત! બોલ કે આ તારો હાથી પ્રાપ્તને (હાથીને અડેલાને) મારે છે કે અપ્રામને (હાથીને ન અડેલાને) મારે છે? બન્ને રીતે હે મૂર્ણ મહાવત! તારી વાત ખોટી છે. બત્ર વાતમાં દોષ છે. વ્યાપ્તિ ઘટતી નથી.
તે આ પ્રમાણે-આદ્યપક્ષ જો લેવામાં આવે એટલે કે આ હાથી પ્રામને (અડલાને) મારે છે એમ જો તારો કહેવાનો આશય હોય તો તારો જ વિનાશ થવો જોઇએ. આ હાથીએ તને જ મારી નાખવો જોઈએ એવો દોષ આવે, કારણકે તારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org