________________
ગાથા : ૯૦ યોગદષ્ટિ સમુચ્ચય
૩૨૫ સર્વની સાથે સમાન-અસમાન એમ બે ભાવવાળી જ હોય છે. એકલી સમાન કદાપિ હોતી નથી. પરંતુ માત્ર સમાન ધર્મને આગળ કરીને આવા કુતર્કના કારણે જ આ જીવ મનમાં ઉઠેલા વિકલ્પને સાચો માની લે છે. મનમાં પ્રથમ વિકલ્પ ઉઠે છે. પછી તેને સત્ય બનાવવા તેવા પ્રકારનો તર્ક ઉપસ્થિત થાય છે. આ પ્રમાણે આ કુતર્ક વિકલ્પોની યોજના
રૂપ છે.
“તરસ્યા માણસને પાણી પાઈએ તો અધર્મ થાય, કારણ કે તરસ્યો માણસ જે છે તે એક બચે, પરંતુ પાણીના અસંખ્ય જીવો મરે” આ પણ કુતર્ક જ છે. બધા જ જીવો સમાન છે. આવા પ્રકારનો મનમાં ઉઠેલો જે વિકલ્પ છે તેને આ કુતર્ક સચોટ કર્યો છે. પરંતુ આ કુતર્ક બરાબર નથી. કારણ કે બધા જ જીવો જીવદ્રવ્યપણે સમાન હોવા છતાં પણ તેમાં થયેલા ગુણવિકાસથી અસમાન પણ અવશ્ય છે જ. અપ્લાયના અસંખ્ય જીવોની ચેતના (આવિર્ભત થયેલી જ્ઞાન સંજ્ઞા) એકઠી કરો તો પણ એક પંચેન્દ્રિયથી પણ અસંખ્યાતમા ભાગે હીન છે. માટે તમામ જીવદ્રવ્યો સમાન જ છે એમ નહીં, પરંતુ સમાન પણ છે. અને અસમાન પણ છે. કોઈ માણસ પાસે સો રૂપીયાની એક જ નોટ છે. અને તેની જ પાસે રૂપીયા-રૂપીયાની પચ્ચીસ નોટો છે. તો બધી નોટો નોટપણે (સરકારી ચલણપણે) સમાન હોવા છતાં લૂંટારો મળે અને બેમાંથી એક આપી દેવાનું કહે તો તે માણસ બન્ને નોટોને શું સમાન માનશે? પચ્ચીસ નોટોને રાખીને શું ૧00ની એક નોટ જવા દેશે? અર્થાત્ સોની જે એક નોટ છે તે એક હોવા છતાં રાખશે. અને એક એકની પચ્ચીસ નોટ જવા દેશે. તેમ અહીં પણ પંચેન્દ્રિયની ચેતના એક હોવા છતાં સોની નોટ તુલ્ય અધિક છે અને અપ્લાયની ચેતના એક એક રૂપીયાની નોટ તુલ્ય હીન છે. આવા ઉત્તમ વિચારો સ્યાવાદ શૈલીથી જ આવે છે. માટે સ્યાદ્વાદ દૃષ્ટિ એ જ આવા કુતર્કોના પ્રત્યુત્તર રૂપ છે. સ્યાદ્વાદ શૈલી જ કુતર્કોનો વિનાશ કરવા સમર્થ છે.
બધા જ માનવ સરખા, માનવ-માનવમાં તે કંઈ ભેદભાવ કરાતો હશે? ઉચ્ચ-નીચના ભેદો ટૂંકી બુદ્ધિવાળાએ ઉભા કર્યા છે” આ પણ એકાન્તદષ્ટિ હોવાથી કુતર્ક છે. પ્રત્યેક માનવી માનવપણે અવશ્ય સમાન છે. પરંતુ વિકસિત ગુણધર્મથી અસમાન પણ છે. જો સમાન જ હોય તો ઓપરેશન ડૉકટર પાસે અને કોર્ટનો કેશ વકીલ પાસે જ કેમ ચલાવાય ? ઉલટસુલટ કેમ ન કરાય? સામાન્ય દર્દ ફેમીલી ડૉકટર પાસે અને ભારે ઓપરેશન સર્જન પાસે જ કેમ કરાવાય? સામાન્ય દર્દ સર્જન પાસે અને ભારે ઓપરેશન ફેમીલી ડોકટર પાસે કેમ કરાવાતું નથી? માટે માનવપણે જેમ સમાન છે. તેમ આવિર્ભત ગુણધર્મથી અસમાન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org