________________
ગાથા : ૬૭-૬૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૫૧
આવી જતું નથી. જેમ જેમ સાચું આધ્યાત્મિક જ્ઞાન આવે છે તેમ તેમ તેને અનુરૂપ ક્રિયામાર્ગ-ત્યાગમાર્ગ-તપમાર્ગ-સદાચારનો માર્ગ પણ અધ્યાત્મ હોવાથી આવે જ છે. રાત્રિભોજન કરનારા, ભક્ષ્યાભઢ્યના વિવેક વિનાના, દર્શન-વંદનાદિ ક્રિયા વિનાના, પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાનો લોપ કરનારા, ભાવનિર્ઝન્થતાને જ થાપીને સર્વત્યાગના (સર્વવિરતિના) માર્ગને ઘાત કરનારા, અને દીક્ષિત સાધુઓથી જનતાને દૂર રાખનારા, સાધુમાર્ગના પૂરેપૂરા અપલાપક છે. આ કાલે કોઈ સાચા સાધુ નથી એમ કહેનારા ભગવાનના ચતુર્વિધ સંઘના ઉચ્છેદક છે. એટલે જ શાસ્ત્રીય ભાષામાં આવા પંથો ઉભા કરનારાને અને તેવા પંથોને વેગ આપનારાઓને “નિતવ” કહેવામાં આવે છે.
માત્ર અધ્યાત્મનાં પદો ગાનારા, ગુણો મેળવ્યા વિના દુહાઓ માત્ર દોહરાવનારા અને પોતાના દ્વારા બતાવાતો માર્ગ એ જ મોક્ષનો શોર્ટકટ માર્ગ છે એમ સમજાવનારા શુષ્ક આધ્યાત્મિક જૈનશાસનના વિનાશક છે. ઉત્સુત્ર પ્રરૂપણા કરનારા છે. સાધુસંસ્થાના વિધ્વંસક છે. કોઈ પણ આત્મા ઉપરોક્ત ગુણો મેળવવાથી જ ગુણસ્થાનકમાં આગળ આવે છે. તેના હૈયે સંસારનો ત્યાગ જ વસ્યો હોય છે. સર્વવિરતિ લેવાની જ તાલાવેલી લાગી હોય છે. સંયમનો જ રસ લાગ્યો હોય છે. સંયમીઓ પ્રત્યે અનહદ બહુમાન અને સેવાભાવવાળો જ આ જીવ હોય છે. મોહ મંદ થયો હોય છે તેવો જ જીવ આ દૃષ્ટિમાં આવે છે. ભરત મહારાજા અને મરુદેવા માતાનાં દૃષ્ટાંન્તો આપી આમ જનતાને વિના ત્યાગે મોક્ષના ટૂંકા રસ્તાનો પ્રચાર કરનારા પ્રચારકો ભગવાનની આજ્ઞાના વિશેષ વિરાધક છે. એમ જાણવું. સાધુતા લીધા વિના પણ મુક્તિ થાય છે અને ક્રમ વિના પણ કેવળજ્ઞાન (અક્રમ વિજ્ઞાન) થાય છે એમ કહેવું તે ઉત્સુત્ર પ્રરૂપણા છે.
સંયમ ન લહી શકાય એવું ભલે કદાચ બને, પરંતુ સંયમની કંઈ જરૂર નથી, સંયમ વિના મોક્ષે જઈ શકાય છે. સંયમ લેવો એ કંઈ જરૂરી નથી. આવું બોલવું અને માનવું એ મિથ્યાજ્ઞાન રૂપ છે. માટે વિવેકી બનવું અત્યન્ત જરૂરી છે. ૬૭
किमेतदेवमित्याह
અવેદ્યસંવેદ્યપદમાં વર્તનારા જીવોને સૂક્ષ્મબોધ હોતો નથી એમ ઉપર જે કહેવામાં આવ્યું, તેનું કારણ શું? તે હવે સમજાવે છે.
अपायशक्तिमालिन्यं, सूक्ष्मबोधविबन्धकृत् । नैतद्वतोऽयं तत्तत्त्वे, कदाचिदुपजायते ॥६८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org