________________
૩૦૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૫ ટીકા-“મવેદ્યવેદ્યપદ” મુવતિનક્ષvi, “માä'શ્વભાવરૂપ, મત વાદ-“કુતિપતિન''-કુતિપાતરાણત્રમ, “ઊંગમયોગેન' વિશિષ્ટસામન્થનેત્યર્થ - માવઃ પુરુષપ્રાધાજસ્થાપનપર: | “નયમ'वेद्यसंवेद्यपदं, "महात्मभिः''-पुम्भिः अस्यामेव भूमिकायामन्यदा जेतुमशक्यत्वात् । अत एवानुवादपरोऽप्यागम इति योगाचार्याः अयोग्यनियोगाऽसिद्धेरिति ॥ ८५॥
વિવેચન :- આ અવેદ્યસંવેદ્યપદ એ આભ્ય એટલે “અંધાપા” રૂપ છે. અને દુર્ગતિમાં પાડનાર છે. વેદ્ય એટલે વેદવા યોગ્ય, જે વસ્તુ જેવી છે (હય અથવા ઉપાદેયસર્પ-રજુની જેમ) તે વસ્તુનું તેવું સંવેદન થવું તે વેદ્યસંવેદ્યપદ. અને તેનાથી ઉલટસુલટ સંવેદન થવું. અર્થાત્ યથાર્થ સંવેદન ન થવું. અયથાર્થ સંવેદન થવું. હેય એવાં ભોગસુખોને ઉપાદેય સમજવાં, અને ઉપાદેય એવાં સત્કર્મોને હેય સમજવાં, તે જ અવેદ્યસંવેદ્યપદ છે. એટલે કે મિથ્યાત્વમોહનો ઉદય કહેવાય છે. અંધાપાવાળો માણસ અંધાપાના કારણે સાચો માર્ગ ન દેખતો હોઈ ખોટા રસ્તાને સાચો રસ્તો માની લઈ ખોટે રસ્તે દૂર-દૂર નીકળી જાય છે કે જેથી સાચો રસ્તો બહુ દૂર થઈ જાય છે. રખડપટ્ટી વધી જાય છે. અથવા સાચો રસ્તો ન દેખવાથી આડા-અવળા રસ્તે ચાલતાં આગળ આવતા મોટા ખાડામાં પડી જાય છે. હાડકાં ભાગી જાય છે અને મહાદુઃખ પામે છે.
તેવી જ રીતે આ અવેદ્યસંવેદ્યપદ રૂપી મહાઅંધાપાના કારણે સંસાર કરવાનો સાચો માર્ગ ન સૂઝતો હોઈ કાં તો ખોટે રસ્તે ચડી દૂર-દૂર નીકળી જાય છે એટલે કે અનંત ભવભ્રમણની રખડપટ્ટી વધી જાય છે અથવા આડા-અવળા ઉન્માર્ગના રસ્તે ચાલતાં નરકગતિ આદિ દુર્ગતિ પામવા સ્વરૂપ મોટા ખાડામાં પડી જાય છે. કે જેથી આત્માની દૃષ્ટિ આવવાના તમામ માર્ગો તે ગુમાવી બેસે છે. માટે આ પદ અંધાપા તુલ્ય” અને દુર્ગતિપાત કરાવનારું છે. પરંતુ આંધળા માણસને સાચા માર્ગના અનુભવી અને દેખતા પુરુષનો યોગ જો થઈ જાય, અને તે અંધ પુરુષ દેખતાની આંગળીએ વળગી જાય, દેખતો માણસ જેમ ચાલે અને જેમ બતાવે તેમ જો તે ચાલે તો અવશ્ય નિર્ભય થયો છતો તે અન્ય મનુષ્ય પણ સાચા માર્ગને પામે છે. અને ખાડામાં પડતો બચી જાય છે. એ જ રીતે અંધાપાતુલ્ય આ અવેદ્યસંવેદ્યપદવાળા પુરુષને જો સપુરુષનો (સંસાર તરવાના યથાર્થ માર્ગના અનુભવી પુરુષનો) સમાગમ થઈ જાય, તે તેને યથાર્થ રીતે અનુસરે, સપુરુષ પાસે આગમશ્રવણ કરી તેમના પ્રત્યે પરમવિશ્વાસુ બની બરાબર તે માર્ગે જો ચાલે તો અવશ્ય આ સંસાર અટવી ઓળંગી જાય છે. અને દુર્ગતિ રૂપી ખાડામાં પડતો બચી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org