________________
ગાથા : ૮૪-૮૫ યોગદષ્ટિ સમુચ્ચય
૨૯૯ બંધાયેલાં એવાં તીવ્ર અશુભ કર્મોનો જ્યારે ઉદયકાળ આવે છે ત્યારે અસહ્ય એવાં તથા શબ્દોથી અવાઓ અને અપાર એવાં નરક-નિગોદનાં ભયંકર દુઃખો આવે છે. તેવાં દુ:ખોને જ આપનારાં આ સુખો છે. તેથી જ આ ઇન્દ્રિયજન્ય ભોગસુખો રૌદ્રપરિણામવાળાં એટલે કે દારુણોદય (દારુણ છે ઉદય-વિપાક જેનો એવાં) કહેવાય છે.
ભયંકર દુઃખોનો વિપાક આપનારાં કુત્સિત સુખોને અહીં જે “દારુણોદય” કહેવામાં આવ્યો છે તે જૈનશાસ્ત્રોની આ પરિભાષા છે. એટલે કે શાસ્ત્ર સંબંધી ભાષાનો આ સાંકેતિક શબ્દ છે. તથા મત્સ્યનું જે ઉદાહરણ આપવામાં આવ્યું છે તે પણ એક રસનેન્દ્રિયના સુખનું ઉદાહરણ છે. એ પ્રમાણે શેષ ઈન્દ્રિયોના સુખનાં ઉદાહરણો પણ ઉપલક્ષણથી પૂર્વે કહ્યા પ્રમાણે સમજી લેવાં.
આ પ્રમાણે તુચ્છ (સાર વિનાનાં અને અલ્પમાત્રાવાળા) તથા દારુણવિપાકવાળાં આ કુત્સિત સુખોમાં આસક્ત થયેલા એવા આ ભવાભિનંદી જીવો તે સુખોને મેળવવામાં જ દોડતા સમ્પ્રવૃત્તિઓનો (ધર્મકાર્યની પ્રવૃત્તિઓનો) ત્યાગ કરે છે જે જે પ્રવૃત્તિઓથી આત્માનું હિત થાય છે તે પ્રવૃત્તિઓ આ જીવને રુચતી નથી અને તેને છોડીને આત્મ-અહિતકર પ્રવૃત્તિમાં જોડાય છે.
પ્રશ્ન :- સત્ પ્રવૃત્તિઓનો આ જીવ ત્યાગ કરે અને અસત્યવૃત્તિઓમાં જોડાય છે. તેમાં આ જીવનો શું દોષ? મેતોપોથમ્ તિ=આ પૂર્વબદ્ધ કર્મના ઉદયથી અવળું સૂઝે છે. માટે આ કર્મનો દોષ છે.
ઉત્તર - મદનગ્રંથકાર કહે છે કે થિદો તાપ તમ =જ્ઞાનાવરણીય અને મિથ્યાત્વમોહનીય આ બન્ને કર્મોના ઉદયજન્ય જે આ દારુણ અજ્ઞાનતા છે તેજ દોષરૂપ છે. તેથી દારુણ એવી અજ્ઞાનદશા સ્વરૂપ અંધકારને ધિક્કાર હોજો. સારાંશ કે કષ્ટકારી (મહાદુઃખદાયી) એવી આ અજ્ઞાનતાને અહો! ધિક્કાર થાઓ. ૮૪ll ૩૫સંદરનાદ- હવે આ વાતનો ઉપસંહાર કરતાં જણાવે છે કે
अवेद्यसंवेद्यपदमान्ध्यं दुर्गतिपातकृत् ।
सत्सङ्गागमयोगेन, जेयमेतन्महात्मभिः ॥८५॥ ગાથાર્થ = તે કારણથી આ અવેધસંવેદ્યપદ એ અંધાપા તુલ્ય છે દુર્ગતિમાં પતન કરાવનાર છે. માટે મહાત્મા પુરુષોએ સત્સંગ અને આગમશ્રવણ-સ્વાધ્યાય દ્વારા આ પદને જીતવું જોઈએ. ૫૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org