________________
ગાથા : ૨૧
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૦૭
જે જીવને જે ગમતું હોય છે. તે કાર્ય ન કરનારા ઉપર પ્રકૃતિભાવે જ તે જીવને વૈષ આવી જાય છે. પરંતુ આ જીવ દેવ-ગુરુનાં કાર્ય ન કરનારા જીવો ઉપર દ્વેષ અલ્પ પણ કરતો નથી.
अद्वेषश्चामत्सरश्च अपरत्र त्वदेवकार्यादौ, तथा तत्त्ववेदितया मात्सर्यवीर्यबीजभावेऽपि तद्भावाङ्करानुदयात्तत्त्वानुष्ठानमधिकृत्य कर्मण्याशयः । अतोऽस्यापरत्र न चिन्ता, तद्भावेऽपि करुणांशबीजस्यैवेषत्स्फुरणमिति ॥२१॥
(૪) પોતાને દેવ-ગુરુ-ધર્મનું કાર્ય કરતાં થાક-પરિશ્રમ-ખેદ લાગતો નથી, તથા બીજા કોઈ આત્માઓ કે જેઓ હજુ આ ભૂમિકા સુધી આવ્યા નથી. તેવા જીવો દેવગુરુ-અને ધર્મના કાર્યાદિમાં ન વર્તતા હોય તો તેઓને દેખીને તેઓ પ્રત્યે દ્વેષ-મત્સર ઉપજતો નથી. અપરત્ર અષ હોય છે. એટલે કે ઉપેક્ષાવૃત્તિ હોય છે. તેમના પ્રત્યે ધૃણા-તિરસ્કાર કે અપમાનાત્મક બુદ્ધિ થતી નથી, જો કે માત્સર્યભાવ એ દ્રષાત્મકવીર્ય પ્રગટ થવાનું બીજ જે (કષાયોદય) છે. તે સત્તામાં હોવાથી ઉદયમાં આવી શકે તેમ છે તો પણ તત્ત્વવેદી હોવાના કારણે, (બીજો આત્મા દેવ-ગુરુ-ધર્મના કાર્યમાં ન પ્રવર્તે તેમાં આપણને કંઈ નુકશાન થતું નથી આપણે શા માટે ગુસ્સો કરવો જોઈએ તે જીવ પણ કર્મને પરવશ છે. દયાને પાત્ર છે. એવું વિચારીને) તમાવા= તે દ્વેષભાવના અંકુરાઓનો અનુદયાત્ ઉદય ન થવા દેવાથી, તેનો ઉપશમ કરવાથી મારુ હિત-કલ્યાણ શામાં છે ? એટલા તત્ત્વોનુષ્ઠાનમ્ તત્ત્વભૂત અનુષ્ઠાન માત્રને જ આશ્રયીને પોતાનું હિત કરે તેવા કાર્યમાં આશય (ચિત્ત) લગાવે છે. તે પોતાના કાર્યમાં જ મશગૂલ રહે છે. પરના અદેવ-ગુરુ કાર્યાદિ તરફ નજર નાખતો નથી કે જેથી દૈષના અંકુરાનો ઉદય થાય.
ત: આ કારણથી આ જીવને પત્રઅન્યજીવોના અદેવ-ગુટકાર્યાદિની ચિંતા-વિચારણા હોતી નથી, અથવા તણાવેfપ- કદાચ પરજીવની ચિંતા થાય અને તે પરજીવો દેવગુરુના કાર્યમાં નથી પ્રવર્તતા અથવા કુત્સિત દેવ-ગુરુના કાર્યમાં પ્રવર્તે છે. તે જોઈને કદાચ તેમના સંબંધી વિચારો આવે તો પણ તેઓ પ્રત્યે પણ વીનચૈવેષતરમ્ કરુણાનાં જ અંશબીજ કંઇક અંશે ઉછળે છે. અરે ! બીચારા આ જીવો આવા ઉપકારી દેવ-ગુરુ-ધર્મ પ્રાપ્ત થવા છતાં તેવા ઉપકારીઓના કાર્યોની ઉપેક્ષા કરીને માત્ર ભોગકાર્યમાં જ પ્રવર્તે છે. તેઓનો ક્યારે ઉદ્ધાર થશે ? ઉપકારી એવા દેવ-ગુરુ અને ધર્મનું કાર્ય ન કરનારા અને કુત્સિત દેવાદિનું કાર્ય કરનારા એવા આ પર જીવોનું પણ કલ્યાણ થાઓ. એવી કરુણાનાં બીજની જ કંઇક ફુરણા થાય છે.
આ પ્રમાણે પરજીવ ઉપર કરુણા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org