________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૨
૨૯૪
મત્યર્થમ્। વવા પાશયનીષાદ- ‘“પાપથૂલ્યા'' -જ્ઞાનાવરળીયાવિક્ષળયા ‘‘નડા’' મા, " कार्यमविचार्यैव तत्त्वतः " परमार्थेन क्षणिककुसुखसक्तयाऽऽत्मानं पाशयन्तीति ॥८२॥
વિવેચન :- ઉપ૨ સમજાવ્યા મુજબ આ પ્રસ્તુત ભવરોગી એવા ભવાભિનંદી જીવો પાંચ ઇન્દ્રિયોના ભોગસુખોમાં જ કે જે સુખ ક્ષણિક છે નાશવંત છે. અસાર છે. તુચ્છ છે. મોહની તીવ્રતા કરાવનાર છે. હિંસાદિ પાપકાર્યોનાં સર્જનહાર છે. વાસ્તવિક અસુખરૂપ છે. અર્થાત્ કુત્સિત સુખ સ્વરૂપ છે. સુખાભાસ માત્ર જ છે તેવા પ્રકારનાં કુસુખોમાં સુખબુદ્ધિ થવાથી તેની પ્રાપ્તિ માટે સદા કાળ નાના-મોટા જીવોની હિંસા કરે છે. સ્વાર્થ સાધવા અસત્ય પણ બોલે છે. સુખની આસક્તિથી ચોરી પણ કરે છે. પરસ્ત્રીસેવન, વ્યભિચાર પણ સેવે છે. પરિગ્રહ પણ વધારે છે તેના માટે આરંભ-સમારંભ પણ ઘણા કરે છે. આવા પ્રકારની આ અસત્-અશુભ ચેષ્ટાઓ રૂપી હેતુઓ (પાપબંધનાં કારણો) સેવવા દ્વારા જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય અને અંતરાય એમ મુખ્યત્વે ચાર ઘાતિકર્મ મય પાપકર્મ રૂપી ધૂળ આ આત્મામાં નાખે છે. આ આત્મા અનંતજ્ઞાનાદિ ગુણોથી નિર્મળ સ્ફટિક જેવો શુદ્ધ છે. પરંતુ જડ એવા આ જીવો આવા પ્રકારની સદા અશુભ ચેષ્ટાઓ કરવા દ્વારા પાપકર્મ રૂપી ધૂળ વડે પોતાના આત્માને મલીન કરે છે. પાપકર્મના બંધન રૂપી પાશ વડે આ આત્માને બાંધે છે. પોતે જ પોતાની કુચેષ્ટાઓ દ્વારા પાપકર્મરૂપી ધૂળ વડે આત્માને મલીન-ગંદો-કુત્સિત કરે છે. પોતે જ પોતાનો વૈરી બને છે. પોતેજ પોતાના આત્મા (ના સ્વરૂપ)નો ઘાતક બને છે. અને આ સંસારમાં જે પોતે જ પોતાના ગળામાં ફાંસો નાખે, અથવા પોતે જ પોતાના માથામાં ધૂળ નાંખે, શરીર મેલુ-ગંદું કરે તેને મૂર્ખ કહેવાય છે. જડ જેવો છે અર્થાત્ જડ જ છે એમ પણ કહેવાય છે. એવી જ રીતે મોહાંધતાના કારણે જડમૂર્ખ એવા આ ભવાભિનંદી જીવો પોતે જ પોતાની અશુભ ચેષ્ટાઓ દ્વારા પાપકર્મ રૂપી ધૂલ વડે પોતાના જ આત્માને મલીન કરે છે અશુદ્ધ કરે છે. તત્ત્વથી એટલે કે પરમાર્થથી મારૂં સત્ય કર્તવ્ય શું છે? તેનો વિચાર કર્યા વિના જ આત્માને બંધનગત કરે છે. મોહરૂપી જાદુગરના આવા ખેલ છે. એટલે જ શાસ્ત્રોમાં “મોહ’ને મદિરાની ઉપમા આપવામાં આવી છે કે જેમ મદિરામાં આસક્ત પુરુષ વિવેકશૂન્ય બની જાય છે. પહેરેલાં વસ્ત્રો કાઢી નાંખે, ફાડી નાંખે, ધૂળમાં આળોટે, બેફામ બોલે, પોતે જ પોતાનું શરીર ધૂલીયું કરે. એ જ પ્રમાણે મોહાંધ પુરુષ પણ અસત્પ્રવૃત્તિઓ વડે પાપ મય ધૂળ દ્વારા પોતાના આત્માને પોતે જ મલીન કરે છે. અનંત જન્મમરણના ચક્રાવામાં પરિભ્રમણવાળો બનાવે છે. ૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org