________________
૩૧૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૮ કરે, દુઃખી કરે, તેવી જ રીતે આ કુતર્ક પણ આત્માનું અહિત કરનાર છે. અકલ્યાણ કરનાર છે. કારણ કે મારો તર્ક જ બરાબર છે એમ પોતાની જાતને જ ડાહી માનવાથી જે જે આર્ય પુરુષો છે. સત્પરુષો છે જ્ઞાની-ગીતાર્થ-ત્યાગી-વૈરાગી સંત પુરુષો છે. તેમના પ્રત્યે પ્રીતિ ન થાય, સદ્ભાવ ન થાય, બહુમાન ન થાય, બલ્ક તેઓને કંઈ જ આવડતું નથી. મારા એક પણ પ્રશ્નનો બરાબર ઉત્તર આપી શકતા નથી. આ આર્યપુરુષો તો અજ્ઞાની અને કદાગ્રહી છે દેશ-કાલ પ્રમાણે ફેરફાર કરીને ચાલવું જોઈએ. એમ આર્યપુરુષોનો અપવાદ (અપયશ-નિંદા-ટીકા) કરે છે અને મારિ શબ્દથી કોઈ વખત આર્ય પુરુષ ઉપર અછતાં કલંક અને તેમને શારીરિક પીડા પણ આપે છે. આ પ્રમાણે આ કુતર્કથી આત્માનું અહિત જ થાય છે. તેથી આ કુતર્ક એ આત્માનો આન્તરિક (પારમાર્થિક) મહાશત્રુ છે. આત્માના જ્ઞાન-વિનય-વિવેક-ગંભીરતા આદિ અનેક ગુણોનો નાશ કરનાર છે. જો અવેદ્યસંવેદ્યપદ જીતાય તો આ કુતર્કરૂપી વિષમગ્રહ આપોઆપ દૂર થાય છે. ૮૭ના પતશૈવમતઃ શિમિત્યદિ-આ કુતર્ક એ કારણથી આવા પ્રકારનો છે તે કારણથી હવે શું કરવા જેવું છે? તે કહે છે
कुतर्केऽभिनिवेशस्तन्न, युक्तो मुक्तिवादिनाम् ।
युक्तः पुनः श्रुते शीले, समाधौ च महात्मनाम् ॥ ८८॥ ગાથાર્થ = તેથી મુક્તિવાદી (મુમુક્ષુ) આત્માઓએ આવા પ્રકારના કુતર્કમાં અભિનિવેશ (આગ્રહ) કરવો યોગ્ય નથી. પરંતુ શ્રુતજ્ઞાન, શીયળ, અને સમાધિમાં જ મહાત્માઓએ અભિનિવેશ કરવો યોગ્ય છે. મેં ૮૮ |
ટીકા “સૂત-૩વતો , “મનિવે'તથતિહા , નિત્યાદિ ર યુવતઃ” | વેવામિત્યદું-“પુસ્તિવનિ' સિનાહિત્યર્થ ! “યુક્તઃ પુન: શ્ર” મને “ ”ક્ટ્રિોવિરતિનક્ષ, “માઘ ૪''. ધ્યાનનમૂતે "महात्मनां"-मुक्तिवादिनां-अभिनिवेशो युक्त इति ॥ ८८॥
વિવેચન - બોધને માટે રોગસમાન, સમતાને માટે અપાયરૂપ, શ્રદ્ધાનો વિનાશ કરનાર અને અભિમાનનો જનક આવા પ્રકારનાં પૂર્વની ગાથામાં કહેવાયેલાં લક્ષણોવાળા કુતર્કમાં મુક્તિવાદી (મુમુક્ષુ) એવા સંન્યાસી આત્માઓએ અભિનિવેશ (આગ્રહ) કરવો તે ઉચિત નથી. આત્માનું અકલ્યાણ જ કરનારો છે. અહીં “અભિનિવેશ” એટલે (તથાતાહ :) તે વસ્તુ તેમજ છે એવો કુત્સિત આગ્રહ અને મુક્તિવાદી એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org