________________
૨૦૮ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૫૧ અને ચૈત્યવંદન કરતાં પૂજા-પ્રક્ષાલાદિ અન્ય કાર્યમાં મન ન નાખે, તેથી જ તે તે કાર્યમાં ઉતાવળ ન કરે, મધુર સ્વરે આત્મદષ્ટિ ખૂલે એ રીતે સ્તવનાદિ ગાય. સામાયિકમાં, સુખ-દુઃખમાં સમવભાવપૂર્વક સ્થિતિ કરે છે. પ્રતિક્રમણમાં પૂર્વકૃત પાપોની મનના પ્રણિધાનપૂર્વક ક્ષમાયાચના, પ્રાયશ્ચિત્ત આદિ કરે છે. એમ એક એક અનુષ્ઠાન સમજીને ધીરતાપૂર્વક શાન્તચિત્તે કરે છે. આ દૃષ્ટિમાં જીવ એવા વ્યવહાર કરે છે કે જેના પ્રતાપે તે જીવ આગળ ચોથી દૃષ્ટિમાં ધીરે ધીરે ચઢી શકે. તથા મળેલી આ દૃષ્ટિ ખોવાઈ ન જાય, તેમાંથી પતન ન થઈ જાય, કોઈ પણ જાતના અપાયો (દોષો) ન લાગી જાય, તેની પૂરેપૂરી સાવધાની રાખીને આ જીવ આગળ વધે છે. યોગની આ ત્રણ દૃષ્ટિઓ જે પ્રાપ્ત થઈ છે. તે મહામૂલ્યવાનુ “કિંમતી રત્નો” છે એમ સમજી અતિશય જાળવણી કરે છે. પ્રાપ્ત થયેલા ધનનું લોકો જેમ ચોર-લૂંટારાથી પૂરેપૂરું જતન કરે છે. ગુપ્ત તિજોરીમાં સાચવે છે. ઘણા ઘણા પ્રયત્નોથી પ્રાપ્ત થયેલ છે. તેથી તેના ઉપર અતિશય મમતા રાખે છે. તેમ યોગની દૃષ્ટિઓ રૂપી આ રત્નોને મોહરૂપી ચોરોથી પૂરેપૂરું જતન કરે છે. મનની સ્થિરતા-એકાગ્રતા રૂપી તિજોરીમાં સાચવીને મૂકે છે. અનાદિસંસારમાં અપ્રાપ્તપૂર્વ હોવાથી અને પુનઃપ્રાપ્તિ અતિશય દુર્લભ હોવાથી ઘણી જ મમતાથી તેનું સંરક્ષણ કરે છે. આ ત્રણે દૃષ્ટિમાં જીવનું ઊર્ધ્વરોહણ આ પ્રમાણે પ્રાપ્ત થતું જાય છે.
(૧) પ્રથમ દૃષ્ટિમાં જીવ માર્ગાભિમુખ બને છે. = આ જીવ અનાદિકાલીન મોહની પરવશતાને લીધે પૌગલિક સુખનો જ રાગી હતો. તેની દૃષ્ટિ સંસારસુખ તરફ જ હતી. આત્મતત્ત્વ તરફ દૃષ્ટિ કદાપિ આવી જ નથી. ભાવમલ કંઈક મંદ થવાથી ભવાભિનંદીપણું કંઈક અંશે મોળું પડવાથી હવે જ આ જીવ કંઈક તત્ત્વવિચારણા તરફ અભિમુખ (સન્મુખ) થયો છે. આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાના માર્ગ તરફ (તે માર્ગને અભિમુખપણે) દૃષ્ટિ બદલી છે. સંસારસુખ તરફની જે દૃષ્ટિ હતી તે બદલીને મુક્તિસુખ તરફ મુખ માત્ર બદલ્યું છે. સારાંશ કે મુક્તિ પ્રત્યેના માર્ગ તરફ દૃષ્ટિપાત માત્રથી અભિમુખ થયો છે. વળ્યો છે.
(ર) બીજી દૃષ્ટિમાં જીવ માર્ગપતિત બને છે. = પહેલી દૃષ્ટિમાં માત્ર દૃષ્ટિ બદલાઈ. એટલે કે મુખ બદલ્યું. પહેલાં જે બાજુ જતો હતો, તેનાથી વિપરીત દિશામાં જવા માટે દૃષ્ટિ બદલી. જેમ સુરતથી મુંબઈ જવું હોય અને ગાડી ભરૂચ-વડોદરા તરફ ચલાવી હોય તે પાછી વાળીએ તેમ દૃષ્ટિ પાછી વાળી. હવે આ બીજી દૃષ્ટિમાં જે બીજી બાજુ દષ્ટિ વાળી છે તે બાજુ ગમન કરે છે. મુક્તિ તરફનો રાજમાર્ગ (ધોરી રસ્તો) હજુ હાથમાં આવ્યો નથી. પરંતુ ધોરીમાર્ગે ચડાવે એવો ખાડા-ટેકરાવાળો, વાંકો ચૂકો, ખેતરોને ખુંદવા રૂપે એવા રસ્તે ચાલે છે. કે જે આ ખાડા-ટેકરાવાળો રસ્તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org