________________
૨૯૩
ગાથા : ૮૧-૮૨
યોગદૃષ્ટિ સમુચ્ચય ભોગસુખોનો આનંદ મને મળે જ નહીં. માટે મારે તેવા અવ્યાબાધ સુખવાળી મુક્તિ કે તેના ઉપાયભૂત રત્નત્રયી સ્વરૂપ જ ત્રિફળાનો ઉપયોગ જોઇતો નથી. ખસના રોગીને જેમ ખંજવાળને ખણવામાં જે આનંદ આવે છે તે આનંદ જ જોઈએ. પછી ભલે તેનાથી ખસનો રોગ વધે. તે ખણવાનો વિનોદ જ તેને સુખકારક છે. તેવી જ રીતે ભોગસુખનો વિનોદ જેમાં અનુભવાય એવા ભોગસુખનાં સાધનો મળવાનો ઉપાય તમારી પાસે હોય તો તે જ ઉપાય મને જણાવો. મારે તો તે ઉપાયની જ જરૂર છે. પછી ભલેને મારો ભવરોગ-ભવભ્રમણા વધે. પરંતુ ભોગસુખ ભોગવામાં જે આનંદ આવે છે. તે કોઈ અદ્વિતીય છે. આવું આ ભવરોગી મૂર્ણ જીવનું કહેવું છે. તત્ત્વનો અનભિન્ન હોવાથી આ મૂર્ખ જીવ જ્ઞાની મળવા છતાં ભવરોગ દૂર કરવાને બદલે ભવરોગ ભલે વધે, પણ મારે તો ભોગસાધન જ જોઇએ કે જેનાથી વિષયસેવનના આનંદનો અનુભવ કરી શકાય. આવા પ્રકારની મૂર્ખતાના કારણે જ આ જીવ વયનો પરિપાક થવા છતાં= વયોવૃદ્ધ થવા છતાં સુવર્ણભસ્મ આદિ શક્તિવર્ધક ઔષધોનો ઉપયોગ કરીને પણ શારીરિક કામ-વીર્ય વધે અને ભોગની ઇચ્છા સંતોષાય એવા પ્રયત્નો કરવામાં જ આદર રાખે છે. જે જોઈને ખરેખર તેના ઉપર ધર્મગુરુને ભાવથી દયા ઉપજે છે. અહીં મૂળશ્લોકમાં ભોગેચ્છા રૂપી ખંજવાળના પરિક્ષયમાં કે નિવૃત્તિમાં જેમ આ ભવાભિનંદી જીવને ઇચ્છા થતી નથી તેવી જ રીતે આ ભવાભિનંદી જીવને ભોગપ્રવૃત્તિના પરિક્ષયમાં કે નિવૃત્તિમાં પણ ઇચ્છા થતી નથી. તેમ ઉપલક્ષણથી સમજી લેવું. શરીર જીર્ણ-શીર્ણ-પરવશ થવા છતાં પણ મહામોહના ઉદયથી આ ભવરોગી જીવની ભોગેચ્છા અને ભોગપ્રવૃત્તિ એમ બન્ને કદાપિ અટકતાં નથી. આ જ મહામોહ રૂપી જાદુગરનો આશ્ચર્યજનક ખેલ છે. યશૈવમત: = જે કારણથી સંસારની આવી સ્થિતિ છે. તેથી ભવાભિનંદી આ જીવો શું કામ કરે છે ? તે ગ્રંથકારશ્રી જણાવે છે
आत्मानं पाशयन्त्येते, सदाऽसच्चेष्टया भृशम् ।
पापधूल्या जडाः कार्यमविचार्यैव तत्त्वतः ॥ ८२॥
ગાથાર્થ = જડ એવા આ ભવાભિનંદી જીવો તત્ત્વથી (પરમાર્થથી) કાર્યનો વિચાર કર્યા વિના જ હંમેશાં અસત્ ચેષ્ટા કરવા દ્વારા મોહનીયાદિ કર્મમય પાપ રૂપી ધૂળ વડે પોતાના આત્માને અતિશય મલીન કરે છે. ૮૨
ટીકા “મા” નીવું, પત્તિ'' ઉત્તિ, “તે ધાત્ત્વિા: “ના” સર્વા, “કચેષ્ટા' પ્રપતિપતાશ્વરૂપ દેતુભૂતી, “મૃા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org