________________
૩૨૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૯૧ અવશ્ય છે જ. પરંતુ કુતર્કવાળી બુદ્ધિ આ સમજવા દેતી નથી. મોહ યુક્ત જ્ઞાન એ જ અવિદ્યા છે તેનાથી જ આવા વિકલ્પો-તરંગો પ્રથમ મનમાં ઉઠે છે. અને આવા પ્રકારના કુતર્કો તે વિકલ્પને પુષ્ટ કરે છે. મજબૂત કરે છે. જેથી આ જીવ મિથ્યાત્વ તરફ અને પાપસ્થાનકો આચરવા તરફ ખેંચાઈ જાય છે. જેનાથી અનંત જન્મ-મરણની પરંપરા વધે છે. તેથી આત્માનું કલ્યાણ જ કરવાની ઇચ્છાવાળા અધ્યાત્મી પુરુષોને આવા કુતર્કનું શું પ્રયોજન છે? વિઝિઅર્થાત્ કંઈ પણ પ્રયોજન નથી. તેવા કુતર્કોનો અને કુતર્કવાળા દુષ્ટપુરુષોની સંગતિનો દૂરથી જ ત્યાગ કરવો એમાં જ આત્મહિત સમાયેલું છે. || ૯૦
जातिप्रायश्च सर्वोऽयं, प्रतीतिफलबाधितः ।
हस्ती व्यापादयत्युक्तौ, प्राप्ताप्राप्तविकल्पवत् ॥ ९१॥ ગાથાર્થ = “હાથી મારી નાંખે છે” એમ કહેવાય છતે પ્રાપ્તને મારે છે કે અપ્રાપ્તને મારે છે ઈત્યાદિ વિકલ્પની જેમ ઉપર સમજાવેલ સર્વે પણ આ કુતર્ક અનુભવથી અને ફળથી બાધિત છે માટે જાતિપ્રાય છે. દૂષણાભાસ રૂપ છે. તે ૯૧
ટીકા-“ગતિપ્રાયશ્ચ-” તૂવામાપ્રાયશ “ વ” તઃ ““uતતિ
નાથિત '' કૃતિ ત્યા, કતવાહિં-“દસ્ત વ્યાપવિત્યુક્ત*-ઇઝેર, લિમિવેત્યાદ-“પ્રાસાવિન્યવત્ કૃતિ / શનૈયાયછાત્રઃ શ્ચિगच्छन् अवशीभूतमत्तहस्त्यारूढेन'' केनचिदुक्तः, भो! भो! त्वरितमपसर, हस्ती व्यापादयति च । तथाऽपरिणतन्यायशास्त्र आह "रे रे बठर! किमेवं युक्तिबाह्य प्रलपसि ? तथाहि-"किमयं प्राप्तं व्यापादयति, किं वाप्राप्तमिति ? आद्यपक्षे भवत एव व्यापत्तिप्रसङ्गः, प्राप्तिभावात्, (द्वितीये च त्रिभुवनस्य, अप्राप्त्यविशेषात्)" एवं यावदाह-तावद्धस्तिना गृहीतः स, कथमपि मेण्ठेन मोचित इति । जातिप्रायता सर्वत्र भिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदने तद्गताकरविकल्पनस्यैवम्प्रायत्वादिति चर्चितमन्यत्र ॥११॥
વિવેચન :- અવિદ્યાથી ઉત્પન્ન થયેલા ખોટા વિકલ્પને મજબૂત કરનારા એવા આ સર્વે કુતર્કો “જાતિપ્રાય” છે. એટલે કે દૂષણાભાસ છે. ન્યાયશાસ્ત્રમાં ખોટા દૂષણને “જાતિ” કહેવાય છે. વકતાની (વાદીની) કહેવાયેલી વાતમાં કોઈપણ દૂષણ નથી, છતાં મન ફાવે તેવા શબ્દના અર્થાન્તરો કલ્પીને તેમાં ખોટાં દૂષણ કહેવાં તેને દૂષણાભાસજાતિસ્થાન કહેવાય છે. આ કુતર્કો સઘળાય તેવા જ છે. કારણ કે આ જે કુતર્ક કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org