________________
ગાથા : ૮૯ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૨૧ (૧) પરોપકાર એ શ્રુતાદિ ગુણત્રયનું પરમબીજ છે. જેમ એક બીજમાંથી ઉપયોગપૂર્વક તેની વાવણી અને માવજત કરતાં પુષ્કળ ધાન્યરાશિ પ્રાપ્ત થાય છે. કારણકે બીજનો આવો સ્વભાવ જ છે. પોતે દાણો એક છતાં અનેક દાણાનો પ્રસવ કરે, તેમાં પણ જે પરમબીજ હોય, શ્રેષ્ઠ હોય, અમૂલ્ય બીજ હોય તેનું તો પૂછવું જ શું? ધાન્યના ઢગલેઢગલાનો ફાળ લાવે. તેવી રીતે પર આત્માનું જે રીતે હિત થાય. કલ્યાણ થાય, તેવું કામ ઉપયોગપૂર્વક કરવાથી નમ્રતા-વિનય-વિવેક-ગંભીરતા-પ્રશાન્તવાહિતા આદિ ગુણો આવવાથી ગુરુજીની કૃપા- દૃષ્ટિ વધતાં તેઓશ્રીની પ્રસન્નતાથી અપૂર્વ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય. શ્રુત અનાયાસે કંઠસ્થ થવા લાગે છે. આ ગુણોનો એવો સ્વભાવ જ છે. કે ગુરુની કૃપા વરસાવે. જેથી દુષ્કર અને અગમ્ય એવા પણ શ્રુતપાઠો ચિત્તમાં અંતઃપ્રવેશ કરે. પરનો દ્રોહ, ઈર્ષ્યા આદિ દુર્ગુણો તો મનમાં હુરે જ નહીં. પરંતુ પરની સેવાબુદ્ધિ કરવાના ભાવ જન્મે, સેવા પરાયણ ચિત્ત થવાથી કદાપિ મનમાં કલેશ-કંકાસ જન્મે જ નહીં. સદા પ્રસન્ન જ પ્રસન્ન મુખમુદ્રા રહેતાં સમાધિ પણ અપૂર્વ જ પ્રાપ્ત થાય.
(૨) પરોપકાર એ સર્વયોગીઓને માન્ય છે. સિદ્ધ છે. પ્રતિષ્ઠિત છે. કુલયોગીપ્રવૃત્તચક્રયોગી આ બન્ને પ્રકારના યોગી મહાત્માઓને પરોપકાર એ શ્રુતજ્ઞાનાદિનું કારણ છે એમ અનુભવ– સિદ્ધ છે. કારણ કે તેઓ પોતે તે રીતે પ્રવૃત્તિ કરતા છતા ગુણવિકાસ સાધી રહ્યા છે. હાલ પોતે સાધકદશામાં હોવાથી પોતાને અનુભવ-સિદ્ધઅનુભવથી જ પ્રતિષ્ઠિત આ વાત છે. તથા નિષ્પન્નયોગી મહાત્માઓ પણ આ જ માર્ગ, પરોપકાર કરવા દ્વારા જ ગુણો પ્રાપ્ત કરનારા બન્યા છે. જો કે તેઓ અત્યારે સાધકદશામાં નથી, સિદ્ધ દશામાં છે. તો પણ ભૂતકાળના અનુભવથી આ વાત તેઓને પણ માન્ય છે. પ્રતિષ્ઠિત છે. નિર્દોષ છે. પ્રસિદ્ધ છે.
| (૩) “પરોપકાર” એ ગુણત્રયની પ્રાપ્તિનું અવધ્ય કારણ છે. એટલે કે નિયત ફળદાયિ છે. નિયમ ફળ આપનારું છે. જે બીજમાંથી અંકુરાદિ ઉગે નહીં અને અંતે ફળ આવે નહીં તે વત્સ્યબીજ કહેવાય છે. વર્ષો પૂર્વેનું ધાન્યબીજ વબ્ધ હોય છે. આ પરોપકાર તેવો નથી. પરંતુ પરનો ઉપકાર કરવો તે શ્રુતજ્ઞાન-શીલ-અને સમાધિફળને અવશ્ય આપનાર જ છે. કદાપિ નિષ્ફળ જનાર નથી. અને આ માર્ગે જ અનંત જીવો કલ્યાણ પામ્યા છે અને ભાવિમાં પણ પામશે. માટે પરોપકાર એ અવસ્થબીજતુલ્ય છે.
(૪) “પરોપકાર” એ પરિશુદ્ધ કાર્ય છે. એટલે પરનાં જે જે પ્રયોજનો (કાર્યો-કલ્યાણ) હોય, તેનું નિષ્પાદન કરવું તે પરોપકાર કહેવાય છે. તે પણ પરિશુદ્ધ યો. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org