________________
૧૮૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૪ એ જ પ્રમાણે ઔષધ વસ્ત્ર-પાત્ર-વસતિ આદિમાં પણ સમજી લેવું. તેથી યોગીઓના સંયમ અને યોગમાર્ગને બાધા ન આવે તેવી સેવાભક્તિ કરે.
() તનુદધીયુત: તે સેવા કરવામાં સેવા કરનારા એવા મને પોતાને અનુગ્રહ (ઉપકાર) થાય છે એવી બુદ્ધિપૂર્વક સેવાભક્તિ કરે છે. આહારાદિના દાનવડે હું મારા જ આત્માનો અનુગ્રહ કરું છું એવી બુદ્ધિ રાખીને સેવા કરે છે. આવો અપૂર્વ અવસર મને ક્યારે મળે! સંતપુરુષોની સેવા અતિ મહાદુર્લભ છે. પરિવારનું પોષણ તો આ જીવ દરેક ભવોમાં કરે જ છે. ત્યાગી-સંત-સપુરુષોનો પરિચય, ઓળખાણ, સેવા અને આશિષ અતિશય દુર્લભ છે. આ સંતોની સેવાથી મારો ઉપકાર જ થાય છે. તેઓએ મને સેવા કરવાનો લાભ આપ્યો તે પણ મારા ઉપર તેઓનો ઉપકાર છે એવી અનુગ્રહની બુદ્ધિપૂર્વક સેવા કરે. सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः -
આ પ્રમાણે યોગકથા ઉપર પ્રીતિ, યોગીજન પ્રત્યે ભક્તિ-બર્માન અને યથાશક્તિ પોતાનામાં યોગવૃદ્ધિ થાય તેવી યોગીજનોને સાનુકૂળ સેવા-ભક્તિ-વૈયાવચ્ચ કરવા રૂપ ઉપચાર આ જીવ કરે છે. I૪૩ अयमेव विशिष्यतेઆ ઉપચાર (સેવાભક્તિ) કેવી હોય છે ! તે વિશિષ્ટ રૂપે સમજાવે છે
लाभान्तरफलश्चास्य, श्रद्धायुक्तो हितोदयः ।
क्षुद्रोपद्रवहानिश्च, शिष्टसम्मतता तथा ॥४४॥ ગાથાર્થ = શ્રદ્ધાયુક્ત કરાયેલો આ ઉપચાર તેના કરનારને અન્ય અન્ય લાભના ફળોનો દાતા અને હિતોદયનો કર્તા બને છે. તથા તેનાથી તુચ્છ ઉપદ્રવોની હાનિ થાય છે. અને શિષ્ટપુરુષોમાં સન્માનનીય બને છે. મેં ૪૪
ટીકા - નામાન્તનશાચોપરતું, શુદ્ધોપારપુછાત્તાવિપક્રમાવાત, ૩મત 4 શ્રદ્ધાયુક્ત ૩પવાર રૂતિ પ્રમ: | “હિતોત્ય:” પૂર્વવત્, “શુદ્રોપद्रवहानिश्च" भवति, अत एव व्याध्यादिनाशः, शिष्टसम्मतता तथा, अत एवास्यातिसुन्दरो बहुमानः ॥४४॥
વિવેચન :- આ ઉપચાર (સેવાધર્મ) બજાવનારા અને તારાદષ્ટિમાં આવેલા મુમુક્ષુ આત્માને યોગી મહાપુરુષોની સેવા કરતાં કરતાં મન-વચન અને કાયાની શુભપ્રવૃત્તિથી શ્રેષ્ઠ પુણ્યકર્મ બંધાય છે. અને શુદ્ધ (નિર્દોષભાવે કરાયેલા) એવા આ સેવાધર્મથી બંધાયેલા પુણ્યથી જ્યારે જયારે તે પુણ્યકર્મનો તેવા પ્રકારનો વિશિષ્ટ વિપાકોદય થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org