________________
૩૨૦ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૯ શ્રુતાદિ ત્રણ ગુણની સાથે તેના બીજભૂત પરોપકારનો પણ અભિનિવેશ રાખવો તે ગ્રંથકાર સમજાવે છે.
बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम् ।
परार्थकरणं येन, परिशुद्धमतोऽत्र च ॥ ८९॥
ગાથાર્થ = આ શ્રુતાદિ ગુણત્રયની પ્રાપ્તિનું પરમબીજ, સર્વયોગી મહાત્માઓને સિદ્ધ અને અવધ્ય ફલનિષ્પાદક એવું પરિશુદ્ધ પરોપકારકરણ શાસ્ત્રોમાં જે કારણથી કહેલું છે. એ કારણથી અહીં (પરોપકારમાં) પણ અભિનિવેશ રાખવો. તે ૮૯
ટીકા “નં રહ્ય' શ્રત “પરં સિદ્ધ' પ્રથાનું પ્રતિતિમ “મવ'' નિયતિનિધિ “સર્વના '-નશિપ્રકૃતીનામ | વિ તરિત્યાહ-““પાર્થશ્નર' પરપ્રયોગનનિષ્પવિનં, “” વાર “પરિશુદ્ધ''કન્યાનુપાન | અત:'' શરત્ “મત્ર " પરાઈવરને યુવતોડમિનિવેશ કૃતિ ૮૨
| વિવેચન :-શ્રુતજ્ઞાન એટલે આગમશાસ્ત્રોનો ગુરુગમથી અભ્યાસ કરવો, શીલ એટલે પર પ્રત્યે દ્વેષ ન કરવો અને સમાધિ એટલે ધ્યાનથી પ્રાપ્ત થતી સમતા-સમભાવ, આ ત્રણે ગુણો મુક્તિપ્રાપ્તિનું પરમપ્રધાન કારણ છે. એમ પૂર્વની ગાથામાં કહ્યું છે. ત્યાં એવો પ્રશ્ન થાય છે કે મુક્તિના પરમપ્રધાન કારણભૂત એવા શ્રુતજ્ઞાનાદિ આ ત્રણ ગુણો મેળવવા કેમ? આ ત્રણ ગુણોની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું ? તેનો ઉત્તર આ ગાથામાં આપે છે કે-મસ્થ આ ત્રણ ગુણોનું વર્ષ = કારણ પરાર્થvi = “પરોપકાર” છે. પોતાની શક્તિને અનુસારે તન-મન-ધન અને વચનથી પરનો ઉપકાર કરવો. પરનું હિત થાય એવી પ્રવૃત્તિ કરવી. એ પરોપકાર જ કૃતાદિ ત્રણ ગુણોનું કારણ છે. પરોપકાર કરવાથી વિનય-વિવેકાદિ ગુણો આવે છે. અને તેનાથી શ્રુતજ્ઞાનાદિ આવે છે અને શ્રુતજ્ઞાનાદિથી મુક્તિ થાય છે. માટે યોગી મહાત્માઓએ સ્વકલ્યાણ અર્થે શક્તિ ગોપવ્યા વિના પરકલ્યાણની પ્રવૃત્તિમાં પરાયણ થવું.
પ્રશ્ન : “પરોપકાર” કેવો છે? તેનું કંઈક સ્વરૂપ જણાય તો જ કર્તવ્યતા બુદ્ધિ આવે. માટે પરોપકારનું સ્વરૂપ સમજાવો.
ઉત્તર : “પરોપકાર” સમજાવવા માટે આ ગાથામાં ચાર વિશેષણો કહ્યાં છે. (૧) પરમબીજ, (૨) સર્વયોગીઓને સિદ્ધ, (૩) અવધ્ય, અને (૪) પરિશુદ્ધ. આ ચારે પદોનો ભાવાર્થ આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org