________________
૩૨૪ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૯૦ મોહના ઉદયયુક્ત જ્ઞાન એ અવિદ્યા છે. તે ખોટો શિલ્પી છે. તેમાંથી ખોટું ઘડતર થવા રૂપી અનેક વિકલ્પો ઉઠે છે. અને તે ખોટા ઘડાયેલા અંગોને ગોઠવવા રૂપઃખોટા વિકલ્પોને જોડવા સ્વરૂપ પુષ્ટિ કરનારો આ કુતર્ક છે. અવિદ્યાના કારણે મનમાં વિકલ્પો ઉઠે છે. અને કુતર્ક તે વિકલ્પને સચોટ કરવા રૂપે મદદ કરે છે. આત્માને ખોટે રસ્તે લઈ જાય છે. જેમ કે-ગોમય એટલે છાણ, અને પાયસ એટલે દૂધ, ગોમય એ પણ ગાયનો અંશ છે અને દૂધ એ પણ ગાયનો જ અંશ છે. તો બન્ને એક જ વ્યક્તિના અંશ હોવાથી દૂધ જો પીવા લાયક છે તો ગોમય પણ ભક્ષ્ય (ખાવા લાયક) કેમ ન બને ? અને ગોમય જો ખાવા લાયક નથી તો દૂધ પીવા લાયક કેમ બને? આવો જ તર્ક આજે વિદેશના લોકો કરતા હોય છે કે જો ગાયનું દૂધ પીવાય તો માંસ કેમ ન ખવાય? અને જો માંસ ન ખવાય તો દૂધ કેમ પીવાય? આવા તર્કો એ કુતર્ક છે. મનમાં માંસભોજનનો વિકલ્પ ઉક્યો છે. તેની આ કુતર્ક બરાબર યોજના કરી આપી. આવા કુતર્કથી આત્મા ખોટે રસ્તે દોરવાઈ જાય છે.
જો કે આવા કુતર્કનો ઉત્તર પણ હોય જ છે. પરંતુ આવા કુતર્કોના ઉત્તર આપે એવા વિશિષ્ટ જ્ઞાની ગુરુનો જો સમાગમ તાત્કાલિક ન થાય અને દુષ્ટ માણસોની સંગતિથી કુતર્કોનો પ્રભાવ વધતો જાય તો આ આત્માનું ઘણું જ અહિત-અકલ્યાણ થાય. તેથી આવા કુતર્કો વડે સર્યું. જે કુતર્ક અનંત સંસાર વધારે છે તેવા કુતર્કની મોક્ષાર્થી મહાત્માને શું જરૂર ? ઉપરના કુતર્કનો ઉત્તર આ પ્રમાણે છે કે હાથ અને પગ બન્ને એક જ માણસનાં અંગ હોવા છતાં પણ કોઈના મસ્તક ઉપર બીજો પુરુષ હાથ મૂકે તો તે પ્રથમ પુરુષ રાજી થાય છે અને તે જ મસ્તક ઉપર પગ મૂકે તો નારાજ થાય છે. આમ કેમ બને છે ? બન્ને અંગો છે તો એક જ માણસનાં, છતાં બન્નેના સંયોગકાળે અનુક્રમે સુખ અને દુઃખ કેમ થાય છે? તેથી મોહના ઉદયને દૂર કરીને સમજવું જોઇએ કે “એક જ પ્રાણીના અંગ રૂપે હાથ અને પગ સમાન હોવા છતાં પણ પોતાના ગુણ- ધર્મથી “અસમાન” પણ છે. હાથ શુભ નામકર્મના ઉદયવાળો હોવાથી તથા ઉપરનું અંગ હોવાથી તેનો સંયોગ સુખદાયી તથા શુભ છે અને પગ અશુભ નામકર્મના ઉદયવાળો અને નીચેનું અંગ હોવાથી તેનો સંયોગ દુઃખદાયી તથા અશુભ છે. તેવી જ રીતે ગોમય અને દૂધ, તથા માંસ અને દૂધ, પણ એક જ ગાયના અંશ હોવાથી અનુક્રમે ગાયના અંશ પણે તથા ગોરસપણે સમાન પણ છે પરંતુ ગોમય અશુચિ ભાવવાળું છે. દૂધ ગાયની હત્યા વિના પ્રાપ્ય છે. માંસમાં ગાયના જીવનો સર્વથા નાશ થાય છે. તથા તે માંસમાં તેના જેવા વર્ણવાળા અસંખ્ય અન્ય જીવોનો ઉત્પાદ અને નાશ થાય છે. દૂધમાં ગાયના જીવનો પણ નાશ થતો નથી અને અન્ય જીવોનો પણ નાશ નથી. માટે માંસ અને દૂધ તથા ગોમય અને દુધ “અસમાન” પણ છે. સર્વે વસ્તુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org