________________
૩૨૩
ગાથા : ૯૦
યોગદૃષ્ટિ સમુચ્ચય યુ સરતાવાપથાતુમા-હજુ પણ કુતર્કની અસારતાને જ કહે છે
अविद्यासङ्गताः प्रायो, विकल्पाः सर्व एव यत् ।
तद्योजनात्मकश्चैष, कुतर्कः किमनेन तत् ॥ ९०॥ ગાથાર્થ = મનમાં ઉઠતા સર્વે પણ (વિકલ્પોકકલ્પનાઓ) (જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મ રૂપી) અવિદ્યાના સંગથી પ્રાય: હોય છે. અને તે વિકલ્પોની યોજના રૂપ આ કુતર્ક છે. તેથી પંડિત પુરુષોને આવા કુતર્ક વડે શું? અર્થાત્ તેવા કુતર્કોથી કંઈ પણ સિદ્ધ થતું નથી. ૯oll
ટીકા -“વિદ્યાસ: નવિરતિસમૃવતા: પ્રા" નીચેન “વિન્યા: સર્વ ''-શવિન્યા અવિન્યાશ્ચ ““ઉત્તદોનનક્રિો''વિવોન્યથોનના:-“રંજ''જોમયપરસવિવિપેન ઋત.” ૩વતન, મિનેન તત્'- ૨ િિહિત્યર્થ | ૨૦ |
વિવેચન :-મનમાં ઉઠતા સર્વે પણ વિકલ્પો (કલ્પનાઓ) પછી ભલે તે શબ્દ સંબંધી વિકલ્પ હોય કે અર્થ સંબંધી વિકલ્પ હોય, પરંતુ બધા જ વિકલ્પો-મનના તરંગો જ્ઞાનાવરણીય કર્મ અને મોહનીય કર્મના ઉદય રૂપ અવિદ્યાથી સંગત હોય છે. જ્ઞાનાવરણીયાદિમાં આદિ શબ્દથી મોહનીયકર્મ પણ સમજી લેવું. કારણ કે એકલા જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તો જ્ઞાન અવરાય, અજ્ઞાનતા-મૂર્ખતા પ્રાપ્ત થાય. પરંતુ અનેક પ્રકારના મનગમતા વિકલ્પો ઘડવાનું અને ઉલટા વિકલ્પો કરવાનું કામ મોહનીય કર્મ કરે છે. એટલે અનેક તર્ક કરવાની પ્રાપ્ત થયેલી જે જ્ઞાનશક્તિ છે તે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, પરંતુ તે મોહનીયકર્મના ઉદયથી વ્યાપ્ત છે. તેથી જેમ સ્વચ્છ પાણી વસ્ત્રને મેલ રહિત કરે, પરંતુ તે જ પાણી કચરાથી ભરપૂર હોય તો વસ્ત્રને વધારે મલીન કરે. તેમ જ્ઞાન આત્માને તારે, પરંતુ તે જ જ્ઞાન જો મોહના ઉદયથી વ્યાપ્ત હોય તો આ જ્ઞાન કુવિકલ્પો જ કરાવે, તેથી તે જ્ઞાનને અજ્ઞાન-અવિદ્યા કહેવાય છે. જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ સારો, પરંતુ મોહનીયકર્મના ઉદયથી યુક્ત એવો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ વધારે ભયંકર છે. કેમકે જે ક્ષયોપશમ આત્માને પ્રાયઃ કુવિકલ્પો કરાવીને અનંત સંસારમાં રખડાવે છે. તેથી તે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ હોવા છતાં પણ મોહના ઉદયથી વ્યાપ્ત હોવાથી સમ્યજ્ઞાન ઉપરના આવરણીયકર્મનો ઉદય જ કહેવાય છે. તેથી આ સર્વે વિકલ્પો=મનના ખોટા તરંગો મોહયુક્ત જ્ઞાન દ્વારા એટલે અજ્ઞાન-અવિદ્યા દ્વારા જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org