________________
ગાથા : ૬૯ યોગદષ્ટિ સમુચ્ચય
૨૫૩ બીજ છે તે કાળાન્તરે અશુભનિમિત્તો મળતાં ફૂલીફાલી ચિત્તને (આશયને) મોહમયમલીન બનાવીને આત્માનું સ્વાચ્ય અવશ્ય બગાડે જ છે. તેથી જ તે સૂક્ષ્મતત્ત્વ બોધમાં અંતરાય કરનારું થાય છે. આ કારણથી જ તિવત: આ માલિન્યવાળા આત્માને તત્ત્વ=તત્ત્વને વિષે મયં આ સૂક્ષ્મબોધ વારિત્ર ૩૫ના કદાપિ ઉત્પન્ન થતો નથી જ. ||૬૮ વાવમૂ–જે કારણથી આમ છે તેથી શું સમજવા જેવું છે તે કહે છે.
अपायदर्शनं तस्माच्छतदीपान तात्त्विकम् ।
तदाभालम्बनं त्वस्य, तथा पापे प्रवृत्तितः ॥ ६९॥ ગાથાર્થ = તેથી આ દૃષ્ટિવાળા જીવને આગમરૂપી દીપકથી તાત્ત્વિક અપાયદર્શન થતું નથી, પરંતુ તેવા પ્રકારની પાપોમાં પ્રવૃત્તિ હોવાથી તેની આભા તુલ્ય=તદાભાસરૂપ આલંબન માત્ર હોય છે. ૬૯
ટીકા -પાન-તોષતને રક્ષાકૃતની વાત 7 તાત્વિજં, न पारमार्थिकमस्यति" योग: । "तदाभालम्बनं" तु - परमार्थाभाविषयं पुनर्भवति भ्रान्त्या, कुत इत्याह-"तथा पापे प्रवृत्तितः" - तथा चित्रानाभोगप्रकारेण पापे પ્રવૃતિ ! ઘરા
વિવેચન - જેમ ગાઢ અંધકારથી ભરેલા ઓરડામાં કરાયેલો દીવો ચારે બાજુ પ્રકાશ-પ્રકાશ પાથરે છે અને ત્યાં રહેલી તમામ વસ્તુઓનું દર્શન કરાવે છે તેમ આગમ (જૈનશાસ્ત્રો)રૂપી દીપક અજ્ઞાન અને મોહરૂપી અંધકારથી ભરેલા આ લોકમાં સર્વ પદાર્થનું યથાર્થ દર્શન કરાવે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ શું? તથા તેને મલીન કરનારાં ફિલષ્ટકર્મોનું સ્વરૂપ શું ? તે કર્મ આ જીવને કેવાં કેવાં દુઃખો-અપાયો આપે છે? નરક-નિગોદના ભવોમાં કેવો રખડાવે છે? તેનું સાચું યથાર્થ ભાન કરાવે છે. તથા તેવાં ફિલષ્ટકર્મો રૂપી અપાયોને કેવી રીતે દૂર કરવા ? તેના ઉપાયો અને સાચો રસ્તો શું? તે પણ જણાવે છે.
આત્મા શુદ્ધ ચૈતન્યમય અનંતગુણો યુક્ત નિર્મળ સ્ફટિકતુલ્ય છે. અનંત સુખનું ધામ છે. પરંતુ અજીવાત્મક કર્મના કારણે તેનું તે સ્વરૂપ અવરાયેલું છે. પુણ્ય-પાપરૂપ દ્વિવિધ કર્મોથી આ જીવ ચાર ગતિરૂપ સંસારમાં સુખ-દુઃખમય દશામાં પરિભ્રમણ કરે છે. અવ્રત-કષાય-પ્રમાદાદિથી કર્મોનો આશ્રવ થાય છે. અને તજ્જન્ય પરિણામોને આધારે તીવ્ર-મંદ એવો કર્મબંધ થાય છે. ક્ષમાદિ દશવિધ ધર્માચરણથી સંવર થાય છે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org