________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૯૨
૩૩૦
44
ઉદાહરણ જ આપે, અને પ્રતિવાદી તેમના સાધ્યને તોડવા માટે પણ તર્ક અને ઉદાહરણ જ આપે. ફરીથી વાદી તેના પ્રત્યુત્તર રૂપે અન્ય તર્ક અને ઉદાહરણ જ આપે. આમ પરંપરા ચાલે. એટલે છદ્મસ્થ જીવોને આ બન્નેના તર્કમાં ક્યો સુતર્ક છે? અને યો કુતર્ક છે? તે કેવી રીતે સમજાય? આ બન્નેના વિવાદમાં અન્તે તો વસ્તુનો આવો સ્વભાવ જ છે એમ જ ઉત્તર આપવામાં આવે. શાસ્ત્રોમાં કહ્યું છે કે 'अत्र च વસ્તુસ્વભાવૈત્તાં વાધ્યમિતિ વત્તાત્''- જ્યારે ઘણા કુતર્કો જ સામે આવતા હોય ત્યારે આ બાબતમાં “વસ્તુનો સ્વભાવ જ આવો છે” એમ સ્વભાવ વડે જ ઉત્તર કહેવો. કારણ કે તેના વિના કુતર્કોની સામે બીજો કોઇ ઉત્તર ઉપયોગી થતો નથી. અને સ્વભાવ એ પ્રશ્નને યોગ્ય રહેતો નથી. જેથી ત્યાં જ વાદ સમાપ્ત થાય છે.
વમાં નહત્યાપ: નેદ્યનીતિ-આ પ્રમાણે સ્વભાવ જ ઉત્તરરૂપે જ્યાં અપાય છે. ત્યાં ઉદાહરણરૂપે “અગ્નિ બાળે છે અને પાણી ભીંજવે છે'' એમ કહી શકાય છે. અગ્નિ અને પાણીનો અનુક્રમે દાહ આપવાનો અને ભીંજવવાનો સ્વભાવ જ છે. દાહ અને ભીંજવવાનું કાર્ય કરવામાં બન્ને દ્રવ્યોમાં સ્વભાવ જ કારણ છે. આવો ઉત્તર અપાય તો પછી કંઇ પૂછવાનું રહેતું નથી. સારાંશ એ છે કે કોઇપણ વસ્તુની સિદ્ધિ શકય હોય ત્યાં સુધી સુયોગ્ય તર્ક અને ઉચિત ઉદાહરણથી કરાય છે. પરંતુ પ્રતિવાદીના કુતર્કો જ જ્યારે સામે આવે છે ત્યારે અત્તે દ્રવ્યનો આવો સ્વભાવ જ છે એવો જ ઉત્તર અપાય છે. અગ્નિ અને પાણીમાં અનુક્રમે જેમ દાહનો અને ભીંજવવાનો સ્વભાવ છે. તેમ તે તે દ્રવ્યોમાં તે તે કાર્ય કરવાનો સ્વભાવ છે. એમ કહેવાથી અને ઉત્તરરૂપે આપેલો સ્વભાવ એ પ્રશ્નને માટે અયોગ્ય હોવાથી સામે આવતા કુતર્કો પૂર્ણ થાય છે. અને વાત સમાપ્ત થાય છે.
કુતર્કોની સામે વાદી દ્વારા “વસ્તુનો તેવો સ્વભાવ જ છે” એમ ઉત્તર આપીને જો કે વાર્તાલાપ સમાપ્ત કરાય છે. પરંતુ તે તે દ્રવ્યોમાં તે તે કહેલો સ્વભાવ પણ પરમાર્થથી તે દ્રવ્યોમાં છે? કે નહીં? એ છદ્મસ્થનો (અર્વાગ્દષ્ટિવાળાનો) વિષય નથી. કારણ કે પરદર્શનમાં પ્રસિદ્ધ એવી ન્યાયની નીતિ-રીતિ મુજબ દ્રવ્યમાં તે આ સ્વભાવ છે કે નહીં ? તે જાણી શકાતું નથી.
ભૂિત: સન્નિત્યાનૢ-વાદી વડે કહેવાયેલો દ્રવ્યગત તે તે સ્વભાવ જો છદ્મસ્થ વડે જાણી શકાતો જ હોત તો પ્રતિવાદી વડે તે સ્વભાવ અન્યથા કલ્પી શકાત નહીં. પરંતુ અર્ચન પ્રતિવાનિા=અન્ય એવા પ્રતિવાદી વડે તે જ વિવક્ષિત દ્રવ્યમાં (વાદી વડે જે સ્વભાવ કહેવાયો છે) તે જ સ્વભાવ અન્યથા-પ્રાન્તરે=જુદી રીતે (વાદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org