________________
૩૦૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૬
કુતર્કના કેટલાક નમુના
(ઉત્તરો નીચે આપ્યા છે.) (૧) મુક્તિમાં ગાડી-વાડી-લાડીનાં સુખો જ નથી. તો ત્યાં જઈને શું કરવાનું ? (૨) મુક્તિમાં એકલવાયું રહેવું. તેના કરતાં સંસારમાં અનેકની સાથે રહેવું શું ખોટું?
દુઃખ-સુખની વાત તો થાય. હળવા-મળવાનો વિનોદ તો માણી શકાય? (૩) મુક્તિમાં અદ્ધર આકાશમાં લટકી રહેવું તેનો શું અર્થ? થાક ન લાગે? જ્યાં
આરામથી બેસવા-સુવા ન મળે, જેમ હોય તેમજ રહેવું પડે તેનો શું અર્થ? (૪) ભગવાન્ મહાવીરસ્વામીએ ગોશાળાને શીતલેશ્યા મૂકીને બચાવ્યો, તેથી દયાળુ હતા,
તો ગોશાળાએ મૂકેલી તેજોલેક્ષા વખતે બળતા બે સાધુને કેમ ન બચાવ્યા ?
આવું મહાવીર પ્રભુનું વિરોધાભાસી જીવન હોવાથી આ પ્રસંગ બરાબર નથી. (૫) દેહ એ પણ ધર્મનું સાધન છે તો ઉપવાસ કરીને દમન કરવાની શું જરૂર ?
સારી રીતે તેને ભોજનાદિ આપીને “અધ્યાત્મશાસ્ત્રો વાંચવાં.” અધ્યાત્મશાસ્ત્રોનું વાંચન એ પણ તપ જ છે બલ્ક ભાવ તપ છે. માટે ઉપવાસ આદિ કરવાની
કંઈ જરૂર નથી. (૬) સંસાર ત્યજી સાધુ થવા કરતાં સંસારમાં રહીને શાસ્ત્રો ભણી મનને વૈરાગી
રાખવાથી પણ ભરતમહારાજા-મરુદેવા માતા આદિની જેમ કલ્યાણ કરી શકાય
છે. તેથી સાધુ થવું એ મૂર્ખતા છે. (૭) દ્રવ્યલિંગ ન લઈએ અને ભાવલિંગી થઈને રહીએ તો પણ કલ્યાણ સાધી શકાય
છે. જેમ ઇલાચી અને ચિલાતી. સાધુ થઈને માથું મુંડાવે પણ મન ન મુંડાવે તો તે શું કામનું ? તેના કરતાં તો “અમે ભાવલિંગી થઇને વૈરાગી થઈને
રહીએ” તે વધારે સારું છે. (૮) જ્ઞાન એ આત્માનો ગુણ છે એમ કહો છો, પરંતુ જ્ઞાન જ વધારે પીડાકારી છે.
જ્ઞાન ન હોય તો ખોટું લાગતું નથી. સમજણ ન પડે એટલે દુઃખ થાય નહીં, ઑપરેશન કરે તો પણ વેદના ન થાય, જ્ઞાન ભણે તો લોકો પૂછ-પૂછ કરે, માથું ખાય, ઉંઘ પૂરી આવે નહીં. તેથી શરીર પણ રોગી બને. માટે જ્ઞાન તો વધારે પીડાકારી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org