________________
ગાથા : ૯૨ યોગદષ્ટિ સમુચ્ચય
૩૩૩ સિદ્ધ કરવા માટે અર્થક્રિયા ઘટાવવા સારુ ક્ષણિક્તાને બદલે સ્વભાવને જ કારણ તરીકે કહે છે. જો કે તે કલ્પના મિથ્યા છે તો પણ સ્વભાવ હેતુના બહાના નીચે એકવાર સિદ્ધ કરશે. એવી જ રીતે તૈયાયિકાદિ પણ અર્થક્રિયા સિદ્ધ કરવામાં નિત્યતાને કારણ ન સ્વીકારતાં તેવા પ્રકારનો “વસ્તુસ્વભાવ” જ કારણ છે. એમ કહેશે અને સ્વભાવના બહાના નીચે અર્થક્રિયા સિદ્ધ કરશે. આ પ્રમાણે સ્વભાવથી ઉત્તર આપવો એ તો ઇષ્ટસાધ્યને બદલે વિપરીત સાધ્ય પણ સિદ્ધ કરી આપે છે. જેથી પ્રતિવાદીનો કુતર્ક શાન્ત થતો નથી. બલ્ક વધે છે.
બીજું ઉદાહરણ સમજાવે છે કે- વનિઃ વન્ને તત્વત્તિથી ફત્યાવિ અગ્નિ બાળે છે અને પાણી ભીંજવે છે આ વાત જગત્મસિદ્ધ છે. પરંતુ સ્વભાવથી જ સર્વત્ર ઉત્તર આપી શકાતો હોય તો અહીં પણ પ્રતિવાદી આવો કુતર્ક કરીને અસમંજસ સિદ્ધ કરી શકે છે કે “અગ્નિ ભજવે છે. અને પાણી બાળે છે.” આ વચનમાં જે લોકબાધા આવે છે તે અટકાવવા માટે બન્નેમાં એક એક વિશેષણ મૂકે છે. અગ્નિ ત્યારે ભીંજવે છે કે જ્યારે પાણીની નિકટતા હોય ત્યારે, અને પાણી ત્યારે બાળે છે જ્યારે અગ્નિની નિકટતા હોય ત્યારે, આ બન્નેમાં ઉઠતા વિવાદો શાન્ત કરવા માટે હેતુ રૂપે તથાસ્વભાવંતે અગ્નિમાં પાણીની નિકટતાના કાળે ભીંજવવાનો અને પાણીમાં અગ્નિની નિકટતાના કાળે દાહનો તેવા પ્રકારનો સ્વભાવ જ હોવાથી આમ બને છે. અને તથાસ્વભાવ એવો જે ઉત્તર આપ્યો છે તે “સ્વભાવ રૂપ” હોવાથી પ્રશ્નને યોગ્ય રહેતો નથી. તેથી પ્રતિવાદી આવા કુતર્કોથી તથાસ્વભાવ હેતુ કહીને અસમંજસ સિદ્ધ કરી શકે છે.
સ્વભાવવૈવિચાત્રીત્રાપિ નોવેવથાન્તિUT=ઉપરની કહેલી આવી આ બાબતમાં પણ સ્વભાવની જ વિચિત્રતા માનવાથી લોકબાધા (અનુભવવિરોધ) વિના બીજો કોઈ દોષ આવતો નથી. એટલે કુતર્કોના પ્રભાવથી અસંમજસ (ગમે તેમ કરીને આડી અવળી) રીતે સ્વભાવના બહાના નીચે લોકો વસ્તુને સિદ્ધ કરશે અને લોકબાધાનો જે દોષ આવે છે. તે રોકવા પાણીની નિકટતા અને અગ્નિની નિકટતા એવાં વિશેષણો મૂકી દેશે. જેથી મન ફાવે તેમ વસ્તુ સિદ્ધ કરી શકે, પછી તેને કોણ રોકી શકે? મારો વા સ્વભાવો દૃષ્ટોત્તમાં સર્વત્ર સુમવા=અથવા અગ્નિકાળે અગ્નિમાં દાહકસ્વભાવ છે અને પાણીની નિકટતાના કાળે તે જ અગ્નિમાં અપર (બીજો-જુદો) જ ભીંજવવાનો સ્વભાવ આવે છે. તેવી જ રીતે પાણીમાં ભીંજવવાનો સ્વભાવ છે. પરંતુ અગ્નિની નિકટતાના કાળે અપર જ (
દાક્તાનો) સ્વભાવ આવે છે. એમ પણ કુતર્કવાદી માની શકે છે અને તે સિદ્ધ કરવા માટે દૃષ્ટાન્તો પણ મળી શકે છે કારણ કે પોતાને અનુકુળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org