________________
૩૧૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૭ ગાથાર્થ - આ કુતર્ક બોધ માટે એટલે કે જ્ઞાન માટે રોગરૂપ છે. સમતા માટે અપાય રૂપ છે. શ્રદ્ધાનો ભંગ કરનાર છે. અને અભિમાન કરાવનાર છે. માટે આ રીતે અનેકપ્રકારે ચિત્તનો તે સ્પષ્ટ ભાવશત્રુ છે. ૮૭
ટીકા -“જોધા'તથાસ્થિતોપત્તિમવાર, ““માડપાયોઃમિનિવેશનીત,” “શ્રદ્ધામ” માથપ્રતિપઃ, “મિના#'' મિથ્યાભિમાનનવત, અવં “ફ્ર” મા મનિરપેક્ષ ચર્થ, શિમિયાદ“ત:” મન જરાય “માવશz''–પરમાર્થરિપુ, “મા ” બાપવારિન છે. ૮૭૫
વિવેચન - તર્કરૂપી આ વિષમગ્રહ કેટલો ભયંકર છે? આત્માને આત્માર્થતા સાધવામાં કેટલો હાનિકારક છે? અને તેથી ખરેખર પારમાર્થિક રીતે તો આ કુતર્કરૂપી વિષમગ્રહ આ આત્માનો “ભાવશત્રુ” જ છે. અને તેનામાં આત્માના પારમાર્થિક સ્વરૂપનું ઘાતકપણે અનેકરીતે રહેલું છે. છતાં અહીં મુખ્યત્વે ચાર પ્રકારે તેની ભાવશત્રુતા ગ્રંથકાર સમજાવે છે.
(૧) વાદરો :-આ કુતર્ક રૂપી વિષમગ્રહ બોધ માટે (સમ્યગ જ્ઞાન મેળવવામાં) રોગ સમાન છે. કારણ કે જે વસ્તુનું જેવું વાસ્તવિક સ્વરૂપ છે, તેવો યથાવસ્થિત બોધ કરવામાં તે ઉપઘાત કરનારો છે. જેમ શરીરે રોગ થવાથી શરીર દુર્બળ બને છે. ક્ષીણશક્તિવાળું થાય છે. અંગ-ઉપાંગો શિથિલ થાય છે. કામકાજ કરવામાં હતોત્સાહ બને છે. શરીર કૃશ થાય છે. તેમ કુતર્ક એ સાચું જ્ઞાન મેળવવામાં મનને દુર્બળ બનાવે છે. મનને ક્ષીણશક્તિવાળું કરે છે. ચિંતન-મનનની શક્તિમાં મન શિથિલ થાય છે. યથાવસ્થિત વસ્તુતત્ત્વ વિચારવામાં મન હતોત્સાહ બને છે. સાનુકુળ તર્ક વિચારવામાં મન કૃશ બની જાય છે. સૂક્ષ્મ વિચારોનાં દ્વાર બંધ થઇ જાય છે. રોગી માણસને શ્રીખંડ-દૂધપાક કે ઘેબર જેવાં ઉત્તમ-ભોજન રુચતાં નથી. અને છતાં કંઈક અંશે ખાય, તો તે પચાવી શકતો નથી. તેમ કુતર્કના રોગવાળાને ઉત્તમ શ્રુતજ્ઞાનરૂપી પરમાન્ન રુચતું નથી. કોઈ જ્ઞાની મહાત્મા કદાચ આગ્રહથી આપે તો પચતું નથી. અજીરણ થઈ જ જાય છે. પ્રાપ્ત થયેલા જ્ઞાનમાં પણ કુતર્ક જ લગાવે છે અને મિથ્યા છિદ્રો જ કાઢે છે. જેમ શારીરિક અંગ-હીનતાવાળાને રાજ્યલક્ષ્મી અપાય નહીં, જેમ કાચા માટીના ઘડામાં પાણી ભરાય નહીં, તેમ જેનો અસદાગ્રહ ટળ્યો નથી તેને પરમાન જેવું શ્રુત અપાય નહીં. જો આપવામાં આવે તો કાચા ઘડામાં ભરાયેલું પાણી જેમ ઘડાનો અને પાણીનો એમ બન્નેનો નાશ કરે છે. તેમ કુતર્કવાળા જીવને અપાયેલું શ્રત કુતર્કના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org