________________
ગાથા : ૮૮ યોગદષ્ટિ સમુચ્ચય
૩૧૭. આત્માને કર્મ અને શરીરાદિના બંધનોમાંથી મુક્ત કરવાથી નિર્મળ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય તેને મોક્ષ કહેવાય. એવા મોક્ષતત્ત્વને માનનારા જે પુરુષો તે. અર્થાત્ મુક્તિ છે એવું માનનારા અને તેની પ્રાપ્તિ માટે સંસાર ત્યજી ચારિત્ર ગ્રહણ કરનારા એવા સન્યાસી પુરુષો અહીં મુક્તિવાદી સમજવા.
આગમમાં કહેલા ભાવો સમજવા તર્ક ન કરવા. અને જેમાં લખ્યું છે તેમ માની લેવું. એવું કહેવાનો આશય નથી. પરંતુ જે જે ભાવો તર્કગમ્ય છે તેને તર્કથી જાણવા જોઇએ. તર્કગમ્યભાવોને તર્કથી જાણવાથી શ્રદ્ધા વધારે મજબૂત બને છે. સમજાવનાર ગુરુએ પણ તર્કગમ્ય ભાવોને તર્કથી તથા તેને અનુકૂલ ઉદાહરણથી શિષ્યોને બરાબર સમજાવવા જોઈએ. પોતાની અજ્ઞાનતાથી કે પ્રમાદથી તર્કગમ્ય ભાવોમાં તર્કને ન સમજાવતાં અને માત્ર શ્રદ્ધાને પ્રધાન કરતાં ગુરુ પણ આરાધક થતા નથી પરંતુ વિરાધક બને છે. (જુઓ-સમ્મતિ. ગાથા ૩-૪૫) તેથી આગમકથિત તર્કગમ્ય ભાવોને આગમને અનુસરનારા સુયોગ્ય તર્ક વડે સમજાવવા તે સુતર્ક છે. શાસ્ત્રમાં સુતર્કનો કદાપિ નિષેધ કરેલ નથી. પ્રતિવાદીઓ સામે જુદા-જુદા વિષયો ઉપર આપણા અનેક આચાર્યોએ સુયોગ્ય તર્ક વડે તેઓને પ્રત્યુત્તર આપવા રૂપે અનેક મહાનું ખંડનમંડનના ગ્રંથો સજર્યા છે. સમ્મતિ પ્રકરણ, સ્યાદ્વાદ રત્નાકર, રત્નાકરાવતારિકા, અનેકાન્તજયપતાકા, સ્યાવાદમંજરી ખંડનખાદ્ય ઇત્યાદિ મહા તર્કગ્રંથો જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. માટે તર્કગમ્ય ભાવોમાં આગમાનુસારી તર્કો જોડવા એ જ્ઞાન આપવાની સુયોગ્ય રીત છે. પરંતુ જે ભાવો તર્કથી અગમ્ય છે. અતીન્દ્રિય છે અને શ્રદ્ધાથી જ માત્ર ગ્રાહ્ય છે ત્યાં પોતાની મતિમાં આવે તેવા આગમથી નિરપેક્ષ કુતર્કો લગાવવા. અને તેને તેમ માની લેવું એ કુતર્ક છે. શ્રદ્ધગમ્ય ભાવોને સદા શ્રદ્ધાથી જ સમજવા પ્રયત્ન કરવો જોઇએ. આ જ વાત પૂ. શ્રી સિદ્ધસેનજીએ સમ્મતિ તર્કના ત્રીજા કાંડમાં ગાથા ૪૩-૪પમાં કહી છે. જે પહેલાં સમજાવી છે. તેથી મુમુક્ષુ આત્માઓએ આવા કુતર્કમાં અભિનિવેશ (આગ્રહ) કદાપિ રાખવો નહીં. મહાપુરુષોએ આગમોમાં જે ભાવો જેમ કહ્યા છે. તેને તેમ સમજવા સુયોગ્ય તર્ક લગાડી શકાય. પરંતુ ખોટી રીતે તર્ક લગાડીને તર્કના અનુસાર વસ્તુતત્ત્વનો અપલાપ કરવો કે વસ્તુતત્ત્વને અન્યથા કરવા પ્રયત્ન કરવો એ મૂર્ખતા છે. અજ્ઞાન છે. ન્યાયશાસ્ત્રોમાં વાદિ-પ્રતિવાદિને જીતવા માટે આવા કુતર્કોનું (જાતિ-નિગ્રહસ્થાન અને હેત્વાભાસ)નું પ્રકરણ આવે છે. તેવા કુતર્કોનો ઉપયોગ ન કરવો. તેના થોડાક ઉદાહરણો જણાવાય છે. (૧) “શબ્દ એ કતક હોવાથી ઘટની જેમ અનિત્ય છે.” આવું કહેવાય છતે જો
એવો તર્ક કરવામાં આવે કે કૃત્રિમ હોવાથી જો શબ્દ ઘટની સમાન હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org