________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૧૩
ગાથા : ૮૭
જીવને દુર્ગતિમાં પાડવાથી જીવનો પણ નાશ કરે છે. અને મિથ્યાભાવે પરિણામ પામવાથી શ્રુતજ્ઞાનનો પણ નાશ કરે છે.
અપાત્રને વિદ્યા આપવાથી તે જીવ વિદ્યાનો દુરુપયોગ કરે, વિદ્યાનું અભિમાન કરે, પોતાને ગીતાર્થ સમજી મન ફાવે તેવા ઉત્તર આપે. વિદ્યાભ્યાસ પણ માત્ર વિનોદ માટે જ થાય. અથવા વાદવિવાદ માટે જ થાય, છેતરપિંડી અને માયામાં જ તેનો ઉપયોગ કરે. ઉખરભૂમિમાં બીજ વાવેલું હોય તો બીજ તો નાશ પામે, પરંતુ ફળ ન આવવાથી બીજ વાવનારને પણ ખેદ ઉત્પન્ન કરે, તેમ કુતર્કવાદીને શાસ્ત્રાધ્યયન કરાવવાથી કંઇ સમ્યગ્ ફળ તો ન જ આવે, પરંતુ મિથ્યાફળ આવવાથી શ્વેત આપનારને પણ દુ:ખહેતુ બને. તેથી મનમાં રહેલો કુતર્કગ્રહ બોધપ્રપ્તિમાં શરીરના રોગની જેમ ઉપઘાતક છે. આ જ વાતની પુષ્ટિ કરતા પૂ. ઉ. શ્રી યશોવિજયજી મ.ના બનાવેલા અધ્યાત્મસારના શ્લોકો આ પ્રમાણે છે
असद्ग्रहो यस्य गतो न नाशं, न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकल्यकलंकितस्य, प्रौढा प्रदातुं घटते नृपश्रीः ॥ १४- १३ ॥ आमे घटे वारि धृतं यथा सद् विनाशयेत् स्वं च घटं च सद्यः । असद्ग्रहग्रस्तमतेस्तथैव, श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ॥ १४-१४ ॥
(૧) શમાપાય:=આ કુતર્ક એ સમતાભાવની પ્રાપ્તિનો (વિનાશ) કરનાર છે. ક્લેશ રૂપ છે. કારણ કે મનમાં અસદ્ એટલે ખોટો અભિનિવેશ (આગ્રહ) ઉત્પન્ન કરે છે. ખોટા આગ્રહથી મન ડોળાયેલું રહે છે. સાચી વસ્તુને પણ ઉડાવવા મનમાં વિવિધ વિકલ્પો રૂપી તરંગો ઉછળે છે. ગમે તેની સાથે વાદવિવાદ જ વધારે કરે છે. તેના કારણે ક્યારેક ક્યારેક આવેશયુક્ત પણ બને છે. મનમાં અશાન્તિ-ક્લેશ અને કષાય જ વર્તે છે. ખોટા ખોટા અભિનિવેશના કારણે અનેકની સાથે લડાઇ-ઝઘડા થાય છે. તેથી સમતારૂપી રત્ન ગુમાવી દેવાય છે. તેથી સમતારૂપી રત્નપ્રાપ્તિમાં આ કુતર્ક અપાયરૂપક્લેશરૂપ (વિનાશક) બને છે.
પૂ. ઉ. શ્રી યશોવિજયજી મ.શ્રીએ અધ્યાત્મસારમાં કહ્યું છે કે
असद्ग्रहाग्निज्वलितं यदन्तः क्व तत्र तत्त्वव्यवसायवल्लिः । प्रशान्तपुष्पाणि हितोपदेशफलानि चान्यत्र गवेषयन्तु ॥ १४-२ ॥ कुतर्कदात्रेण लुनाति तत्त्ववल्लीं रसात्सिञ्चति दोषवृक्षम् । क्षिपत्यधः स्वादुफलं शमाख्यमसद्ग्रहच्छन्नमतिर्मनुष्यः ॥ १४-६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org