________________
૩૩૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૯૨ હોવાથી અર્થક્રિયાયુક્ત છે એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે બૌદ્ધ સિદ્ધ કરે છે. તેની સામે ફરીથી તૈયાયિકાદિ નિત્યવાદી લોકો તે બૌદ્ધને દોષ આપે છે કે જો વસ્તુ ક્ષણિક હોય તો તો તે વસ્તુ એક ક્ષણમાત્ર જ રહેશે બીજા ક્ષણે તે વસ્તુ પોતે જ ન રહે તો તે અર્થક્રિયા કેમ કરી શકે? અને પદાર્થોમાં અર્થક્રિયા તો થાય જ છે. માટે વસ્તુ ક્ષણિક હોય તો અર્થક્રિયા સંભવતી નથી. તેથી ક્ષણિક્તાની વાત તે બરાબર નથી. ત્યારે તેની સામે બૌદ્ધ આ રીતે બચાવ કરે છે કે
૩થ સ્વમવૈરુત્તર વાળ્યોતિ સર્વરૈવ તથા તત્સિદ્દી વવતું પર્વતે = હવે જો “સ્વભાવ” દ્વારા જ ઉત્તર આપી શકાય તો સર્વસ્થાને તે તે પ્રકારનો સ્વભાવ જ તે તે ભાવની સિદ્ધિમાં કહેવાને શકય થવાય છે. અર્થાત્ જે જે સિદ્ધ ન થતું હોય અને દોષો જ આવતા હોય તો ત્યાં ત્યાં સર્વસ્થાને તે તે ભાવ સિદ્ધ કરવામાં તેવો તેવો સ્વભાવ કહીને સિદ્ધ કરી શકાય છે. (દોષમાંથી છટકી શકાય છે) મથકેવી રીતે દોષમાંથી છટકીને વસ્તુસ્થિતિ સિદ્ધ કરાય છે? તે જણાવે છે કે-વેન તર્થર સ્વભાવ =બૌદ્ધ હવે એવો બચાવ કરી શકે છે કે જે કારણથી ક્ષણિક એવા પદાર્થમાં તે તે અર્થક્રિયા કરણ (કરવાનો) સ્વભાવ વર્તે છે. તેના તાં
રોતિ તેવો સ્વભાવ હોવાના કારણથી પદાર્થ તે તે અર્થક્રિયાને કરે છે. એમ અમે કહીશું ? પુનઃ ક્ષતિયા =પરંતુ ક્ષણિક હોવાથી અર્થક્રિયા કરે છે એમ નહીં કહીએ. જેથી ક્ષણિકવસ્તુ ક્ષણમાત્ર હોવાથી અર્થક્રિયા ઘટશે નહીં, એવો તમે આપેલો દોષ અમને લાગશે નહીં. કારણ કે અર્થક્રિયા કરવાનું કારણ અમે વસ્તુસ્વભાવ કહીએ છીએ. પરંતુ ક્ષણિકતા કહેતા નથી. કારણ કે તા: સર્વમવેબ્લેવાયુપામતે ક્ષણિક્તા તો સર્વપદાર્થોમાં પણ અમારા વડે સ્વીકારાઈ છે. યતઃ pdfશ્ચત્તથમિાવપ્રસા=જો ક્ષણિક્તા એ અર્થક્રિયાનું કારણ માનીએ તો જે તે કોઇપણ પદાર્થમાંથી તે તે અર્થક્રિયા થવાનો પ્રસંગ આવે. માટીમાં જેવી ક્ષણિક્તા છે, તેવી જ ક્ષણિક્તા તન્ત અને બીજમાં પણ છે. તેથી જેમ માટીમાંથી ઘટ બનવાની અર્થક્રિયા થાય છે, તેમ તનુ અને બીજમાંથી પણ ઘટ બનવાની અર્થક્રિયા થવા લાગશે. તથા તખ્તમાંથી પટ બનવાને બદલે માટી તેનું અને બીજ એમ સર્વ પદાર્થોથી પટ બનવા લાગશે તથા બીજમાંથી જ અંકુરા ફૂટવાને બદલે માટી, તન્તુ અને બીજ એમ સર્વ પદાર્થોમાંથી અંકુરા ફૂટવા લાગશે. કારણ કે તન્નાલન્થનાવિશેષ- તે તે અર્થક્રિયા થવામાં કારણભૂત માનેલી એવી જે ક્ષણિક્તા છે એ તો સર્વ પદાર્થોમાં અવિશેષ જ છે. તેથી અર્થક્રિયાનું કારણ ક્ષણિક્તા નથી, પરંતુ વસ્તુગત તેવો તેવો સ્વભાવ જ કારણ છે. આમ બૌદ્ધ પોતાની ક્ષણિક્તાની માન્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org