________________
૩૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૭ જ્યાં અસદાગ્રહ કદાગ્રહ” રૂપી અગ્નિથી અંત:કરણ બની રહ્યું છે ત્યાં સાચા તત્ત્વના નિર્ણય રૂપી વેલડી કયાંથી ઉગે? અર્થાત્ ન જ ઉગે. (તેવી વેલડી વિના) પ્રશાન્તભાવરૂપી પુષ્પો, અને હિતોપદેશરૂપી ફળો તો (ત્યાં આવે જ ક્યાંથી? એટલે) અન્યત્ર જ શોધવાનાં રહે. આવા પ્રકારના કદાગ્રહ વડે ઢંકાઈ છે મતિ જેની એવો મનુષ્ય કુતર્કરૂપી દાતરડા વડે તત્ત્વબોધરૂપી વેલડીને કાપે છે. કુતર્કના રસરૂપી પાણીથી દોષો રૂપી વૃક્ષને સિંચે છે. અને સમતા નામના સ્વાદિષ્ટફળને નીચે નાખે છે. (નાશ કરે છે.)
(૩) શ્રદ્ધામક =શાસ્ત્રવચનો ઉપર થતી શ્રદ્ધાનો આ કુતર્ક ભંગ કરનાર છે. કેટલીક વસ્તુ જ એવી હોય છે કે, ત્યાં શ્રદ્ધા જ આવશ્યક છે. તર્ક લગાડાતો નથી. હવે જો ત્યાં તર્ક લગાડાય તો તે વસ્તુ સમજાય તેવી જ ન હોય, એટલે આગમમાં કહેલા અર્થોની અપ્રતિપત્તિ થવાથી આવા પ્રકારના કુતર્કો લગાડવાથી શાસ્ત્રીય શ્રદ્ધાનો ભંગ થાય છે. જેમકે, (૧) જીવોના ભવ્ય-અભવ્ય એમ બે ભેદ કહ્યા છે. (૨) ચૌદે રાજલોકમાં સૂક્ષ્મનિગોદના જીવો ભર્યા છે. (૩) મુક્તિના જીવો લોકના અંતે જઈને વસે છે. (૪) લોકાકાશમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. (૫) અસંખ્ય લીપસમુદ્ર છે. ઈત્યાદિ ઘણા પદાર્થો તર્કગમ્ય નથી, પણ માત્ર શ્રદ્ધાગમ્ય છે. તેથી તેવા ભાવોમાં તર્ક લગાવવાથી સમજાય જ નહીં, અને ન સમજાય એટલે યથાર્થ શ્રદ્ધા થાય નહીં. અને કદાચ ઉપર છલ્લી શ્રદ્ધા થાય તો દીર્ઘકાળ ટકે નહીં અને વળી કુતર્ક કરે કે જો કંઈ સમજાતું જ નથી તો શ્રદ્ધા કરીને પણ શું લાભ ? એમ કહીને શ્રદ્ધાગુણનો આ જીવ ભંગ કરે છે. પૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ “સન્મતિ પ્રકરણ”માં સ્પષ્ટ કહ્યું છે કે
दुविहो धम्मावाओ अहेउवाओ य हेउवाओ य ।। तत्थ उ अहेउवाओ भवियाऽभवियादओ भावा ॥ ३-४३ ॥ जो हेउवायपक्खम्मि हेउओ आगमे य आगमिओ ।
सो ससमयपण्णवओ सिद्धंतविराहओ अन्नो ॥ ३-४५ ॥ ધર્મવાદ બે પ્રકારનો છે અહેતુવાદ (શ્રદ્ધાગમ્ય) અને હેતુવાદ. ત્યાં ભવ્ય-અભવ્ય વગેરે ભાવો અહેતુવાદ રૂપ છે. જે વ્યક્તિ હેતુવાદના પક્ષમાં હેતુથી અને આગમવાદના પક્ષમાં આગમથી વાત કરે છે તે સ્વ સમયનો (સ્વશાસ્ત્રનો) પ્રજ્ઞાપક છે. તેનાથી અન્ય વક્તા સિદ્ધાન્તનો વિરાધક છે. તે ૩-૪૩-૪૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org